અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — સોનાની ખરીદી માટે અત્યંત શુભ ગણાતા ‘અક્ષય તૃતીયા’ ના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ‘ઇન્દ્રિયા’ અને ‘ફેબજ્વેલ્સ’ દ્વારા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના સ્ટોરમાં ગ્રાહકોને મળશે એક્સક્લુઝિવ ઓફર્સ.
આ સ્ટોરનું સંચાલન પીરગલ ગ્રુપ (સુમન પીરગલ, અમન અને આકાશ પીરગલ) તથા સંઘવી રિયાલ્ટી (મહેશ સંઘવી અને સિદ્ધાર્થ સંઘવી) પરિવારના કુશળ મેનેજમેન્ટ હેઠળ કરવામાં આવશે. આ બંને પ્રતિષ્ઠિત પરિવારોના માર્ગદર્શનમાં ગ્રાહકોને જ્વેલરી ખરીદીનો એક અનોખો અને એક્સક્લુઝિવ અનુભવ પ્રાપ્ત થશે.
આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી ગણપતરાજ ચૌધરી (જીતો એપેક્સ એડવાઈઝરી કમિટી મેમ્બર), સન્માનનીય અતિથિ શ્રી હિમાંશુ શાહ (વાઈસ ચેરમેન- જીતો એપેક્સ) અને વિશેષ અતિથિ શ્રીમતી અનુજા શાહ (ચેરપર્સન, જીતો લેડીઝ વિંગ, અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીતો અમદાવાદ ચેપ્ટરના સભ્યો, જીતો લેડીઝ વિંગના સભ્યો સહિત અમદાવાદની અગ્રણી મહિલાઓ અને સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શોભા વધારી હતી.
આ ઉદ્ઘાટન પ્રસંગે સુમન પીરગલ એ જણાવ્યું હતું કે, “સેટેલાઇટ વિસ્તારમાં આવેલ ઈંદ્રિયા ભારતનો પાંચમો સૌથી મોટો સ્ટોર છે, જે આશરે 15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. આ વિશાળ સ્ટોરમાં ગ્રાહકોને એક્સક્લુઝિવ ડિઝાઇન સાથે પોલકી અને ડાયમંડ જવેલરીના વિશિષ્ટ કલેકશન મળી રહે છે, જે દરેક વયના લોકોની પસંદગી અને સ્ટાઈલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને, જાણીતા ડિઝાઇનર અમિત અગ્રવાલના તમામ કલેકશન અહીં લોન્ચ કરવામાં આવ્યા છે, જે સ્ટોરને વધુ વિશેષ બનાવે છે. અક્ષય તૃતીયા નિમિત્તે અમે ગ્રાહકો માટે ખાસ એક્સક્લુઝિવ ઓફર્સ રજૂ કરી રહ્યા છીએ, જેમાં વર્લ્ડ ક્લાસ જવેલરી કલેકશન ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, અમે અમારી વેબસાઈટ દ્વારા કસ્ટમાઈઝડ જવેલરીની સુવિધા પણ પ્રદાન કરીએ છીએ, જેથી દરેક ગ્રાહક પોતાની પસંદ મુજબ અનોખું અને વ્યક્તિગત ડિઝાઇન બનાવી શકે.”
મહેશ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આજે અમે જ્વેલરી બિઝનેસમાં એક નવી શરૂઆત કરી રહ્યા છીએ, જે અમારા માટે ગૌરવની ક્ષણ છે. બિરલા ગ્રુપ સાથે સંકળાયેલા હોવાના કારણે આ અવસર વધુ વિશેષ બની જાય છે. આજનો દિવસ ખૂબ જ શુભ છે અને આગામી દિવસોમાં આવનાર અક્ષય તૃતીયા આપણા સંસ્કૃતિ અને સમાજ માટે અત્યંત મહત્વનો અને પવિત્ર તહેવાર છે.
ઈંદ્રિયા દ્વારા અમે ગ્રાહકો માટે એવા વિશિષ્ટ કલેક્શન રજૂ કર્યા છે, જે ભારતભરમાં ભાગ્યે જ જોવા મળે છે. હાલ આ સ્ટોર ભારતનો પાંચમો સૌથી મોટો સ્ટોર છે, પરંતુ અમારૂ વિઝન તેને દેશ અને વૈશ્વિક સ્તરે નંબર વન પર પહોંચાડવાનું છે. ગ્રાહકો માટે અમે આકર્ષક અને સ્પર્ધાત્મક દરે શ્રેષ્ઠ કલેક્શન સાથે શાનદાર ઓફર્સ પણ રજૂ કરી રહ્યા છીએ, જેના દ્વારા તેઓ સરળતાથી પોતાના ઘરેણાં અપગ્રેડ અથવા બદલાવી શકે.”
અક્ષય તૃતીયા નિમિત્તે વિશેષ ઓફર્સ: અક્ષય તૃતીયાના દિવસે સોનું કે ચાંદી ખરીદવી એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ દિવસ અત્યંત મહત્વનો હોય છે. આ પર્વને વધુ યાદગાર બનાવવા માટે ‘ઇન્દ્રિયા’ સેટેલાઇટ સ્ટોર દ્વારા ખાસ ઓફર્સ જાહેર કરવામાં આવી છે:
• ૩૫% ની જંગી બચત: ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જ અને ડાયમંડ વેલ્યુ પર ૩૫% સુધીનું વળતર.
• ભાવ સુરક્ષા (Price Lock): માત્ર ૨૫% એડવાન્સ આપીને સોનાના ભાવ લોક કરવાની સુવિધા, જેથી વધતા ભાવ સામે રક્ષણ મળી શકે.

