સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આવા કેસોમાં સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા ઘડાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ જુલાઈ ૨૦૨૬ — “શાંતિપૂર્ણ અને કાયદેસર પ્રદર્શન બંધારણ દ્વારા સંરક્ષિત અધિકાર છે. ફક્ત આંદોલન થઈ રહ્યું હોય, તો આ કારણ આપીને પોલીસના દમનને યોગ્ય ઠેરવી શકાય નહીં.”
સોમવારે (૨૭ જુલાઈ) જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.
મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, જો પોલીસ તરફથી ક્યાંય પણ અત્યંત બળ પ્રયોગ કરાયો હોય, તો તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આ ફક્ત દિલ્હીનો મામલો નથી, પરંતુ સમગ્ર દેશમાં પ્રદર્શનના ઉકેલ માટે એક સમાન રાષ્ટ્રીય પ્રોટોકોલની જરૂર છે.
કોર્ટે કહ્યું કે, લોકશાહીમાં અનુશાસન આવશ્યક છે અને ફક્ત આંદોલન થવાનો મતલબ એ નથી કે પોલીસ લાઠીચાર્જ શરૂ કરી દે. જોકે, અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ સહિત દરેક વ્યક્તિનું જીવન અને સુરક્ષા સમાન રીતે મહત્વની છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે, આ મુદ્દા સાથે જોડાયેલી તમામ પેન્ડિંગ અરજીઓને એકસાથે સૂચિબદ્ધ કરવામાં આવે અને કેસની આગામી સુનાવણી આવતી કાલે એટલે કે ૨૮ જુલાઈએ થશે.
નોંધનીય છે કે, પરીક્ષા વ્યવસ્થામાં સુધારા, દ્ગઈઈ્ પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) ના નેતૃત્વમાં જંતર-મંતર પર ૨૦ જૂને વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો. ત્યારબાદ ૨૮ જૂને સોનમ વાંગચુક વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતર્યા અને જંતર-મંતર પર છ કાર્યકર્તાઓ સાથે ભૂખ હડતાળ પર બેસી ગયા. જે પછી ઝ્રત્નઁના આંદોલને રાષ્ટ્રીય સ્તરે જોર પકડ્યું હતું.
વિરોદ પ્રદર્શને વધુ જોર પકડતાં, દિલ્હી પોલીસ વાંગચુકને ૧૮ જુલાઈએ જંતર-મંતરથી હટાવીને સફદરજંગ હોસ્પિટલ લઈ ગઈ. જે પછી વિદ્યાર્થીઓ અને યુવાનોનો આક્રોશ વધુ વધી ગયો હતો. આ દરમિયાન ૨૦ જુલાઈએ સંસદ તરફ વધી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલી અત્યંત કડક કાર્યવાહી એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. પોલીસના કથિત બળપ્રયોગ બાદ આ આંદોલને વધુ વેગ પકડ્યો. જે પછી સરકારે પ્રદર્શનકારીઓની મુખ્ય માંગોને સ્વીકારી અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. આ સાથે જ ઝ્રત્નઁએ આંદોલન ખતમ કર્યું હતું.
