Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

વી- ગાર્ડના અધ્યયનમાં લો વોલ્ટેજ એસી પાવર ઉપભોગ 50 ટકા સુધી કઈ રીતે વધારે છે તે બહાર આવ્યું

ભારત | ૨૦મી એપ્રિલ ૨૦૨૬ — ઊર્જાના વધતા ખર્ચ અને હવામાન અસ્થિરતાના યુગમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વીજની ગુણવત્તા અને ઊર્જા કાર્યક્ષમતા વચ્ચે છૂપા સહ-સંબંધ પર વ્યાખ્યાત્મક અધ્યયન જારી કરાયું છે. એનએબીએલ- એક્રેડિટેડ લેબોરેટરી દ્વારા પ્રમાણિત આ સંશોધન દર્શાવે છે કે સબ- ઓપ્ટિમલ વોલ્ટેજ હાર્ડવેર સામે ખતરો ઊભો કરવા સાથે 50 ટકા સુધી એર કંડિશનર વીજળી ઉપભોગ વધારીને વ્યાપક ‘‘એફિશિયન્સી ટેક્સ’’ તરીકે પણ કામ કરે છે.

અધ્યયનમાં ઉદ્યોગ અવ્વલ બ્રાન્ડ્સનાં ઘણાં બધાં 1.5 ટન એસીને આવરી લેવાયાં હતાં, જેમાં ગંભીર કામગીરી અંતર બહાર આવ્યું છે. ઈનપુટ વોલ્ટેજ 140V–180V ની રેન્જમાં આવે, જે ભારતીય પીક ઉનાળામાં સામાન્ય રીતે ઉદભવે છે ત્યારે કોમ્પ્રેશરની થર્મોડાયનેમિક કાર્યક્ષમતા સાથે બાંધછોડ થાય છે. આથી એર કંડિશનરને તે જ કૂલિંગ આઉટપુટ હાંસલ કરવા માટે નોંધપાત્ર રીતે લાંબી મુદત સુધી સંચાલન કરવાની ફરજ પડે છે, જેનાથી વીજ ઉપભોગ નોંધપાત્ર રીતે વધે છે.

“‘સ્ટેબિલાઈઝર મુક્ત’ એપ્લાયન્સીસ સંબંધમાં સૈદ્ધાંતિક ગેરસમજૂતી છે,’’ એમ વી- ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર મિથુન કે ચિત્તિલાપિલ્લીએ જણાવ્યું હતું. “આધુનિક એસી વોલ્ટેજમાં વધઘટને પહોંચી વળવા માટે તૈયાર કરાયાં છે ત્યારે તે તેમની હેઠળ પીક કાર્યક્ષમતા જાળવવા માટે ઓપ્ટિમાઈઝ્ડ નથી. અમારા સંશોધનમાં સિદ્ધ થયું છે કે સમર્પિત સ્ટેબિલાઈઝર પર એસી ચલાવવું ફક્ત રક્ષણની બાબત નથી, પરંતુ તે ઊર્જા બચત વ્યૂહરચના છે, જે એસી વીજળીનાં બિલો અડધાથી ઓછાં કરી શકે છે.’’

લો વોલ્ટેજ તમારા ખિસ્સા પર બોજ કઈ રીતે બને છે

વી-ગાર્ડનું અધ્યયન નબળી વીજની ગુણવત્તા તમારાં બિલો કેમ વધારે છે તે જ સમજાવે છેઃ

  • સ્મો- મોશન” કૂલિંગ ટ્રેપ: Wવોલ્ટેજ લો હોય ત્યારે એસી કોમ્પ્રેશર તેની સંપૂર્ણ શક્તિથી કામ કરી નહીં શકે. તેમાં રેફ્રિજરન્ટ ગેસ સંપૂર્ણ ગતિથી પંપ કરવા માટે પૂરતી વિદ્યુત ઊર્જાનો અભાવ હોય છે. આથી તે રૂમમાં ઠંડક કરવા વધુ લાંબો સમય લે છે, જે અમુક વાર સ્થિર પાવર પર તે ઝડપથી પૂર્ણ કરી શકે એ જ કામ કરવા માટે વધુ સમય પણ લઈ શકે છે.
  • 50 ટકા વીજળી બિલની પેનલ્ટી: તે વધારાનો ચલાવવાનો સમય તમારા વીજળીના માટર પર સીધો ઉમેરો કરે છે. એસી લો વોલ્ટેજ પર ચાલે તો તમારા સ્થાપિત ટેમ્પરેચર પર પહોંચવા માટે બેથી ત્રણ ગણો વધુ લાંબો સમય લઈ શકે છે અને દરેક વધારાની મિનિટ તમારા ખિસ્સા પર ખર્ચ વધારે છે. આ બિનકાર્યક્ષમતા તમારું માસિક એસી બિલ 50 ટકા સુધી વધારી શકે છે.
  • ખર્ચાળ એપ્લાયન્સ માટે મૂક હાનિ: લો વોલ્ટેજ સામે સંઘર્ષ એસી કોમ્પ્રેશરની અંદર અતિ ગરમી ઊપજાવે છે, જે સમારકામ અથવા ફેરબદલી કરવા માટે સૌથી મોંઘું કમ્પોનન્ટ છે. સમયાંતરે તે અંદરથી યંત્રમાં બગાડ કરીને સર્વિસિંગની જરૂર પૂર્વે જ તેનું આયુષ્ય ઓછું કરે છે.

આધુનિક પરિવારો માટે વીજની ગુણવત્તાની નવી વ્યાખ્યા

આ સિસ્ટમિક ગ્રિડ પડકારોને પહોંચી વળવા માટે વી-ગાર્ડનાં VWR 400 Plus અને VWI 400 સહિત હાઈ- પરફોર્મન્સ સ્ટેબિલાઈઝરો ગ્રિડ અને એપ્લાયન્સ વચ્ચે ઈન્ટેલિજન્ટ ઈન્ટરફેસ તરીકે કામ કરવા ઘડવામાં આવ્યાં છે. અસ્થિર પાવર ફિલ્ટર કરીને અને એકધારી વોલ્ટેજ રૂપરેખા પ્રદાન કરીને આ સિસ્ટમ નિમ્નલિખિતની ખાતરી રાખે છેઃ

  1. ઓછાં બિલઃ તમે યંત્રને વધુ ઝડપી અને સ્માર્ટ રીતે પરંતુ સખત રીતે નહીં, કામ કરવામાં મદદ કરીને તમારા એસીના વીજળી ખર્ચ પર 5 ટકા સુધી બચત કરી શકો છો.
  1. ઝડપી કમ્ફર્ટ: તમારો રૂમ સ્થાનિક પાવર ગ્રિડ સંઘર્ષ કરતી હોય ત્યારે પણ સૌથી ગરમ દિવસોમાં પણ અત્યંત ઝડપથી ઠંડો થાય છે.
  2. વિસ્તારિત એપ્લાયન્સનું આયુષ્યઃ  લો વોલ્ટેજનો ‘‘સંઘર્ષ’’ નિવારીને તમે એસીને બર્નઆઉટથી બચાવી શકો છો, જે વર્ષો સુધી ટકવાની ખાતરી રહે છે.

ઊર્જા કાર્યક્ષમતા સક્ષમ જીવનનો મુખ્ય પાયો બની છે ત્યારે વી-ગાર્ડનાં તારણો સૂચવે છે કે નમ્ર વોલ્ટેજ સ્ટેબિલાઈઝર હવે પેરિફેરલ એસેસરી નથી, પરંતુ આર્થિક અને સંચાલન કાર્યક્ષમતા માટે મહત્ત્વપૂર્ણ ટૂલ છે.

Related posts

Gujarat Natural Resources Limited Rs. 48.15 crore Rights Issue to open on December 12

Reporter1

Toyota Kirloskar Motor Unveils Exclusive ‘Prestige Package’ for the Urban Cruiser Hyryder

Reporter1

Samsung India Launches Sound Tower Featuring Powerful Sound, Customizable Lighting, and Extended Playtime in a Portable Design

Master Admin

Leave a Comment

Translate »