Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

શીલજ સર્કલ પાસેથી ૮.૫૭ લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે આ જથ્થાની કિંમત અંદાજે ૮,૫૭,૦૦૦ આંકવામાં આવી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાના વધતા જતા દૂષણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે શીલજ સર્કલ પાસેથી લાખોની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરી છે.

ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ની ટીમે શીલજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા યશ ચૌહાણ અને નીરજ પટેલની ઝડપી પાડીને તપાસ કરતા તેમની પાસેથી ૨૪૫ ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ૮,૫૭,૦૦૦ આંકવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નશાના કારોબારમાં કેનીલ પટેલ નામનો અન્ય એક ડ્રગ્સ સપ્લાયર પણ સંડોવાયેલો છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી ૧૨.૫૦ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે ચાર પેડલર પકડાયા

Master Admin

રોટરી સ્કાયલાઇન જ્યુપિટર દ્વારા 1,000થી વધુ રોપાઓનું વાવેતર; આ રોટરી વર્ષ માં 10,000+ રોપાઓ વાવવાનો સંકલ્પ

Master Admin

AMCએ પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્‌સ-કોમર્સ કોલેજને સીલ કરી

Master Admin

Leave a Comment

Translate »