Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

ધોરણ-૧૨ અને ધોરણ-૧૦ ના પરિણામની તારીખ જાહેર થઈ

ધોરણ-૧૦ નું પરિણામ ૬ મેના રોજ જાહેર થશે

ધોરણ ૧૨ સાયન્સ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે ૪ મેના રોજ જાહેર થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨ મે ૨૦૨૬ — ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષાઓના પરિણામની તારીખ આવી ગઈ છે. ધોરણ ૧૨ સાયન્સ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે ૪ મેના રોજ જાહેર થશે. તો ધોરણ-૧૦ નું પરિણામ ૬ મેના રોજ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ માં ધોરણ ૧૨ ની પરીક્ષા યોજવામાં આવી હતી. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં ૫ લાખ થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-૧૨ નું પરિણામ જાહેર થતાં કોલેજની પ્રવેશ પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે.

Related posts

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર

Master Admin

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના વિદ્યાર્થી સુમિત ક્રિપલાની ગાંધીનગર સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા; અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું

Master Admin

રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વૈશ્વિક શૈક્ષણિક સિદ્ધિઓ માટે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

Master Admin

Leave a Comment

Translate »