Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

શાનદાર ડીલ્સ સાથે ઉનાળાના વેકેશનમાં ધૂમ મચાવવા માટે Amazon.in પર આવી ગયું છે. સીઝનનું નવું વિશ લિસ્ટ: રિમોટ કન્ટ્રોલ કાર, હૉટ વ્હિલ્સ અને લીગો સેટ્સથી માંડીને સ્વિમિંગ પૂલ અને ક્રિકેટ કિટ્સ સુધી બધું જ Amazon.in પર મેળવો

બે અલગ-અલગ સ્ટોરફ્રન્ટ્સ – કિડ્સ સમર સ્લેમ અને સમર ટોઇઝ લિસ્ટ, હવે આ સીઝનની સૌથી વધુ લોકપ્રિય કેટેગરીઝમાંની એક પર રોમાંચક ડીલ્સનો લાભ ઉઠાવો 

  • રિમોટ કન્ટ્રોલ કાર અને 4×4 સેટ્સ, હૉટ વ્હિલ્સ, બાળકોની સાઇકલ, સ્વિમિંગ ગિયર વગેરે જેવી આ સીઝનની સૌથી વધુ સર્ચ કરાયેલી કેટેગરીઝ પર 50% સુધીની છૂટ મેળવો, જેમાં કિંમતો ₹199થી શરૂ થાય છે
  • પ્રાઇમના સભ્યો એડિડાસ, હૉટ વ્હિલ્સ, સ્પીડો, એસજી, નિવિયા, ડીએસસી અને લાઇફલોંગ જેવી બ્રાન્ડ્સની બૉર્ડ ગેમ્સ, આઉટડોર સ્પોર્ટ્સ અને વૉટર પ્લેમાં ટોચની પસંદગીઓ સહિતની વધુ માંગ ધરાવતી પ્રોડક્ટ્સ પર એક જ દિવસમાં ડીલિવરી મેળવી શકશે
  • ગ્રાહકો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ ક્રેડિટ કાર્ડ પર 5%ની બચત કરી શકશે અને એચડીએફસી, એચએસબીસી, યસ બેંક, સ્કેપિયા, આરબીએલ, ડીબીએસ અને બેંક ઑફ બરોડા જેવી બેંકોના કાર્ડ પર 7.5% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે
  • inના એઆઈ ટૂલ્સ, રુફસ, લેન્સ એઆઈ, રીવ્યૂ હાઇલાઇટ્સ અને પ્રાઇસ હિસ્ટ્રીની મદદથી હવે બાળકો માટે ખરીદી કરતી વખતે કોઈ અટકળબાજી કરવી નહીં પડે, જે માતા-પિતાને યોગ્ય કિંમતે યોગ્ય રમકડું શોધવામાં મદદરૂપ થશે 

બેંગલુરુ | ૧૦મી એપ્રિલ ૨૦૨૬ — ઉનાળાનું વેકેશન શરૂ થતાં, Amazon.in પર બે અલાયદા સ્ટોરફ્રન્ટ્સ – કિડ્સ સમર સ્લેમ અને સમર ટોઇઝ લિસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. રિમોટ કન્ટ્રોલ કાર, હૉટ વ્હિલ્સ, સ્વિમિંગ પૂલ, ક્રિકેટ કિટ્સ, બાળકોની સાઇકલ, સ્કૂટર્સ વગેરે જેવા આ સીઝનના સૌથી વધુ માંગમાં રહેતા રમકડાં અને પ્લે એસેન્શિયલ્સ પર 50% સુધીની છૂટ મેળવો, જેમાં એડિડાસ, સ્પીડો, ડીએસસી, નિવિયા અને લાઇફલોંગ જેવી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સની કિંમતો ₹199થી શરૂ થાય છે. ગ્રાહકો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ ક્રેડિટ કાર્ડ પર 5%ની બચત કરી શકશે અને એચડીએફસી, એચએસબીસી, યસ બેંક, સ્કેપિયા, આરબીએલ, ડીબીએસ અને બેંક ઑફ બરોડાના કાર્ડ પર 7.5% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

આ શાનદાર ડીલ્સ ઉપરાંત, Amazon.inના એઆઈ ટૂલ્સ રમકડાંની ખરીદીની મથામણને ખૂબ જ સરળ બનાવી દે છે. શું તમે એવી મૂંઝવણમાં છો કે ઇન્ફ્લેટેબલ પૂલ તમારી બાલ્કનીમાં ખરેખર ફિટ થશે કે નહીં? ‘વ્યૂ ઇન યોર રૂમ’ની મદદથી તમે ખરીદી કરતાં પહેલાં તેને તમારી જગ્યામાં વર્ચ્યુઅલી ગોઠવીને જોઈ શકશો. મિત્રના ઘરે કોઈ રમકડું જોયું અને તમારે પણ બરાબર એવું જ જોઈએ છે? બસ, તમારો ફોન તેની સામે ધરો અને લેન્સ એઆઈને આ રમકડું શોધવા દો – તેને શોધવા માટે કોઈ બ્રાન્ડ નેમ કે કંઈપણ લખવાની જરૂર નથી. હાલમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કરનારા આઠ વર્ષના બાળક માટે કઈ ક્રિકેટ કિટ યોગ્ય રહેશે તેની ખાતરી નથી? તો, રુફસને પૂછો અને તરત જ અનુરૂપ જવાબ મેળવો. રીવ્યૂ હાઇલાઇટ્સ હજારો ગ્રાહકોના રીવ્યૂમાંથી ટકાઉપણું, સલામતી અને પ્લે વેલ્યુ જેવી ખરેખર મહત્વની બાબતો તારવી આપે છે, જેથી માતા-પિતાને કોઈ અટકળબાજી કરવી ન પડે. પ્રાઇસ હિસ્ટ્રી કોઈ પ્રોડક્ટની કિંમતમાં સમયાંતરે કેવા ફેરફાર થયાં છે, તેનો ટ્રેક રાખે છે, જેથી જ્યારે કોઈ ડીલ સારી જણાય, ત્યારે ગ્રાહકો જાણી શકે કે તે ખરેખર ફાયદાકારક છે. 

બાળકોના ટોય કાર પર શ્રેષ્ઠ ડીલ્સનો લાભ ઉઠાવી ઉનાળાની મજાને અનેકગણી વધારો!

ઇન્ફ્લેટેબલ પૂલ અને વોટર પ્લે ગિયર આ સીઝનમાં આઉટડોર માટે સર્ચ થયેલી ટોચની ચીજોમાં સામેલ છે. નીચેની પ્રોડક્ટ્સ પરની ડીલ્સ જુઓ:

એપ્રિલ એ આઉટડોર સ્પોર્ટ્સ માટેનો સમય છે અને આ સ્ટોરફ્રન્ટ સીઝનમાં આઉટડોર માટે સર્ચ થયેલી ટોચની સ્પોર્ટ્સ અને આઉટડોર ગિયરની ચીજોને આવરી લે છે:

કિડ્સ સમર સ્લેમ અને સમર ટોઇઝ લિસ્ટ ઇવેન્ટ્સ Amazon.in પર અનુક્રમે 13 એપ્રિલ, 2026 અને 15 એપ્રિલ, 2026 સુધી ચાલું છે.

Related posts

બદલાતી વૈશ્વિક ગતિશીલતાઓ વચ્ચે નેતૃત્વના વીસ વર્ષ: આર્સેલર-મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વીડિયો સંબોધન સાથે 20મી વર્ષગાંઠ ઉજવી, ભારતને વૈશ્વિક વિકાસના મુખ્ય પ્રેરક તરીકે ગણાવ્યું

Master Admin

Samsung Announces Exciting Offers and Deals on its AI-Powered TVs, Celebrating the Month of Festivals with Awesome India

Reporter1

બ્લૂ બિલ્ડિંગ કન્સેપ્ટ્સ ‘બ્લૂ સર્કલ’ સાથે ચેનલ પાર્ટનરશિપને નવી દિશા આપી

Master Admin

Leave a Comment

Translate »