Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessCity News

કીકોએ અમદાવાદના ફિનિક્સ પેલેડિયમ મોલમાં નવા સ્ટોરના લોન્ચ સાથે પોતાની રિટેલ હાજરીને મજબૂત બનાવી

અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — 120થી વધુ દેશોમાં છેલ્લા 65 વર્ષથી માતા-પિતાનો વિશ્વાસ જીતનાર ગ્લોબલ બેબી કેર બ્રાન્ડ કીકો એ પશ્ચિમ ભારતમાં પોતાની રિટેલ હાજરીને વધુ વિસ્તૃત કરતાં અમદાવાદના ફિનિક્સ પેલેડિયમ મોલમાં નવો એક્સક્લુઝિવ બ્રાન્ડ સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન કીકો ના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે મુખ્ય શહેરી બજારોમાં પરિવારોને પોતાની સંપૂર્ણ બેબી અને પેરેન્ટિંગ ઈકોસિસ્ટમ વધુ નજીક લાવવા પ્રયત્નશીલ છે.

આ સ્ટોરને વિચારપૂર્વક એક આવકારજનક અને સુવિધાજનક સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જ્યાં માતા-પિતા બાળપણના દરેક પ્રારંભિક તબક્કા માટે કીકો ના સંપૂર્ણ સોલ્યુશન્સ સરળતાથી શોધી શકે. નવજાત શિશુઓ માટેની આવશ્યક વસ્તુઓથી લઈને ટોડલર્સ અને બાળકો માટેના પ્રોડક્ટ્સ સુધી, અહીં બેબી ક્લોથ્સ, બેબી ગિયર, (જેમકે સ્ટ્રોલર્સ, કાર સીટ્સ, બેબી કેરિયર ઇત્યાદિ), ફીડિંગ અને નર્સિંગ સોલ્યુશન્સ, બેબી કોસ્મેટિક્સ, ઓરલ કેર, રમકડાં તેમજ કોટ્સ અને ક્રિબ્સ જેવી વિવિધ કેટેગરીઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે.

કીકો ના બેબી કપડાંની રેન્જ આરામને પ્રાથમિકતા આપતા ડિઝાઇન પર આધારિત છે, સ્કિન-ફ્રેન્ડલી ફેબ્રિક્સ જે OEKO-Tex® સર્ટિફાઈડ પણ છે, અને પ્રેક્ટિકલ ફેબ્રિક્સ જે બાળકોને ઋતુઓના ફેરફાર દરમિયાન પણ આરામદાયક રહેતાં મુક્તપણે હરવાફરવા ની સુવિધા આપે છે. બેબી કોસ્મેટિક્સ રેન્જ કોમળ ફોર્મ્યુલેશન સાથે તૈયાર કરવામાં આવી છે, જે ફેનોક્સીએથેનોલ મુક્ત છે, ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે અને ખાસ કરીને બેબીની કોમળ ત્વચાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ફીડિંગ અને નર્સિંગ સોલ્યુશન્સ, જેમાં બ્રેસ્ટ પંપ, સ્ટેરિલાઈઝર્સ અને અન્ય એક્સેસરીઝનો સમાવેશ થાય છે, જે માતા અને બેબી બંને માટે ફીડિંગની પ્રક્રિયાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઓરલ કેર રેન્જમાં વય અનુસાર યોગ્ય ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ ઉપલબ્ધ છે, જે બાળકોમાં નાની ઉંમરથી જ સ્વસ્થ ઓરલ આદતો વિકસાવવામાં પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત, સૂધર્સ અને ટીથર્સની રેન્જ માતા અને બેબી માટે સંપૂર્ણ કાળજી પૂરી પાડે છે. ઓફરિંગને પૂર્ણતા આપતા રમકડાંનો વિશાળ સંગ્રહ છે, જે આનંદ અને શીખવાનું ઉત્તમ મિશ્રણ પ્રદાન કરે છે અને બાળકોના કોગ્નિટિવ, સેન્સરી અને મોટર ડેવલપમેન્ટને સપોર્ટ કરે છે. સાથે જ, કોટ્સ, ક્રિબ્સ, બાઉન્સર્સ અને હાઈચેયર્સ પણ છે જે સલામતી, આરામ અને સારી ઊંઘને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

આગામી લોન્ચ વિશે વાત કરતાં આર્ટસાના ઇન્ડિયાના સીઇઓ શ્રી રાજેશ વોહરાએ જણાવ્યું હતું કે, “અમદાવાદ એક અદ્ભુત શહેર છે અને અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે, જ્યાં ઘણા યુવા માતા-પિતા તેમના બાળકો માટે પસંદ કરેલા પ્રોડક્ટ્સમાં ગુણવત્તા, વિશ્વાસ અને લાંબા ગાળાની વિશ્વસનીયતાને મહત્વ આપે છે. ફિનિક્સ પેલેડિયમ મોલમાં આ નવા સ્ટોર સાથે, અમે માતા-પિતાને એવી એક સ્પેસ આપવા માંગીએ છીએ જ્યાં તેઓ શાંતિથી સમય લઈને પોતાના બાળક માટે શું બેસ્ટ છે તે સમજી શકે અને દરેક પસંદગીમાં આત્મવિશ્વાસ અનુભવી શકે. દાયકાઓથી વિશ્વભરના માતા-પિતાએ કીકો પર વિશ્વાસ મૂક્યો છે અને અમે ભારતમાં અમારા વિસ્તરણ સાથે અમદાવાદના પરિવારો સાથે પણ એ જ વિશ્વાસભર્યો સંબંધ બાંધવાની આશા રાખીએ છીએ

અમદાવાદના ફિનિક્સ પેલેડિયમ મોલમાં આવેલો કીકો સ્ટોર માતા-પિતાને એક જ સ્થળે કીકો ના સંપૂર્ણ પ્રોડક્ટ રેન્જનો અનુભવ કરવાની સાથે વિચારપૂર્વક અને વિશ્વસનીય બેબી કેર માટેનો તેનો અભિગમ સમજવા માટે એક સમર્પિત સ્થળ પ્રદાન કરે છે.

સ્ટોરનું સરનામું:
કીકો સ્ટોર,
ટી-30, ત્રીજો માળ, પેલેડિયમ મોલ,
સરખેજ – ગાંધીનગર હાઈવે, થલતેજ,
અમદાવાદ, ગુજરાત 380059

Related posts

રોટરી ક્લબ અસ્મિતા અને શત્તાયુ આયુર્વેદ દ્વારા સાંધાના દુખાવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન

Master Admin

Toyota Kirloskar Motor & TKM-Employees Union Reaffirm Commitment to Further Strengthen Competitiveness, Holistic Employee Wellbeing and Promote Mutual Respect

Reporter1

Rajhans Group Celebrates Milestone at Rajhans Evana as Sachin Tendulkar Honours First 10 Owners and Channel Partners

Reporter1

Leave a Comment

Translate »