Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

ધોરણ ૬થી ત્રીજી ભાષા ફરજિયાત, શાળાઓને ૭ દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ

CBSEનો મોટો નિર્ણય

CBSEના પ્રાદેશિક અધિકારીઓ આ અમલીકરણની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે અને ડેટા એકત્ર કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૯ એપ્રિલ ૨૦૨૬ — કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(R3) અંતર્ગત એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે ધોરણ ૬ના વિદ્યાર્થીઓ માટે ’ત્રીજી ભાષા’(ઇ૩) ભણવી અનિવાર્ય બનશે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના સર્ક્‌યુલર અનુસાર, તમામ સંબધિત શાળાઓને આગામી ૭ દિવસમાં આ આદેશનો અમલ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

’નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન ૨૦૨૩’(NCF-SE)) પર આધારિત આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સાંસ્કૃતિક સમજ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર અભ્યાસક્રમ હજુ ઉપલબ્ધ ન હોવા છતાં, શિક્ષણ કાર્ય તાત્કાલિક શરૂ કરવું ફરજિયાત છે.

શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી પાઠ્યપુસ્તકો જાહેર ન થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવવાનું શરૂ કરી દેવું. આ માટે શાળાઓએ પસંદ કરેલી ભાષાની વિગતો OASIS પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે અને પ્રાદેશિક કચેરીઓને પણ આ અંગે જાણ કરવાની રહેશે. નોંધનીય છે કે ધોરણ ૬માં જે ભાષાની પસંદગી કરવામાં આવશે, તે જ ભાષા ધોરણ ૯ અને ૧૦માં પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે. CBSEના પ્રાદેશિક અધિકારીઓ આ અમલીકરણની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે અને ડેટા એકત્ર કરશે.

ત્રિભાષા(R3) મોડેલ મુજબ, ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. આ મોડેલની સૌથી મહત્ત્વની શરત એ છે કે પસંદ કરવામાં આવેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જોઈએ, જ્યારે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અથવા કોઈપણ વિદેશી ભાષાની પસંદગી કરી શકાશે. આ નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર રીતે લાગુ કરીને વર્ષ ૨૦૩૧ની બોર્ડ પરીક્ષા સુધીમાં સંપૂર્ણપણે પ્રભાવી બનાવવાની યોજના છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં બહુભાષવાદ અને વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યેનો આદર વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડે R1, R2, R3 ત્રણ લેગ્વેજ ફોર્મ્યુલા બનાવી છે…

R1(Language ૧)ઃ આમાં તે ભાષાનો સમાવેશ કરાયો, જે બાળક વધુ જાણે છે(જેમ કે ગુજરાતી) આ ભાષાને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે.

R2(Language ૨)ઃ આમાં સ્ટાન્ડર્ડ લેવલની બીજી ભાષાનો સમાવેશ કરાયો છે અને આ ભાષા મધ્ય સ્તરે ભણાવવામાં આવશે.

R3(Language ૩)ઃ આમાં નવી ફરજિયાત ભાષા સામેલ છે, જેની ધોરણ-૬થી શરૂઆત થશે.

સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે, નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જો તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો તો તેણે બે ભારતીય ભાષા (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) ફરજિયાત પસંદ કરવી પડશે.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (એઈએસએલ), વાપીના વિદ્યાર્થીઓએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્ય ૨૦૨૬ના બીજા પ્રયાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું: હર્ષ અગરવાલ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં સર્વભારતીય ક્રમ ૩૬૮૭ સાથે શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું અને વિશાલ મિથલાલ ચૌધરીએ વાપી શહેરમાં સર્વભારતીય ક્રમ ૭૪૯ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું

Master Admin

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો અનોખો સમન્વય

Master Admin

“ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026”માં 500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

Reporter1

Leave a Comment

Translate »