Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

કેસર કેરીની ૧૭૫૩૩ બોક્સની મબલખ આવક

ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં

૧૦ કિલો બોક્સના ભાવ ૩થી ૪ હજાર સુધી સ્થિર; છૂટક બજારમાં પ્રતિ કિલો ૧૭૦ના ભાવે વેચાણ

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સીઝનની શરૂઆતમાં જ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ૧૭,૫૩૩ બોક્સ કેસર કેરીની મબલખ આવક નોંધાઈ હતી. બજારમાં રસીલા ફળની આવક વધતા યાર્ડમાં કેરીની ખરીદી જોવા મળી રહી છે.માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ યાર્ડમાં ૧૦ કિલો કેસર કેરીના બોક્સ દીઠ ૩,૦૦૦થી ૪,૦૦૦ સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, મધ્ય એપ્રિલથી સૌરાષ્ટ્રની કેસર કેરીની આવક પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ફૂલ બેસવાનો સમય આશાસ્પદ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ફેરફાર અને રોગચાળાની અસરને કારણે આ વર્ષે સરેરાશ પાક મળ્યો છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી બાદ જે ફૂલ આવ્યા તે ફળમાં પરિણમ્યા છે અને મે મહિનામાં સપ્લાય પૂરજોશમાં રહેશે. મે મહિનાના મધ્યથી જૂનની શરૂઆત સુધી ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પાક ઓછો હોવા છતાં સમગ્ર સીઝન સારી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વેપારીઓ નિકાસ ગુણવત્તાની પ્રીમિયમ ગ્રેડની કેરી વેચી રહ્યા છે, જે તેના કેસરી રંગ અને મધ જેવી મીઠાશ માટે જાણીતી છે.

Related posts

HCLTechએ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર સાથે ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી

Reporter1

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો

Master Admin

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ કરાઇ

Master Admin

Leave a Comment

Translate »