Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

લીંબડીમાં ઝેરોક્ષ મશીનથી ૫૦૦ની નકલી નોટો છાપનાર ત્રણ ઝડપાયા

પોલીસે ગુનો નોંધ્યો

૩૦ લાખના દેવામાં ડૂબેલા વેપારીએ મિત્રોની મદદથી નકલી નોટો છાપવાનો પ્લાન બનાવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — શહેરમાં નકલી ચલણી નોટો બનાવવાના રેકેટનો પર્દાફાશ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાપુનગરમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ૫૦૦ની ૧૩૩ નકલી નોટો, પ્રિન્ટ કરેલી શીટ્‌સ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ નોટો લિંબડી ખાતે ઝેરોક્સ મશીન દ્વારા છાપવામાં આવી હતી.પોલીસને બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં નકલી નોટો કાપવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ માહિતીના આધારે દરોડો પાડીને ભાવેશ મકવાણા, અનિલ અશ્વાર અને જીતેન્દ્ર પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા હતા.પૂછપરછ દરમિયાન ખુલ્યું કે અનિલ મોરબીમાં સિરામિકનો વેપાર કરતો હતો, પરંતુ ધંધામાં નુકસાન થતા તેના પર ૩૦ લાખનું દેવું થઈ ગયું હતું. બાદમાં તેણે પોતાના મિત્રો સાથે મળીને નકલી નોટો છાપવાનો પ્લાન બનાવ્યો હતો. ભાવેશે પોતાના ઓળખીત રાહુલ ઉર્ફે કાલિયાનો સંપર્ક કરાવ્યો હતો, જેણે લિંબડીમાં નોટો પ્રિન્ટ કરીને આપી હતી. પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.નોંધનીય છે કે ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતથી લાવવામાં આવેલી અંદાજે અઢી કરોડ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે સાત આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેમની તપાસમાં ચીન સુધીના કનેક્શન સામે આવ્યા હતા.

Related posts

સિંધી પ્રીમિયર લીગ – સીઝન 3 : નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

Master Admin

રાયખડમાં પોલીસે નશાકારક ગોળીઓનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું

Master Admin

ગુજરાતમાંથી જૈશના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

Reporter1

Leave a Comment

Translate »