Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ટિકિટ બાબતે શહેર ભાજપ પ્રમુખ ઉપર પથ્થરમારો

ચૂંટણી વચ્ચે બોટાદ કમલમ બન્યું યુદ્ધમેદાન!

કાર્યકર ઘાયલ થતા સમગ્ર મામલે પોલીસ તપાસમાં જોડાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
બોટાદ, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બબાલ સર્જાઈ છે. આ ઘટનામાં બોટાદ શહેર ભાજપના પ્રમુખ પર હુમલો થયો હોવાની વિગતો સામે આવી રહી છે. ચૂંટણી માટે ટિકિટ મામલે ભાજપના પૂર્વ આગેવાને બોલાચાલી બાદ બોટાદ શહેર ભાજપના પ્રમુખ પર પથ્થરમારો કર્યો હોવાની વાતો વહેતી થઈ છે, જેમાં એક કાર્યકરને ઈજાઓ પહોંચી છે. ત્યારે હાલ આ મામલે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વિગતે વાત કરીએ તો, હાલ ગુજરાતમાં ચારેય તરફ ચૂંટણીનો માહોલ છવાયો છે. આ વચ્ચે બોટાદમાં પણ રાજકીય રંગ હાલ લોહિયાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બોટાદ ચૂંટણી માટે પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણના દીકરીને ભાજપે ટિકિટ ન આપતા તેઓ બોટાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ બબાલ શરૂ કરી હતી, જેને આગળ જતા ગંભીર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી અને પથ્થરમારા સુધી પહોંચી ગયો છે.

ભાજપે દીકરીને ન આપતા પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણને ભાજપ કાર્યાલય ખાતે પહોંચી શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા સાથે બબાલ શરૂ કરી હતી. ટિકિટ મામલે પ્રથમ બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો. જોકે આ ઘટનામાં શહેર ભાજપ પ્રમુખનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમને બચાવવા વચ્ચે પડેલા એક અન્ય કાર્યકરને પગમાં ઈજા પહોંચી છે, ત્યારે હાલ આ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

સમગ્ર કિસ્સા સાથે બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેઓએ પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવું કિરીટ પાટીવાળાએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હજુ પણ એક મહિના સુધી ચાલનાર આ લોકશાહીના ઉત્સવમાં હજુ કેટલા લોહિયાળ જંગ સામે આવે એ જોવું રહ્યું!

Related posts

દિલ્હી-પંજાબ સહિત ૪ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક

Master Admin

યુપીમાં યોગી આદિત્યનાથ જ હશે ભાજપનો ચહેરો

Master Admin

નેક્સએજ કેપિટલ — પ્રભાત માટે પ્રશ્નોત્તરી

Reporter1

Leave a Comment

Translate »