Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા

ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો

ભાજપમાં જોડાતા જ કરપડાએ કહ્યું, સરકારની સાથે રહીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનો કરીશું પ્રયાસ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૯ એપ્રિલ ૨૦૨૬ — સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ધમાલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી હતી. રાજુ કરપડા સાથે તેમના ૫૦ થી વધુ સમર્થકોએ પણ આમ આદમી સાથે છેડો ફાડ્યો હતો. તેના બાદ તેમના કોંગ્રેસમાં જોડવાની વાત વહેતી થઈ હતી. પંરતું હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. ત્યારે આ પક્ષપલટાથી સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફાયદો થઈ શકે છે. સાથે જ રાજુ કરપડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે તેવી શક્યતા પણ પ્રબળ લાગી રહી છે.

ભાજપનો ખેસ પહેર્યા બાદ રાજુ કરપડાએ કહ્યું કે, ૨૦૧૭- ૧૮ થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો હતો. ત્યાર પછી ૨૦૨૧ માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો. એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા. અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહીને ગામડાઓ માંગે ને ગામડા તૂટે નહીં. ખેડૂતો મજબૂત સંગઠન બનાવી નાના-મોટા ખેડૂતના પ્રશ્નો હોય તો એને વાર્તા કેવી રીતે આપી શકા.ય આ સપનું જોઈએ અને ચોક્કસ પાર્ટીની અંદર ૨૦૨૧ માં જોડાયા કે મારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકીશ. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બને. સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર તમામ તાલુકાઓમાં જ્યારે જ્યારે પણ કુદરતી આફત આવી હોય અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા.

છેલ્લે જ્યારે હું જેલમાં ગયો ઘણા બધા વિચારો આવ્યો ઘણો બધો મંથન કર્યું ત્યારે એક વાત ચોક્કસથી સમજાઈ કે, ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ. ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે. ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવાય છે.

તેઓએ કહ્યું કે, ખેડુતોના પ્રશ્નને ઉકેલવા માટે જ સરકાર સાથે ભાજપમાં જોડાયા. ખેડૂતોની સ્થિતિ ૧૦૦ ટકા સારી થઈ નથી. જો કે ભાજપે ખેડુતોને પેકેજ આપ્યું છે તે ક્યારેય થયું નથી.

તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ટિકિટ વિશે રાજુ કરપડાએ જવાબ આપ્યો કે, જે પક્ષમાં હતો ત્યારે પણ ટિકિટની લાઈનમાં ન હતો. જો કે હવે અહીં વફાદારીથી ભાજપમાં કામ કરીશ. ટિકિટનો મુદ્દો હવે ભાજપ નક્કી કરશે. હું જેલમાં હતો ત્યારે જ વાત મને સમજાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધોરાજીના છાડવાવદર ગામમાં ભાજપને ઝટકો લાગ્યો છે. છાડવાવદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના ૫૦ થી વધુ કાર્યકરો ભાજપને રામરામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામને કોંગ્રેસના ખેસ પહેરાવીને આવકાર્યા.

ધોરાજી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના ગઢમાં ભાજપમાં ગાબડું પાડવામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સફળ રહ્યાં. છાડવાવદર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ખળભળાટ છવાયો છે. વિકાસના કામો બાબતે ભાજપે અન્યાય અને કાર્યકરોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે તમામ કાર્યકર્તાઓએ ભાજપને રામ રામ કર્યા છે.

Related posts

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને ટકોર કરતા અધ્યક્ષે કહ્યું હતું કે આ માર્કેટ નથી

Master Admin

AriaRo 4.0 એ AI, ઓટોમેશન અને સુરક્ષિત ટેકનોલોજીના ભવિષ્ય પર ફોકસ કરશે

Master Admin

પાકિસ્તાનના આતંકવાદને હવા આપવાનું બંધ કરો : જયશંકરનો પોલેન્ડને જવાબ

Master Admin

Leave a Comment

Translate »