Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsDharmik

ભગવાન જગન્નાથના મામા બનવા સરસપુરમાં ડ્રો યોજાયો

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ

અખાત્રીજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદના ઐતિહાસિક જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે ગત ૨૦ એપ્રિલે અક્ષય તૃતીયાના મંગલ પર્વ પર ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રથપૂજનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજાયો હતો. જેમાં શહેરના મેમનગરના દવે પરિવારને આ તક મળી છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગત અખાત્રીજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો છે. તેજસભાઈ દવે ભગવાનના મામા બનશે. સાત વર્ષ સુધી રાહ જોયા બાદ હવે તેમને આ તક મળી છે. ભગવાનનું મામેરુ તેઓ વાજતે ગાજતે કરશે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભગવાનને શીતળતા આપવા માટે અખાત્રીજના દિવસે મંદિરમાં ’ચંદનયાત્રા’ની શરૂઆત કરવામાં આવી હતી.આ પરંપરાગત વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિગ્રહ પર ચંદનનો લેપ લગાવવામાં આવ્યો હતો.માન્યતા મુજબ, અક્ષય તૃતીયાથી શરૂ થતી આ ચંદનયાત્રા દ્વારા ભગવાનને શીતળ શૃંગાર કરવામાં આવે છે.રથપૂજન બાદ હવે રથોના સમારકામ, રંગરોગાન અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરવામાં આવશે.આ વર્ષે રથયાત્રા ૧૬ જુલાઈ, ૨૦૨૬ ના રોજ યોજાનાર છે.

Related posts

​અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા ‘ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ પર વિશેષ સેશનનું આયોજન

Master Admin

અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા

Master Admin

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – શ્રી મોરારિબાપુ

Master Admin

Leave a Comment

Translate »