Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એડનિકને ભારતમાં શાખા સ્થાપિત કરવા માટે નિયામક મંજૂરીઃ આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં મોટું માઈલસ્ટોન પાર કર્યું

  • એડનિકને ગિફ્ટ સિટી, ઈન્ડિયામાં કામ કરવા માટે લાઈસન્સ પ્રાપ્ત થયું.
  • આ માઈલસ્ટોન ઉચ્ચ વૃદ્ધિની બજારોમાં એકધાર્યું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.
  • ભારત શાખા મોજૂદ સીમાપાર રિઈન્શ્યુરન્સ કામગીરી અને મજબૂત યુએઈ- ભારત આર્થિક જોડાણ પર નિર્માણ કરાશે.

અબુ ધાબી | ૨૧મી એપ્રિલ ૨૦૨૬ — કોર્પોરેટ્સ અને વ્યક્તિગતો માટે પણ અગ્રગણ્ય પ્રાદેશિક મલ્ટી- લાઈન ઈન્શ્યુરન્સ પ્રદાતામાંથી એક અબુ ધાબી નેશનલ ઈન્શ્યુરન્સ કંપની (એડનિક)ને 1લી એપ્રિલ, 2026થી અમલ સાથે ગુજરાતમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) ગિફ્ટ સિટીમાંથી રિઈન્શ્યુરન્સ વેપાર હાથ ધરવા માટે લાઈસન્સ પ્રાપ્ત થયું છે.

આ મંજૂરી ભારતમાં મોજૂદ સીમાપાર રિઈન્શ્યુરન્સ વેપાર અને સાઉદી અરેબિયાની બદારમાં તેના તાજેતરના પ્રવેશ પર નિર્મિત એડનિકની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ વ્યૂહરચનામાં મુખ્ય કોર્પોરેટ માઈલસ્ટોન છે.

ભારતની શાખા મહેસૂલ પ્રવાહો ડાઈવર્સિફાઈ કરીને અને ઉચ્ચ વૃદ્ધિની બજારોમાં ગ્રાહકો માટે સેવા ક્ષમતાઓ બહેતર બનાવાની એડનિકની લાંબા ગાળાની વૃદ્ધિને ટેકો આપવાની ધારણા છે. તે યુએઈ અને ભારત વચ્ચે દ્વિપક્ષી વેપાર અને રોકાણ વિસ્તારવા માટે સમાન મહત્ત્વાકાંક્ષાની રેખામાં બંને દેશો વચ્ચે આર્થિક જોડાણ મજબૂત કરવામાં પણ યોગદાન આપે છે.

આ મંજૂરી યુએઈના વેપાર વાતાવરણમાં સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરે છે, જેમાં બંને કંપનીઓએ તેમની વ્યૂહાત્મક અગ્રતાઓની પ્રગતિ કરવાનું અને ઉત્ક્રાંતિ પામતી પ્રાદેશિક પ્રગતિ છતાં વૈશ્વિક બજારોમાં વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું છે. એડનિકનો ભારતમાં પ્રવેશ લાંબા ગાળાની વૃદ્ધિ પ્રત્યે તેની કટિબદ્ધતા આલેખિત કરે છે અને વિસ્તરતી આંતરરાષ્ટ્રીય પહોંચ સાથે પ્રાદેશિક વીમા કંપની તરીકે તેના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.

એડનિકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચરલાંપોસ માયલોનાસે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં કામગીરી કરવા માટે લાઈસન્સ પ્રાપ્ત થવું તે એડનિકના આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ પામતા પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. તે ભારતમાં ગ્રાહકો અને ભાગીદારોને ટેકો આપવાની અમારી લાંબા ગાળાની કટિબદ્ધતા પર ભાર આપવા સાથે યુએઈ- ભારત આર્થિક જોડાણ વધુ મજબૂત બનાવે છે. અમે અમારી વૈશ્વિક પહોંચ વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે ત્યારે અમે વિશ્વસનીય, તૈયાર વીમા સમાધાન પ્રદાન કરવા અને ઝડપથી ઉત્ક્રાંતિ પામતા બજાર વાતાવરણમાં સંચાલન સ્થિતિસ્થાપકતા જાળવવા માટે અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.’’

એડનિક ગ્રુપ દુનિયાભરમાં વીમો અને રિઈન્શ્યુરન્સ રક્ષણ પૂરું પાડે છે અને હાલમાં યુએઈ, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ કિંગડમમાં પ્રત્ય ઓફિસો જાળવે છે, જ્યારે તેની ભારતની શાખા તેનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક વધુ વિસ્તારવા સુસજ્જ છે. 

સમાપ્ત

Related posts

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

Reporter1

Scaling Hospitality: Ventive Hospitality and Marriott International Expand Partnership with 1548 rooms across 7 Hotels

Reporter1

Toyota Kirloskar Motor Unveils the All-New Camry Hybrid Electric Vehicle

Reporter1

Leave a Comment

Translate »