Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

મુન્દ્રા બંદરેથી કન્ટેનરમાં છુપાવેલું ૧૪૦ કિલો ડ્રગ્સ ઝડપાયું

બાતમીના આધારે NCBનું સફળ ઓપરેશન

NCB ને ગુપ્ત માહિતી મળી હતી કે મુન્દ્રા બંદરે આવેલા એક કન્ટેનરમાં શંકાસ્પદ નશાકારક પદાર્થ છુપાવવામાં આવ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૧૫ મે ૨૦૨૬ — ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર નશાની હેરાફેરીના કેન્દ્રમાં આવ્યો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એ ચોક્કસ બાતમીના આધારે કચ્છના મુન્દ્રા બંદરેથી ૧૪૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

NCB ને ગુપ્ત માહિતી મળી હતી કે મુન્દ્રા બંદરે આવેલા એક કન્ટેનરમાં શંકાસ્પદ નશાકારક પદાર્થ છુપાવવામાં આવ્યો છે.
આ બાતમીના આધારે એજન્સીએ કન્ટેનરની કડક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરના ગુપ્ત ખાનાઓમાંથી ૧૪૦ કિલો જેટલું ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

હાલમાં NCB દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કયા દેશમાંથી આવ્યું છે, કોણે મોકલ્યું છે અને ભારતમાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આયાતકારની વિગતો મેળવવામાં આવી રહી છે.

Related posts

સેવ ખમણી ખાધા બાદ ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

Master Admin

ગુજરાત સહિત દેશના ૨૧ રાજ્યોમાં વરસાદની આગાહી

Master Admin

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.૨૦ લાખની ખંડણી મંગાઇ

Master Admin

Leave a Comment

Translate »