Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ

સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો

પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ૧૧ એપ્રિલનો છે, જ્યારે પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા સંસદ પરિસરમાં પહોંચ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને હરિવંશ હાજર હતા. વડાપ્રધાન જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે એક પછી એક તમામ મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. જોકે, જ્યારે તેઓ રાહુલ ગાંધી પાસે પહોંચ્યા ત્યારે થોડી સેકન્ડો માટે ત્યાં રોકાઈ ગયા હતા. બંને નેતાઓ વચ્ચે કોઈ ગંભીર મુદ્દે ટૂંકી ચર્ચા થતી પણ વીડિયોમાં જોવા મળી રહી છે. રાજકીય પ્રતિસ્પર્ધી હોવા છતાં બંને વચ્ચેની આ સૌજન્ય મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, મહાન સમાજ સુધારક મહાત્મા ફૂલેની ૨૦૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું સમગ્ર જીવન સમાનતા, ન્યાય અને શિક્ષણના આદર્શો માટે સમર્પિત હતું. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ફૂલે મહિલાઓ અને સમાજના વંચિત વર્ગોના અધિકારો માટે લડત આપવામાં અગ્રેસર હતા. તેમના પ્રયાસોને કારણે જ શિક્ષણ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે, ફૂલેના વિચારો સામાજિક પ્રગતિની દિશામાં હંમેશા સૌનું માર્ગદર્શન કરતા રહેશે. ૧૧ એપ્રિલ ૧૮૨૭ના રોજ જન્મેલા મહાત્મા ફૂલેના માનમાં સંસદમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

તમામ રાજ્યો માટે ૫ કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ

Master Admin

ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી જોખમમાં

Master Admin

શ્રીનગરમાંથી ૨ પાકિસ્તાની સહિત ૫ આતંકીઓ ઝડપાયા

Master Admin

Leave a Comment

Translate »