Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડીલર્સ પાર્ટનરશીપ આધારિત ક્રાંતિકારી મોડેલ રજૂ

ભારતના એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત

અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ સ્થિત યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડે એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં એક નવી દિશા દર્શાવતા ડીલર્સ પાર્ટનરશીપ આધારિત મોડેલની જાહેરાત કરી છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કંપનીએ પોતાના ડીલર્સને રિયલ સેન્સમાં ગ્રોથ પાર્ટનર્સ માનીને કંપનીની ઇકિવિટી આપી છે. ગુજરાત અને રાજસ્થાનના અંદાજે 50 ડીલર્સને આ પહેલ હેઠળ સામેલ કરવામાં આવ્યા છે, જે ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણાય છે.ભારતીય એગ્રિ-ઇનપુટ ઉદ્યોગમાં આવી પહેલ અભૂતપૂર્વ છે.

યુનિવિઆનું વિઝન, ખેડૂતોને વધુ સમૃદ્ધ અને ઉત્પાદક બનાવવાનું છે, જેનાથી ભારત તેની સાચી કૃષિ ક્ષમતા પ્રાપ્ત કરી શકે. મજબૂત પ્રોડક્ટ સ્ટ્રેટેજી સાથે તેના પાયાને વધુ મજબૂત બનાવતા, યુનિવિઆ પ્રાઈવેટ લિમિટેડે બીજ, પાક સંરક્ષણ અને પાક પોષણ વિભાગોને આવરી લેતી 55થી વધુ પોતાની બ્રાન્ડ્સ સાથે એક મજબૂત અને વૈવિધ્યસભર પોર્ટફોલિયો તૈયાર કર્યો છે. આ વિશાળ શ્રેણી ભારતીય ખેડૂતોની લોકલ માંગને પહોંચી વળવાને પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે.

ખેડૂતોને શ્રેષ્ઠ ક્વોલિટીની પ્રોડક્ટ્સ ઓછા ખર્ચે મળી રહે તે માટે યુનિવિઆએ યુએસએ, યુરોપ અને અન્ય વૈશ્વિક બજારોની અગ્રણી કંપનીઓ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે, જેથી ભારતીય ખેડૂતોને સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ વૈશ્વિક ટેકનોલોજીનો લાભ મળી શકે.

આ માઈલસ્ટોન અંગે બોલતા, યુનિવિઆ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રવિ વરમોરાએ જણાવ્યું કે: “અમે માનીએ છીએ કે સાચો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે બધા હિસ્સેદારો સાથે મળીને વિકાસ કરે. અમારા ડીલરોને ઇક્વિટી ભાગીદારો બનાવીને, અમે માત્ર અમારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત બનાવી રહ્યા નથી, પરંતુ સહભાગીદારી અને વિશ્વાસ સ્થાપિત કરી રહ્યા છીએ.” આ ઉપરાંત, અમે અમારા કર્મચારીઓને ESOPs પણ આપ્યા છે, જેથી અમારી લીડરશીપ ટીમ પણ કંપનીની લાંબા ગાળાની સફળતામાં સમાન રીતે જોડાયેલી રહે. કૃષિ ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાના અમારા મોટા વિઝનની આતો માત્ર શરૂઆત છે.” વધુમાં રવિ વરમોરાએ ઉમેર્યું કે કંપની નું “કેશ એન્ડ કેરી” મોડેલ ડીલર્સ /રિટેલર્સને ઓછા ખર્ચે, વ્યાજબી અને ઝડપી પ્રોડક્સ્ટ મળે તે માટે નો પ્રયાસ છે અને છેલ્લે તો આનો ફાયદો ખેડૂતોને જ થાય છે.

આ ઉપરાંત, કંપનીના ડિરેક્ટર શ્રી કેતન મોદીએ જણાવ્યું: “અમારું લક્ષ્ય એક એવું મોડેલ બનાવવાનું છે જ્યાં દરેક ભાગીદારને કંપનીની સફરમાં પોતાનો હિસ્સો હોવાનો અનુભવ થાય. આ પહેલ સહયોગ, નવીનતા અને ખેડૂત પ્રત્યેની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

હાલમાં ₹150 કરોડનું વેલ્યુએશન ધરાવતી, યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડ મજબૂત વિકાસના માર્ગે છે અને આગામી પાંચ વર્ષમાં ₹1000 કરોડનું મૂલ્યાંકન હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પોતાના નવીન અભિગમ, મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ગ્લોબલ પાર્ટનરશીપ સાથે, કંપની ભારતીય એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં અગ્રણી નામ તરીકે ઉભરી આવવાની દિશામાં સજ્જ છે.

યુનિવિઆ ની ભવિષ્યલક્ષી વ્યૂહરચના માત્ર તેની કંપનીને ફંડામેન્ટલી મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ ભારતીય એગ્રીકલ્ચર ઇકોસિસ્ટમને સમૃદ્ધ બનાવવાના તેના મિશનને પણ મજબૂત બનાવે છે.

Related posts

23મો ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પો ગાંધીનગરમાં સફળતાપૂર્વક યોજાયો; 450થી વધુ પ્રદર્શકોએ નવીન ટેક્નોલોજી અને સોલ્યુશન્સ રજૂ કર્યા

Master Admin

વાડીલાલ અને પાર્લેની અનોખી ભાગીદારી સાથે “વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ

Master Admin

The Real Magic of Timeless Connections

Reporter1

1 comment

посиланням April 27, 2026 at 6:10 pm

This article is good and nicely presented. The site is useful for
anyone seeking dependable articles. https://news100.pp.ua/.

Reply

Leave a Comment

Translate »