- ઓનમના આગમનને વધાવવા માટે ગોડ્સ ઑન કન્ટ્રી તરીકે જાણીતા કેરળમાં એકસાથે 20થી વધુ ટચ પોઇન્ટ્સનું ઉદ્ઘાટન; વર્ષ 2026માં 500 ટચ પોઇન્ટ્સ સુધી પહોંચવાનું લક્ષ્ય
- સુપરહિટ એડવેન્ચર હવે વધુ દમદાર ટૂરિંગ અનુભવ માટે ટ્યુબલેસ ક્રોસ-સ્પોક વ્હીલ્સ સાથે નવા અવતારમાં – યલો ફાલ્કન
- વર્ષ 2026ની યઝદી રેન્જમાં ત્રણ નવા આકર્ષક કલર ગ્રાફિક્સ અને ટ્રિમ્સની એન્ટ્રી; યઝદીના બુલંદ જુસ્સાને નવી ઓળખ આપતાં યલો ફાલ્કન એડવેન્ચર, ગ્રીન મામ્બા રોડસ્ટર અને ગ્રે પેન્થર સ્ક્રેમ્બલર
- આલ્ફા2 અને કાતાર એન્જિન પ્લેટફોર્મ્સથી સજ્જ યઝદીની આધુનિક રેન્જનો દેશવ્યાપી ક્રેઝ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે
- ઓનમ સાથે શરૂ થતી ભારતની ફેસ્ટિવ સીઝનના અવસરે સમગ્ર દેશમાં આ ત્રણેય મોટરસાઇકલ્સનું લૉન્ચિંગ કેરળથી કરવામાં આવ્યું છે.
- સમગ્ર ભારતમાં બૂકિંગનો શુભારંભ
- નાણાકીય વર્ષ 2027-2028 સુધીમાં સમગ્ર દેશમાં 700 ટચ પોઇન્ટ્સ સુધી વિસ્તરણ કરવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો
કોચી | ૩૦ જુલાઈ ૨૦૨૬ | જાવા યઝદી મોટરસાઇકલ્સે ભારતની ફેસ્ટિવ સીઝનની શરૂઆત સાથે જ યઝદીની વર્ષ 2026ની નવી રેન્જ રજૂ કરી છે. ‘અનટેમ્ડ ટ્રિનિટી‘ તરીકે ઓળખાતી આ ત્રણ હેતુલક્ષી મોટરસાઇકલ્સ – યલો ફાલ્કન એડવેન્ચર, ગ્રીન મામ્બા રોડસ્ટર અને ગ્રે પેન્થર સ્ક્રેમ્બલર – યઝદીની વિકાસયાત્રામાં એક નવું સીમાચિહ્ન ઉમેરે છે, જ્યાં દરેક નવી રજૂઆત રાઇડર્સની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ઓનમ સાથે શરૂ થતી ભારતની ફેસ્ટિવ સીઝનના અવસરે સમગ્ર દેશમાં આ ત્રણેય મોટરસાઇકલ્સનું લૉન્ચિંગ કેરળથી કરવામાં આવ્યું છે.
આ રેન્જમાં સૌથી આગળ છે, યલો ફાલ્કન એડવેન્ચર, જેમાં ક્રોસ-સ્પોક વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. આ મોટરસાઇકલમાં પરંપરાગત સ્પોક વ્હીલ્સની મજબૂતાઈ અને ટ્યૂબલેસ ટાયર્સની સુવિધાનું શ્રેષ્ઠ સંયોજન કરવામાં આવ્યું છે, જેની વિનંતી રાઇડર્સ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત, તેમાં સિગ્નેચર ડેકલ્સ સાથેની અનોખા ગ્રે અને યલો કલરવે પણ આપવામાં આવ્યાં છે. વ્હીલ્સનો નવો વિકલ્પ હવે યઝદી એડવેન્ચરની સમગ્ર રેન્જમાં ઉપલબ્ધ રહેશે. 334-સીસીના લિક્વિડ-કૂલ્ડ આલ્ફા2 એન્જિનથી સજ્જ આ મોટરસાઇકલ 29.6 પીએસનો પાવર અને 29.9 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં ટ્રેક્શન કન્ટ્રોલ તેમજ એબીએસના રોડ, રેઇન અને ઑફ-રોડ જેવા વિવિધ મૉડ પણ આપવામાં આવ્યા છે.
ગ્રીન મામ્બા રોડસ્ટરને વિશિષ્ટ પ્રકારની મેટ ગ્રીન ફિનિશ આપવામાં આવી છે, જે ક્વિલ્ટેડ અરેબિકા-બ્રાઉન સીટ અને સિગ્નેચર કૉપર ડેકલ્સ સાથે તેની આકર્ષક ડિઝાઇનમાં ચાર ચાંદ લગાવી દે છે. આ ઉપરાંત, તેમાં રોડસ્ટરનું 334-સીસીનું લિક્વિડ-કૂલ્ડ આલ્ફા2 એન્જિન, 6-સ્પીડ ગીયરબૉક્સ, આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ અને મોડ્યુલર સીટિંગની સુવિધા પણ યથાવત્ રાખવામાં આવી છે. ગ્રે પેન્થર સ્ક્રેમ્બલરને અત્યંત આકર્ષક મેટાલિક ગ્રે ફિનિશ આપવામાં આવી છે, જે રિબ્ડ અરેબિકા-બ્રાઉન સીટ્સ અને તેની સાથે મેચિંગ ટેન્ક પેડ્સ સાથે તેની પ્રીમિયમ ડિઝાઇનમાં ચાર ચાંદ લગાવી દે છે. 334-સીસીના લિક્વિડ-કૂલ્ડ કાતાર એન્જિનથી સજ્જ આ મોટરસાઇકલ 30 પીએસનો પાવર, 30 એનએમનો ટૉર્ક અને 30 કિમી પ્રતિ લિટરની માઇલેજનું પર્ફેક્ટ 30-30-30 સંતુલન પૂરું પાડે છે, જ્યારે તેની ઝડપી કામગીરી અને રોજિંદા ઉપયોગની સરળતા પણ જાળવી રાખવામાં
આવી છે.
ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક બોમન રુસ્તમ ઈરાનીએ જણાવ્યું હતું કે, ‘યઝદી હંમેશાં એવી બ્રાન્ડ રહી છે, જેને માત્ર અમે જ નહીં પરંતુ તેના રાઇડર્સે પણ ઘડી છે. રાઇડર્સે યઝદીને પેઢી દર પેઢી આગળ વધારી છે, તેને નવજીવન આપ્યું છે અને તેની આસપાસ એક મજબૂત સમુદાયનું નિર્માણ કર્યું છે. વર્ષ 2026ની આ નવી રેન્જ ત્રણ હેતુલક્ષી મોટરસાઇકલ્સ દ્વારા એ જ જુસ્સાને નવી ઓળખ આપે છે.’
‘અનટેમ્ડ ટ્રિનિટી’ યઝદીની આધુનિક રેન્જ માટેના એક ઐતિહાસિક વર્ષમાં મળેલી જબરદસ્ત સફળતાને વધુ નવી ઊંચાઈએ લઈ જાય છે. નવી જનરેશનના આલ્ફા2 અને કાતાર એન્જિન્સ, રાઇડર્સને કેન્દ્રમાં રાખીને વિકસાવવામાં આવેલી સુવિધાઓ, વધુ આરામદાયક અર્ગોનોમિક્સ અને આકર્ષક ડિઝાઇનના સમન્વયથી સજ્જ યઝદીની આ રેન્જે કંપનીને સમગ્ર કેટેગરી કરતાં વધુ ઝડપથી વિકાસ સાધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ઓનમ સાથે શરૂ થતી ભારતની ફેસ્ટિવ સીઝનના અવસરે વર્ષ 2026ની યઝદીની રેન્જનું સમગ્ર દેશમાં લૉન્ચિંગ કેરળથી કરવામાં આવ્યું છે. મિડ-સીસી મોટરસાઇકલ્સ માટે કેરળ ભારતના સૌથી મોટા માર્કેટ્સમાંથી એક છે, જ્યાં યઝદી વર્ષોથી સંસ્કૃતિ, પ્રવાસનની પરંપરા, વ્યક્તિગત સંસ્મરણો અને સિનેમાનો પણ અભિન્ન હિસ્સો રહી છે.
ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘ઓનમ સાથે ભારતની ફેસ્ટિવ સીઝનની શરૂઆત થાય છે, ત્યારે કેરળ અને અહીંના રાઇડર્સ પ્રત્યેની અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આનાથી વધુ યોગ્ય સ્થળ અને સમય બીજો કોઈ હોઈ શકે નહીં. એક રાઇડર તરીકે કેરળ હંમેશાં મારા હૃદયની ખૂબ નજીક રહ્યું છે અને યઝદીને પણ અહીં તેના સુવર્ણ ભૂતકાળથી લઈને આજની નવી રેન્જ સુધી પોતાના પરિવારના એક હિસ્સા તરીકે અપનાવવામાં આવી છે. ભારત માટે વર્ષ 2026ની યઝદી રેન્જને કેરળથી લૉન્ચ કરીને અમને ગર્વની લાગણી થઈ રહી છે. આ બ્રાન્ડને સમગ્ર દેશના રાઇડર્સની વધુ નજીક પહોંચાડવાની અમારી વિકાસયાત્રા અમે સતત આગળ વધારી રહ્યા છીએ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે, રાઇડિંગ માટેના આ સ્વર્ગમાં અમે અમારા સેગમેન્ટની નંબર-વન મોટરસાઇકલ બ્રાન્ડ બનીશું. કદાચ અમે સૌપ્રથમ ટૂ-વ્હીલર બ્રાન્ડ છીએ કે જેણે કેરળમાંથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્તરે મોટરસાઇકલ લૉન્ચ કરી હોય.’
જાવા યઝદી મોટરસાઇકલ્સે કેરળમાં 20થી વધુ ટચ પોઇન્ટ્સ સ્થાપવા માટે વિશ્વસનીય અને અનુભવી ડીલર પાર્ટનર્સ સાથે ભાગીદારી કરી છે, જે કંપનીના ઇતિહાસમાં એક જ રાજ્યમાં થયેલા સૌથી મોટા નેટવર્ક વિસ્તરણોમાંથી એક છે. આ પહેલને પરિણામે સમગ્ર રાજ્યના રાઇડર્સ સુધીની યઝદીની પહોંચ વિસ્તરશે તથા તેમનો ઑનરશિપ એક્સપીરિયન્સ પણ વધુ સમૃદ્ધ બનશે.
વર્ષ 2026ની યઝદીની નવી કલર રેન્જ માટે સમગ્ર ભારતમાં બૂકિંગનો શુભારંભ થઈ ચૂક્યો છે
| Yezdi Adventure | Ex Showroom (New Delhi) |
| Yellow Falcon (Tubeless) | ₹ 2,32,969/- |
| Tornado Black, Gloss White, Nebula Blue (Tubeless) | ₹ 2,29,969/- |
| Yellow Falcon | ₹ 2,12,969/- |
| Yezdi Roadster | Ex Showroom (New Delhi) |
| Green Mamba | ₹ 2,05,969/- |
| Yezdi Scrambler | Ex Showroom (New Delhi) |
| Grey Panther | ₹ 2,05,969/- |
ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ
જાવા યઝદી મોટરસાઇકલ્સ તેના ગ્રાહકો માટે ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ નીચે મુજબની સુવિધાઓ સતત પૂરી પાડી
રહી છે:
- 4 વર્ષ / 50,000 કિમીની સ્ટાન્ડર્ડ વૉરન્ટી, જેને વધારીને 6 વર્ષ સુધી કરી શકાય છે*
- 1 વર્ષનું રોડસાઇડ આસિસ્ટન્સ (આરએસએ), જેને વધારીને 8 વર્ષ સુધી કરી શકાય છે*
- 5 વર્ષ સુધીના એએમસીના વિવિધ વિકલ્પો*
કંપનીના સતત વિસ્તરી રહેલા સેલ્સ અને સર્વિસ નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં ઑનરશિપ સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
== સમાપ્ત ==

