Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

DCM શ્રીરામ કેમિકલ્સની ઝગડિયા સાઇટ ઉત્પાદકતામાં વિશિષ્ટતા સાથે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્કમાં જોડાઈ

રાષ્ટ્રીય | ૨૪મી જૂન ૨૦૨૬ | ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે આવેલી DCM શ્રીરામ કેમિકલ્સ ઉત્પાદન સાઇટ, જે DCM શ્રીરામ લિમિટેડનો ભાગ છે, તેને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્ક (GLN) દ્વારા ઉત્પાદકતામાં વિશિષ્ટતા સાથે માન્યતા આપવામાં આવી છે.2026માં આ નેટવર્ક માટે વૈશ્વિક સ્તરે પસંદ કરવામાં આવેલા માત્ર 16 ઔદ્યોગિક સ્થળોમાંથી એક આ સાઇટછે.

ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્ક એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પહેલ છે, જે ઉત્પાદકતા, ટકાઉપણું, ચપળતા અને પરિચાલન ઉત્કૃષ્ટતામાંમોટાપાયેઅસર ઉભી કરવા માટે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ટેકનોલોજીને અપનાવવા અને વ્યાપક કરવામાં અગ્રણી હોય તેવી એવી ઉત્પાદન સુવિધાઓ અને મૂલ્ય શૃંખલાઓને માન્યતા આપે છે. આ માન્યતા મળવાથી, ઝગડિયા સાઇટ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક પરિવર્તન માટે નવા માપદંડો સ્થાપિત કરી રહી રહેલી 238 અગ્રણી ઉત્પાદન સુવિધાઓના પ્રતિષ્ઠિત સમુદાયમાં જોડાઈ છે.

ટેકનોલોજી-સક્ષમ પરિવર્તન, સંપત્તિના ઉપયોગ, કાર્યબળની સક્ષમતા અને સંસાધન ઓપ્ટિમાઇઝેશનમાં સુધારો કરીને ખર્ચ તેમજ ગુણવત્તામાં અસાધારણ કામગીરી કરનારીઉત્પાદન સાઇટ્સને ઉત્પાદકતામાં વિશિષ્ટતા માન્યતા આપવામાં આવે છે.

ભારતની સૌથી મોટી કોસ્ટિક સોડા પ્લાન્ટ સાઇટ તરીકે, ઝગડિયા ઊર્જાનો મોટાપાયે વપરાશ થતો હોય તેવા ઉદ્યોગમાં કામ કરે છે, જ્યાં કુલ પરિચાલન ખર્ચમાં વીજળીના ખર્ચનો હિસ્સોનોંધપાત્ર હોય છે. AI-સક્ષમ પ્રક્રિયા નિયંત્રણ અને GenAI-સક્ષમ જાળવણી મેનેજર સહિત 45 અદ્યતન ડિજિટલ અને એનાલિટિક્સ સોલ્યુશન્સ તૈનાત કરીને, આ સાઇટે EBITDAમાં 11-ટકા-પોઇન્ટનો સુધારો કર્યો છે, વીજળીના ખર્ચમાં 32% ઘટાડો કર્યો છે, સામગ્રી ખર્ચમાં 15% ઘટાડો કર્યો છે અને CO₂ ઉત્સર્જનમાં 14% ઘટાડો કર્યો છે.

આ માન્યતા પ્રાપ્ત થવા અંગેDCM શ્રીરામ લિમિટેડના ચેરમેન અને સિનિયર મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય એસ. શ્રીરામ અને વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિક્રમ એસ. શ્રીરામે કહ્યું હતું કે: “વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરફથી આ માન્યતા પ્રાપ્ત થઈ તેનું અમને ખૂબ જ ગૌરવ છે. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ટેકનોલોજી, ઇનોવેશન અને પરિચાલનમાં ઉત્કૃષ્ટતા દ્વારા સંચાલિત વિશ્વ કક્ષાના ઉત્પાદન વ્યવસાયોનું નિર્માણ માટે DCMશ્રીરામ લાંબા સમયથી પ્રતિબદ્ધતા છે. અમારી ઝગડિયા કેમિકલ્સ સાઇટને મળેલી માન્યતા પરથી એ પણ જોવા મળે છે કે, ડિજિટલ પરિવર્તનને ધ્યાનમાં રાખીનેકરવામાં આવેલા રોકાણો અનેઅમારા લોકોએ સમર્પણ સાથે કરેલી કામગીરીથી, ઉત્પાદકતા, સ્પર્ધાત્મકતા અને ટકાઉપણામાં નોંધપાત્ર સુધારાઓ લાવી શક્યા છે.”

તેમણે ઉમેર્યું હતું કે: “DCM શ્રીરામ ખાતે, અમે અમારું માનવુંછે કે જવાબદારીપૂર્ણ અને ભવિષ્ય માટે તૈયાર વૃદ્ધિ માટે ટેકનોલોજી એક મુખ્ય પરિબળ છે. આ સિદ્ધિ અમારા ગ્રાહકો, કર્મચારીઓ, શેરધારકો અને સમુદાયો માટે ચિરસ્થાયી મૂલ્ય સર્જન માટે મજબૂત ઓપરેશનલ શિસ્ત સાથે અદ્યતન ડિજિટલ ક્ષમતાઓને સંયોજિત કરવાના અમારા અભિગમને વધુ સુદૃઢ બનાવે છે. અમને ગૌરવ છે કે, અમારો કેમિકલ્સ વ્યવસાય ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્ક દ્વારા માન્યતા પ્રાપ્ત વૈશ્વિક ઉત્પાદન નેતાઓના પસંદગીના સમૂહમાં જોડાયો છે.”

જુલાઈ 2024માં શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ BLESSED (બિકમિંગ અ લાઇટહાઉસ થ્રુ એક્સેમ્પ્લરી સેફ્ટી સિસ્ટમ્સ એન્ડ એક્સેલન્સ ઇન ડિજિટલાઇઝેશન) નામના એક વ્યૂહાત્મક પરિવર્તન કાર્યક્રમનાપરિણામસ્વરૂપે આ માન્યતા મળી છે. ડિજિટલાઇઝેશનને વેગ આપવા, સલામતી સિસ્ટમોને મજબૂત બનાવવા અને અદ્યતન ટેકનોલોજીઓ, ડેટા-આધારિત નિર્ણય કામગીરી અને કાર્યબળની સક્ષમતા અપનાવીને પરિચાલનમાં ઉત્કૃષ્ટતા વધારવા માટે આ પહેલતૈયાર કરવામાં આવી હતી.

આ માન્યતા ટેકનોલોજી-આધારિત ઉત્પાદનને આગળ વધારવા અને ઔદ્યોગિક ઇનોવેશન, કાર્યકારી શ્રેષ્ઠતા અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવા માટે DCM શ્રીરામની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

એસપીજેઆઈએમઆર સીએફબીઈ રિપોર્ટ: વધતા જતા વૈશ્વિક અને કૌટુંબિક વ્યવસાયનાં જોખમો વચ્ચે ભારતના એસએમઈ નિકાસકારો આશાવાદી રહ્યા છે

Master Admin

તમામ ૧૨૦૦૦ બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડીશું

Master Admin

Kinetic Green signs Memorandum of Understanding (MoU) with Vishwakarma Institutes and University to advance skill-based training and research

Reporter1

Leave a Comment

Translate »