Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

SIR બાદ ૧૨ રાજ્યો, સંઘપ્રદેશોની યાદીમાંથી ૬ કરોડ મતદાતાઓ ઘટ્યા

છ મહિનામાં જ મતદાતાઓની સંખ્યા ૫૧ કરોડથી ૪૪.૯૨ કરોડ થઇ

ગયા વર્ષે ૨૭ ઓક્ટોબરે આ પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે આ ૧૨ વિસ્તારોમાં કુલ ૫૧ કરોડ મતદારો હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (ખાસ સુધારણા કાર્યક્રમ) પૂર્ણ થયા બાદ નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ મતદાર યાદીમાં આશરે ૬.૦૮ કરોડ મતદાતાઓનો ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશની આખરી મતદાર યાદી જાહેર થવાની સાથે જ આ પ્રક્રિયાનો બીજો તબક્કો હવે પૂરો થયો છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, પુડુચેરી, આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ગોવાની અંતિમ યાદીઓ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે ૨૭ ઓક્ટોબરે આ પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે આ ૧૨ વિસ્તારોમાં કુલ ૫૧ કરોડ મતદારો હતા. SIR બાદ આ સંખ્યા ઘટીને ૪૪.૯૨ કરોડ થઈ ગઈ છે. એટલે કે કુલ ૬.૦૮ કરોડ નામો યાદીમાંથી ઓછા થયા છે. બાકીના ૧૭ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૦ કરોડ મતદારો માટે આ પ્રક્રિયા હવે પછી શરૂ થશે. શક્ય છે કે આ મહિનાની પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પછી તે હાથ ધરવામાં આવે. આસામમાં જીૈંઇ ને બદલે ‘સ્પેશિયલ રિવિઝન’ કરવામાં આવ્યું હતું જે ૧૦ ફેબ્રુઆરીએ પૂર્ણ થયું હતું. બિહારની જેમ જ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય પક્ષોએ આ પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે.

Related posts

Ai+ Smartphone એ 26 જૂનથી Nova 2 Pro અને Nova 2 Neo નું વેચાણ શરૂ કર્યું

Master Admin

વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો

Master Admin

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી

Master Admin

Leave a Comment

Translate »