Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આજે ‘ત્રણ રમુજી ટુચકા…’ ભારતીય અને વૈશ્વિક રાજકારણ ની દ્રષ્ટિ થી જોશો…!!!

“અનંતનો નિર્મલાનંદ-૭૬”
અનંત દવે ‘ઢ ’ (અમદાવાદ)

email : daveanant748@gmail.com

હાલના રાજકારણ ને જોતા… આપણા જુના પ્રખ્યાત હાસ્ય લેખકો અને હાસ્ય કલાકારો પાસે થી મળેલી આ ત્રણ રમુજી વાતો… કે…. જોક્સ બંધબેસે છે…!!!
એટલે… આપને પહેલા આજનો રાજકીય માહોલ સમજાવીશ પછી.. તેને આધારિત બંધબેસતી રમુજી વાત જણાવીશ…

‘રાજકીય વાર્તા – નંબર : ૧’
=====================
હાલ નરેન્દ્રભાઈ મોદી ના આવ્યા પછી દેશ નો વિકાસ છેલ્લા બાર વર્ષ થી જોઇએ છીએ તો…તે કોઈ એવી ઝડપથી થઈ રહ્યો છે… કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ…!!!
એનો અર્થ એવો નથી કે… પહેલા ના સત્તાધિશો એ કોઈ પ્રયત્ન નથી કર્યો….!!???… એવું નથી…???
પણ આગલા કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષો ના શાસનકાળ દરમિયાન વિકાસ ની સરખામણી માં દિશા, દ્રષ્ટિ અને ઝડપ માં કોઇ ઓર મઝા નો અહેસાસ આજે થાય છે…!!!
વિશ્વ સ્તરે અન્ય દેશો સાથે સંબંધો માં આપણી દિર્ઘદ્રષ્ટી થી આવેલી મજબુતી સૌની નજર સમક્ષ છે…!!!
છતાંય ન કલ્પેલા…. કે ના વિચારેલા… લીધેલા ઐતિહાસીક… અભૂતપૂર્વ નિર્ણયો માં નરેન્દ્રભાઈ મોદી નો બસ વિરોધ કરવો… વાંધાવચકા કાઢવા… આવડત હોય નહીં અને એમ કહેતા ફરે કે… આમ નહીં ને આમ કર્યું હોત.. તો વધારે સારું થાત…!!!!
નમો ને ટીવી પર પત્રકાર ચર્ચાઓ ની પરિષદ મા બેસી કે સમાચાર ચેનલો પર ચર્ચા કરી… રાડો પાડી પાડી ને … એમાં પણ વણમાગ્યા નિરર્થક સલાહ સુચન આપવા ઠાવકા થઈ ને બેસી જતા જોવા મળે છે…!!!
જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે મહાન હાસ્ય કલાકાર શ્રી સુરેન્દ્ર શર્મા ની એક રમુજી વાત યાદ આવી જાય… જે આવા માહોલ માં એકદમ બંધબેસતી છે…!!!

ઊપર ની વાત પરથી રમુજી વાત નં – ૧
એક શિક્ષક જાહેરમાં બધા વચ્ચે શેખી મારતો હતો..!!
જો આ મહાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની રિલાયન્સ નો બધો વહીવટ મને જો.. આજે સોંપી દે… તો… તરતજ તેના હાલના ધંધામાં હું વધારો કરી આપું…!!!???.. બોલો…!!!
એ સમયે ત્યાં ઉભેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા…!!!
અને…
ત્યાં ઉભેલા બધા એક સાથે એ શિક્ષક નો જવાબ જાણવાની આતુરતા થી પુછ્યુ…
“એ… તમે કેવી રીતે કરી શકો..??”
પેલા શિક્ષકે… પોતાની મૂછો પર તાવ દેતા અભિમાન થી તરત જ જવાબ આપ્યો…!!!
“હું સાંજ પડે આ કામની સાથે ચાર ટ્યુશન તો કરી લઉં… એટલે રિલાયન્સ ની આવક વધી ના જાય…!!!???”
“એ અંબાણી થોડા કરી શકવાના…???”
રાજકીય વાત નંબર ૨
આપ સૌ જાણતા હશો કે…. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાલમાં તેમના પશ્ચિમ બંગાળ ના પ્રવાસ દરમ્યાન ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્રારા ખરાબ રીતે અપમાનિત કરવામાં આવ્યા…
તેમના સ્વાગત નો પ્રોટોકોલ ન સાચવ્યો…
જાહેરસભા ની મંજુરી ના આપી…
એ તો ઠીક…
પાછું પોતાના રાજકીય મંચ પરથી આપણા દેશના સર્વોપરી સ્થાન પર બિરાજમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ને જાહેરમાં નિર્લજતા થી સંભળાવી દીધું..
“હું પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી છું.. મારી પાસે રાષ્ટ્રપતિ માટે ફાળવવા નો એવો ફાજલ સમય નથી….!!!”
“કેવું કહેવાય…!!!”
ભારતના વડાપ્રધાન ને પણ અપશબ્દો થી નવાજતા ખચકાતા નથી…
ઊપર ની આ વાત પરથી મને યાદ આવેલ રમુજી વાત નં – ૨
=====================
એકવાર એક દરિયાઈ જાહજ માં રશિયા – અમેરિકા અને ભારતના રાષ્ટ્રપતિઓ પ્રવાસ દરમ્યાન સમય પસાર કરવા પોતાના લટાર મારતા મારતા સાથે ચર્ચા કરતા હતા…
તેવામાં રશિયા ના રાષ્ટ્રપતિ ને બધા પર પોતાનો વટ પાડવા… પોતાની મોંઘા ભાવની કાંડા ઘડિયાળ દરિયા માં ફેંકી દીધી…!!! પછી …આદેશ માટે તાલીયો પાડી… પોતાના શુરવીર કમાન્ડો ને બોલાવી આદેશ કર્યો…
“જુઓ મારી મોંઘા ભાવની કાંડા ઘડિયાળ.. દરિયામાં પડી ગઈ છે…તેને દરિયામાંથી લાવી આપો…”
ઓર્ડર મળતા… તરતજ રશિયાના કમાન્ડો દરિયા ના પાણીમાં કુદી પડ્યા… અને માત્ર દસ જ મીનીટમાં… શુરવીર કમાન્ડો એ દરિયા ના તળિયામાંથી…. પોતાના રાષ્ટ્રપતિ ની કાંડા ઘડિયાળ કાઢી આપી..!!!
અને રશિયા ના રાષ્ટ્રપતિ અમેરિકા અને ભારતના રાષ્ટ્રપતિ પર પોતાનો વટ પાડતા હોય તેમ બોલ્યા…
“જીીી ંરી ઙ્ઘટ્ઠિૈહખ્ત (હિંમ્મત)ર્ ક દ્બઅ ર્ીઙ્મી…!!!”
આ જોઇ ને અમેરિકા ના રાષ્ટ્રપતિ એ પણ ભારતના અને રશિયા ના રાષ્ટ્રપતિ પર પોતાનો રુઆબ બતાવવા… પોતાની મોંઘીદાટ કાંડા ઘડિયાળ દરિયા માં ફેંકી દીધી…!!! પછી …આદેશ માટે તાલીયો પાડી… પોતાના અમેરિકન શુરવીર કમાન્ડો ને બોલાવી આદેશ કર્યો…
“જુઓ મારી મોંઘા ભાવની કાંડા ઘડિયાળ.. દરિયામાં પડી ગઈ છે…તેને દરિયામાંથી લાવી આપો…”
ઓર્ડર મળતા… તરતજ અમેરિકાના કમાન્ડો દરિયા ના ઉંડા પાણીમાં કુદી પડ્યા… અને માત્ર પાંચ જ મીનીટમાં… શુરવીર કમાન્ડો એ દરિયા ના તળિયામાંથી…. પોતાના અમેરિકન રાષ્ટ્રપતિ ની કાંડા ઘડિયાળ કાઢી આપી..!!!
અને હવે…. અમેરિકા ના રાષ્ટ્રપતિ…. રશિયા અને ભારતના રાષ્ટ્રપતિ પર પોતાનો વટ પાડતા હોય તેમ એ પણ ગર્વભેર બોલ્યા…
“જીીી ંરી ઙ્ઘટ્ઠિૈહખ્ત (હિંમ્મત) ર્ ક દ્બઅ ર્ીઙ્મી…!!!”
હવે ભારતના રાષ્ટ્રપતિ થી પણ કેમ રહેવાય….!!!
એમણે પણ … પોતાની કિંમતી ઘડિયાળ ઘુઘવાતા દરિયાના પાણીમાં ફેંકી… તાલીયો પાડી…. ભારતીય કમાન્ડો ને બોલાવી… દરિયાના પાણીમાં પડી પોતાની કાંડા ઘડિયાળ કાઢી આપવા આદેશ કર્યો….!!!
હવે.. ભારતીય કમાન્ડો એ.. પહેલા આશ્ચર્યચકિત થઈ દરિયા ના પાણીમાં જોયું…!!!
પછી…વિચિત્ર રીતે રાષ્ટ્રપતિ તરફ જોયું….!!!
આવું..બે વાર કર્યું….!!! પછી તોછડાઇ થી રાષ્ટ્રપતિ ને જવાબ આપ્યો…!!!
“જા… જા….. તારા ના (પિતાજીના) નોકર નથી… હોં…!!!???”
(અહીં ભાષા મર્યાદા જાળવવા… શબ્દો બદલ્યા છે..)
પછી.. ભારતના રાષ્ટ્રપતિ એ અમેરિકન અને રશિયન રાષ્ટ્રપતિઓ ને … પોતાના કમાન્ડો તરફ હાથ કરી બોલ્યા…
“ર્દ્ગંઉ… ર્રૂેંં… જીઈઈ ્‌ૐઈ ડ્ઢછઇૈંદ્ગય્ (હિંમ્મત)ર્ ંહ્લ સ્રૂ ઁર્ઈંઁન્ઈ…!!!”
(રાષ્ટ્રપતિ ને પણ જેમ ફાવે તેમ બોલી જાય…)
‘રાજકીય વાર્તા – નંબર : ૩’
હાલમાં લગભગ ચાર વર્ષ થી ચાલતા યુક્રેન અને રશિયા વચ્ચે ના યુદ્ધ ની વિષે છે….!!!
જે યુદ્ધ હવે કોઇનાથી રોકાઇ શકે તેમ નથી…!!! તે દુનિયા સમજે છે….
આના ઉપરથી એક જુનો રમુજી કટાક્ષ યાદ આવી ગયો…
’રમુજી વાત નંબર : ૩’
પહેલા ના ઝમાના માં સરમુખત્યારશાહી રાજા તેના ચુસ્ત અનુયાયી અને વફાદાર ને શોધી… હંમેશા પોતાની સત્તા ની કમાન સોંપતા આવ્યા છે….
એવા એક સરમુખત્યાર શાહી રાજા એ પોતાના અનુયાયી ને પોતાના સિંહાસન પર બેસાડી…. મહેલના એક ગુપ્ત ખંડમાં રહેલ તિજોરી બતાવતા કહ્યું…
આ તિજોરી માં બે કવર પડેલા છે અને તેને નંબર આપેલા છે… જ્યારે તને સત્તા સંભાળવામા તકલીફ પડે ત્યારે… પહેલા નંબર નું કવર ખોલી… તેમાં મેં જે સુચન કરેલા છે તે પ્રમાણે કરીશ… તો સત્તા સંભાળવી પાછી સરળ બની જશે….!!! અને ફરી સત્તા ના સુત્રો ના સંભાળી શકવાની પરિસ્થિતિ ઉભી થાય… ત્યારે તિજોરી મા મુકેલ બીજા કવર ને ખોલી તેમાં દર્શાવેલ સુચનો અનુસરવા….!!!
એમ કહી રાજા નવા રાજા ને સત્તા ના સુત્રો સોંપી ત્યાથી તેણે વિદાય લીધી…
નવા રાજા થી.. ચાર પાંચ વર્ષ સત્તા પર રહી સત્તા સારી રીતે સંભાળી પછી…. દેશમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો…. રાજા એ બહુ પ્રયત્ન કર્યા છતાં… સત્તા સંભાળવામાં અસમર્થ રહ્યો….!!!
ત્યારે તેને ગુપ્ત તિજોરીમાં આગલા રાજા એ સોંપેલ પેલા બે કવરો યાદ આવ્યા….
એમાંનું એક નંબર નું કવર ખોલી.. તેમાં આગલા રાજા એ દર્શાવેલ સુચનો પ્રમાણે સત્તા માં ફેરફાર કર્યા.. અને દેશમાં બધું રાગે ચડી ગયું..!!
હવે બે ત્રણ વર્ષ સત્તા સંભાળ્યા બાદ.. દેશમાં ફરી પાછો વિદ્રોહ ફાટી નીકળ્યો…. રાજા એ …. ખૂબ જ પ્રયત્ન કર્યા છતાં સત્તા કાબુમાં ન કરી શક્યો….!!!
રાજાને ફરી ગુપ્ત ખંડમાં રાખેલ તિજોરી નું બીજું કવર યાદ આવ્યું….
રાજા એ તિજોરી ખોલી… બે નંબર લખેલ કવર ખોલ્યું…તો…એમાં આદેશ લખેલ હતો….
“હવે… બીજા બે કવર તૈયાર કરી નાખો…!!!”
કઇ વાર્તા વધુ ગમી તે આ અનંત દવે ’ઢ’ જણાવશો…

Related posts

મગજને અને યાદશક્તિને હેલ્ધી રાખવા માટે વિશેષ પોષક ઔષધો.

Master Admin

Toyota Kirloskar Motor Reaffirms its Commitment to Environmental Sustainability on the World Environment Health Day 2024

Reporter1

અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર – યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી – નીતિઓ,ઓળખ અને રોષઃ ટ્રમ્પ યુગમાં અમેરિકન રાજકારણનું બદલાતું સ્વરૂપ 

Master Admin

Leave a Comment

Translate »