Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainment

ગુજરાતી સિનેમાના ‘અણમોલ રત્નો’નું ગૌરવ: ‘ધબકારો એવોર્ડ્સ’ દ્વારા પડદા પાછળના કસબીઓનું વિશેષ સન્માન

અમદાવાદ, ગુજરાત | ૨૦મી એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે તેના ભવ્ય 94 વર્ષ પૂર્ણ કરી 95મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે એક અભિનવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ, ધ મુવિંગ મંચ, અને હરફનમૌલા ફિલ્મ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ‘ધબકારો એવોર્ડ્સ’ (DHABKAARO AWARDS) એ સિનેમાના એવા ‘અનસંગ હીરોઝ’ (Unsung Heroes) ને સમર્પિત હતા, જેમના પરસેવા અને મહેનતથી ફિલ્મ પડદા પર જીવંત બને છે.

​સામાન્ય રીતે એવોર્ડ શોમાં ગ્લેમર અને મુખ્ય કલાકારોની બોલબાલા હોય છે, પરંતુ ‘ધબકારો એવોર્ડ્સ’નો મુખ્ય હેતુ એવા કસબીઓને બિરદાવવાનો હતો જેમને અત્યાર સુધી કોઈ મંચ પર યોગ્ય ઓળખ કે સન્માન મળ્યું નથી. સ્પોટબોયથી લઈને ટેકનિશિયન સુધીના એવા અનેક કસબીઓ, જેમના વગર ફિલ્મનું નિર્માણ અશક્ય છે, તેમને આ મંચ પર ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.

​આ પ્રસંગે ગુજરાતી સિનેમાના ખ્યાતનામ કલાકારો અને દિગ્દર્શકોએ ખાસ હાજરી આપી પડદા પાછળના આ સાચા હીરોઝનો ઉત્સાહ વધાર્યો હતો.

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિગ્દર્શક ​અભિષેક શાહ એ જણાવ્યું કે ​આ એવોર્ડ ફંક્શન કરવાનો વિચાર આવ્યો એનું એક ખાસ કારણ છે ધબકારો ફિલ્મનો એક મુખ્ય તાર માફી માંગવી છે આપણે કોઈ ફિલ્મ બનાવીએ છીએ અને ફિલ્મને એવોર્ડ મળે છે તો બહુ બધા લોકો ખુશ થાય છે પણ નામ કેટલાક લોકોના જ થાય છે જેમકે પ્રોડ્યુસર, દિગ્દર્શs, કલાકારો સહકલાકારો પણ આપણે એવા લોકો જે ફિલ્મમાં પોતાનું 100% આપે છે પોતાનો લોહી પરસેવો રેડે છે એમની આપણે વાત નથી કરતા આપડી ઇન્ડસ્ટ્રીઝના 94 વર્ષના ઇતિહાસમાં આપડે કેટ કેટલા લોકોને ભૂલી ગયા છીએ એટલે એવું થયું કે એકમંચ પર આ લોકો ને સોરી કહીએ અને બિરદાવીએ.

લોકપ્રિય અભિનેતા-દિગ્દર્શક ​દેવેન ભોજાણી સાથે વાત કરતા જણાવ્યું કે “હું વર્ષોથી ફિલ્મો અને નાટકો સાથે જોડાયેલો છું, પરંતુ પડદા પાછળના કલાકારોનું આ પ્રકારનું સન્માન જોઈને આજે આંતરિક આનંદ અનુભવી રહ્યો છું. આયોજકોનો આ વિચાર ખરેખર અભિનંદનને પાત્ર છે. તમામ કસબીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” ​​

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનો એક જ સૂર હતો કે, “આ માત્ર એક એવોર્ડ ફંક્શન નથી, પરંતુ એ દરેક વ્યક્તિની મહેનતને વંદન કરવાની એક સાચી કોશિશ છે જે પોતે અંધારામાં રહીને ગુજરાતી સિનેમાને રુપેરી પડદે જીવંત રાખે છે.”

​આ સમારોહ ગુજરાતી ફિલ્મ જગત માટે એક ઐતિહાસિક ક્ષણ સાબિત થયો છે, જેણે સાચા અર્થમાં ઇન્ડસ્ટ્રીના ‘ધબકારા’ સમાન કસબીઓને માન-સન્માન અપાવ્યું છે.

Related posts

‘ભાઈ તેરા સ્ટાર હૈ’નો ટ્રેલર રિલીઝ રાઘવ જુયાલ મોટા પડદા પર લઈને આવી રહ્યા છે કોમેડી અને ધમાલ

Reporter1

Working with Sooraj Sir has been nothing short of a Blessing” – Mohnish Bahl Sends Heartfelt Wishes to Bada Naam Karenge Team

Reporter1

‘ટિપ ટિપ’ની યાદો ફરી તાજી! અક્ષય કુમાર અને રવિના ટંડન ફરી એક જ ફિલ્મમાં

Master Admin

Leave a Comment

Translate »