Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Uncategorized

મિઝોરમ અને અન્યત્ર કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

      તાજેતરમાં પૂર્વોત્તર ભારતમાં ‘રેમલ‘ વાવાઝોડું ફૂંકાયું હતું અને તેને કારણે પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં જાનમાલની ભારે નુકસાની થઈ હતી. વાવાઝોડાના કારણે મિઝોરમના આઈઝોલ ખાતે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨૩ લોકો માર્યા ગયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા શ્રી કનુભાઈ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.
     અકુદરતી મોતની અન્ય ઘટનામાં વડોદરા નજીક કોટંબી પાસે અકસ્માતમાં ૪ લોકોનાં મોત નિપજયા હતાં. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પણ રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા વડોદરા સ્થિત રામકથાના શ્રોતા નીતાબહેન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. કાલાવડના બાલંભડી ગામે બે બાળકોના ડૂબી જતાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પણ પૂજ્ય મોરારીબાપુએ ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

Toyota Kirloskar Motor Exchanges Memorandum of Understanding with Ohmium to advance ScalableHydrogen-Based Energy Solutions in India

Reporter1

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ રજૂ કરે છે પ્રીવે- એક એવા પ્રકારનો પ્રોગ્રામ જે બેજોડ કવરેજ અને સેવા ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે

Reporter1

ભારતમાં Meta AIનું આગમન: AI આસિસ્ટન્ટને તમારી આંગળીના ટેરવે ધકેલે છે

Reporter1
Translate »