Nirmal Metro Gujarati News
Uncategorized

લેમન એ તેના યુઝર્સ માટે ઝીરો-કમિશન મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરી ને સેવાઓનું વિસ્તરણ કર્યું

પીપલકોની નવીનતમ ઓફર, લેમને નવા રોકાણકારોને તેમના રોકાણમાં વૈવિધ્ય લાવવામાં મદદ કરવા માટે એપ પર મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવા શરૂ કરી છે એક વ્યાપક વેલ્થટેક પ્લેયર તરીકે વિકસિત થવાના કંપનીના ધ્યેય તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

યુઝર્સ લેમન પર મ્યુચ્યુઅલ ફંડમાં સીધું અને કમિશનમુક્ત રોકાણ કરી શકે છે અને  ઓછામાં ઓછા 100 જેટલા રૂપિયાથી શરૂઆત કરી શકે છે. તેઓ પોર્ટફોલિયો આયાત સુવિધાનો ઉપયોગ કરીને થર્ડપાર્ટી એપ્લિકેશન્સ પર કરેલા તેમના રોકાણને પણ ટ્રૅક કરી શકે છેએપ 40 થી વધુ ફંડ હાઉસની સ્કીમ ઓફર કરે છે, જેમાં મુખ્ય AMC જેમ કે એચડીએફસી, એસબીઆઈ, એક્સિસનો સમાવેશ થાય છે.

જાહેરાત પર બોલતા, લેમનના બિઝનેસ હેડ, દેવમ સરદાનાએ જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય પ્રથમ વખત રોકાણ કરનારાઓને રોકાણના લેન્ડસ્કેપની ઊંડી સમજ મેળવવા માટે સશક્ત બનાવવાનો છેઆમ, લેમન પર મ્યુચ્યુઅલ ફંડ્સનો પરિચય અમારા માટે એક નેચરલ સ્ટેપ છેભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો ઝડપી વિકાસ, યુએસ, જાપાન અને ચીન જેવા દેશોને પાછળ છોડીને સ્પષ્ટ અને વધતી માંગને રેખાંકિત કરે છેસરળ, પારદર્શક અને એફોર્ડબલ પ્રોડક્ટ્સ ઓફર કરીને માંગને વધુ વધારી શકાય છે.”

માત્ર એક અઠવાડિયા પહેલા, પ્લેટફોર્મે ઇક્વિટી રોકાણકારો માટે શૂન્ય ટ્રેડિંગ બ્રોકરેજ સાથે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ રજૂ કર્યું હતુંલેમન એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન છે, જે ભારત માટે વેલ્થ ટેક પ્રોડક્ટ્સ બનાવતી બ્રાન્ડ્સના હાઉસ પીપલકો દ્વારા ગયા મહિને લોન્ચ કરવામાં આવી હતીએપ્લિકેશન નવા રોકાણકારો અને અનુભવી રોકાણકારો માટે શોધવા માટે અને નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.

Related posts

દુબઈના ઈતિહાસમાં તમારી જાતને લીન કરો: ટોપના હેરિટેજ અને કલ્ચરલ હોટસ્પોટ્સ

Reporter1

હિરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનએ દેશનું વીજળીકરણ કરવા માટે હાથ મિલાવ્યા

Master Admin

સેમસંગ ગેલેક્સી AIની ભાવિ પેઢી રજૂ કરે છેઃ 10 જુલાઈએ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના લોન્ચ કરશે

Reporter1
Translate »