Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ ઉત્પાદન લાઇનનું જાપાનના રાજદૂત દ્વારા ઉદ્ઘાટન

  • પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું
  • નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
  • વિશ્વસ્તરીય અને પેટન્ટેડ ઓટોમોટિવ સ્ટીલના સ્વદેશી ઉત્પાદનને ગતિ આપશે નવી યુનિટ, ‘આત્મનિર્ભર ભારત’ના દ્રષ્ટિકોણને મજબૂત બનાવશે

નવી દિલ્હી | ૩૦મી એપ્રિલ ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)એ આજે જાહેરાત કરી કે કંપનીના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું.

દર વર્ષે 2 મિલિયન ટન ક્ષમતા ધરાવતી આ અદ્યતન PLTCM લાઈન, AM/NS Indiaની ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. ટૂંક સમયમાં આ યુનિટ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલ્ડ-રોલ્ડ બેઝ સ્ટીલનું ઉત્પાદન શરૂ કરશે, જેના આધારે વિશ્વસ્તરીય તેમજ પ્રથમ વખતના, પેટન્ટેડ સ્ટીલ સોલ્યુશન્સનું ઉત્પાદન શક્ય બનશે. જે આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ જેવી વૈશ્વિક પેરેન્ટ કંપનીઓની ટેક્નોલોજી પર આધારિત છે. આ નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે અને ઓટોમોટિવ ઉદ્યોગની વધતી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.

ભારતમાં સૌથી અદ્યતન ઉત્પાદન લાઇનોમાંની એક ગણાતી આ સુવિધા અદ્યતન પ્રોસેસ ટેક્નોલોજી, શ્રેષ્ઠ ઓટોમેશન અને વૈશ્વિક ધોરણોની ગુણવત્તા સિસ્ટમ્સથી સજ્જ છે. આ પ્લાન્ટ AHSS, ગેલ્વેનિલ્ડ (GA), ગેલ્વેનાઇઝ્ડ (GI) અને પ્રેસ હાર્ડન્ડ સ્ટીલ (PHS) જેવા વિવિધ ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે સ્ટીલ ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સુવિધા દેશની અન્ય મિલ્સની સરખામણીએ વધુ સક્ષમ છે અને તમામ ઓટોમોટિવ કંપનીઓને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સોલ્યુશન્સ વૈશ્વિક સસ્ટેનેબિલિટી ધોરણોને અનુરૂપ છે, વાહનોને હળવા બનાવવામાં મદદ કરે છે જેથી કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધરે, તેમજ ભારત NCAP (BNCAP) મુજબ વાહન સલામતીમાં વધારો કરે છે.

આ સમર્પિત ઓટોમોટિવ લાઇન AM/NS Indiaની ડાઉનસ્ટ્રીમ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને 1180 MPa સુધીની ઊંચી મજબૂતી ધરાવતા AHSSના ઉત્પાદનને સપોર્ટ કરશે, જે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત છે.

આ ઉદ્ઘાટન AM/NS Indiaના હજીરા પ્લાન્ટ ખાતે ચાલી રહેલા રૂપિયા 60,000 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય સહાયક સુવિધાઓનો સમાવેશ થાય છે.

જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનોએ પ્લાન્ટની મુલાકાત લઇ કામગીરીનો વ્યાપ અને વિકાસની ગતિનો અનુભવ કર્યો.

મહામહિમ શ્રી કેઇચી ઓનો, જાપાનના રાજદૂતે જણાવ્યું હતું કે, “હું AM/NS Indiaને તેમના હજીરા પ્લાન્ટ ખાતેની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ શીટ ઉત્પાદન લાઇનના પ્રારંભ માટે અભિનંદન પાઠવું છું. જાપાનની અદ્યતન ટેક્નોલોજીએ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનને નવી દિશા આપી છે. ‘Make in India, Make for the World’ પહેલમાં જાપાનનું યોગદાન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. જાપાન અને ભારત વચ્ચેનો સંબંધ પરસ્પર પૂરક છે, જ્યાં જાપાનની ટેક્નોલોજી અને મૂડી, ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વધતી માંગ સાથે જોડાય છે. હજીરા પ્લાન્ટની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે બંને દેશો વચ્ચેનું ઔદ્યોગિક સહકાર અને ‘વિકસિત ભારત’નું ભવિષ્ય ઉજ્જવળ છે.”

શ્રી દિલીપ ઊમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “AM/NS India ‘Make in India’ અને ‘આત્મનિર્ભર ભારત’ માટે પ્રતિબદ્ધ છે. ‘Smarter Steels, Brighter Futures’ના અમારા વચન અનુસાર, અમે પેરેન્ટ કંપનીઓની અદ્યતન ટેક્નોલોજી અને વૈશ્વિક કુશળતાનો લાભ લઈને આધુનિક સ્ટીલ ઉત્પાદન સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. PLTCM લાઈનનું ઉદ્ઘાટન, આ યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જે દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ સ્ટીલના ઉત્પાદન માટે મજબૂત આધાર ઉભો કરશે, આયાત પર નિર્ભરતા ઘટાડશે, સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને ઓટોમોટિવ ઉદ્યોગને વધુ સલામત, હળવા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં સહાય કરશે.”

નવી યુનિટ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ ફ્લેટ સ્ટીલની વધતી માંગને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. હાલ આ માંગ 7.8 મિલિયન ટન પ્રતિ વર્ષ છે અને દર વર્ષે 6-7% વૃદ્ધિ થવાની શક્યતા છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ ઉત્પાદન કરનાર દેશ છે અને બીજા સ્થાને પહોંચવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રીમિયમ અને અદ્યતન વાહનો માટે વિશ્વસ્તરીય સ્ટીલની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની રહી છે.

Related posts

સેમસંગ ઈન્ડિયા બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર્સ સાથે AI- પાવર્ડ કૂલિંગ ઉત્ક્રાંતિ લાવે છે

Master Admin

Nothing’s Phone (3a) Series to boast significant camera improvements

Reporter1

Kotak Mahindra Bank Supports Advanced Diagnostic Facility at SMIMER Hospital, Surat

Reporter1

2 comments

Bailey4456 April 30, 2026 at 11:30 pm Reply
Levi3112 May 1, 2026 at 10:18 am Reply

Leave a Comment

Translate »