Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

નાસિકની ITકંપનીમાં ‘કોર્પોરેટ જેહાદ’ : ધર્મ પરિવર્તન અને શોષણ

સાત લોકોની ધરપકડ કરાઈ

કેટલીક મહિલા કર્મચારીઓની જીવનશૈલી અને પહેરવેશમાં અચાનક મોટો બદલાવ જોવા મળતા આ ઘટના પ્રકાશમાં આવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નાસિક, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ –– મહારાષ્ટ્રના નાસિકની એક મલ્ટિનેશનલ આઈટી કંપનીમાં હિન્દુ મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ, ઓફિસમાં બળજબરીથી નમાજ પઢાવવા, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. ‘કોર્પોરેટ જેહાદ’ના આ કિસ્સામાં પોલીસે કંપનીના મુસ્લિમ ટીમ લીડર્સ અને એચઆર મેનેજર સહિત ૭ લોકોની ધરપકડ કરી છે.કેટલીક મહિલા કર્મચારીઓની જીવનશૈલી અને પહેરવેશમાં અચાનક મોટો બદલાવ જોવા મળતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ મહિલાઓએ રમઝાનમાં રોજા રાખવાનું શરૂ કર્યું હતું, લિપસ્ટિક લગાવવાનું બંધ કરી દીધું હતું અને પોતાની વર્ષો જૂની પરંપરાઓ ત્યાગીને સહેલીઓથી અંતર બનાવી લીધું હતું. શરૂઆતમાં ડરના માર્યા ચૂપ રહેલી ૯ યુવતીઓ અને એક યુવકે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.મહારાષ્ટ્ર સરકારે આ મામલાની ગંભીરતા જોઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે. શુક્રવારે હિન્દુ સંગઠનોએ કંપનીના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. પીડિત મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી તેઓ એચઆર મેનેજરને ફરિયાદ કરતી હતી, પરંતુ દરેક વખતે તેને અવગણવામાં આવતી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આઠ મહિલાઓ અને એક પુરુષ કર્મચારીને મુસ્લિમ ધર્મ અપનાવવા મજબૂર કરવામાં આવ્યા હતા. તેઓને ઓફિસમાં બળજબરીથી નમાજ પઢાવવી, ગાયનું માંસ ખવડાવવું અને તેમના ધાર્મિક પ્રતીકોનું અપમાન કરવા જેવી ગંભીર બાબતો સામે આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ટીમ લીડર આસિફ અંસારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, તૌસીફ અત્તાર, દાનિશ શેખ અને એચઆર મેનેજર અશ્વિની છનાનીનો સમાવેશ થાય છે.તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હોદ્દાનો દુરુપયોગ કરી યુવતીઓને પ્રમોશનની લાલચ આપતા હતા. ત્યારબાદ ‘વીકેન્ડ ટ્રિપ’ના નામે રિસોર્ટ કે વોટર પાર્ક લઈ જઈ તેમની સાથે અશ્લીલ હરકતો કરી દબાણ બનાવવામાં આવતું હતું. જો કોઈ યુવતી રજા પર હોય, તો આરોપીઓ તેના ઘરે પહોંચી જવાની ધમકી પણ આપતા હતા. પુરાવા મેળવવા માટે મહિલા પોલીસકર્મીઓએ વેશ પલટો કરીને કંપનીમાં કામ કર્યું હતું. તેમણે ૪૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા, જેમાં આરોપીઓ દ્વારા યુવતીઓની છેડતી અને અયોગ્ય સ્પર્શના પુરાવા મળ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આને ‘કોર્પોરેટ જેહાદ’ ગણાવી છે અને આ પાછળના માસ્ટરમાઇન્ડ અને ફન્ડિંગની તપાસ કરવાની ખાતરી આપી છે. પીડિત યુવતીઓએ જણાવ્યું કે, કંપનીમાં કામના બદલે તેમના ધર્મ અને વિચારધારા પર વધુ દબાણ કરવામાં આવતું હતું.

Related posts

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો

Master Admin

ભારતનો જીડીપી દર સાત ટકાથી વધુ રહેવાની આશા

Master Admin

ગુજરાત બનશે વધુ સુરક્ષિત, ગૃહ વિભાગ માટે કરી ઐતિહાસિક ફાળવણી

Master Admin

Leave a Comment

Translate »