Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા

ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવા એક્શન પ્લાન

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે AMCની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૭ મે ૨૦૨૬ — અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે (સાતમી મે) વહેલી સવારથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાલુપુર ફ્રૂટ માર્કેટ ખાતે માર્ગો પર થયેલા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, શહેરના કોટ વિસ્તારમાં અને ખાસ કરીને રેલવે સ્ટેશન નજીક આવેલા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં વહેલી સવારથી જ ફળોની હરાજી અને ખરીદ-વેચાણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ દરમિયાન અનેક વેપારીઓ અને પથારાવાળાઓ દ્વારા જાહેર માર્ગો પર દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે AMCની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી.

AMCના એસ્ટેટ અને એન્ક્રોચમેન્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા માર્કેટના મુખ્ય માર્ગો અને જાહેર જગ્યાઓ પર થયેલા અનધિકૃત દબાણોને હટાવવામાં આવ્યા હતા. ફૂટપાથ અને રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લા તેમજ અન્ય સામાન જપ્ત કરીને રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા હતા.

માર્ગો ખુલ્લા થવાથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને સ્થાનિક વેપારીઓને પણ વ્યવસ્થિત રીતે વેપાર કરવામાં સરળતા રહેશે.

Related posts

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો

Master Admin

કરોડોનું લાઈટબિલ ઘટાડવા માટે અમદાવાદ પાલિકાનો મેગા પ્લાન

Master Admin

અમદાવાદ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

Master Admin

Leave a Comment

Translate »