- ભલે દુબઈ તમારું સ્ટોપઓવર (વચ્ચે રોકાવાનું સ્થળ) હોય કે અંતિમ ગંતવ્ય, 5-સ્ટાર હોટેલ ‘જેડબલ્યુમેરિયટમાર્ક્વિસદુબઈ’ માં મફત રોકાણનો આનંદ માણો.
- ઉનાળાની ગરમીને માત આપો! ‘માય એમિરેટ્સ પાસ’ સાથે શહેરની અનોખી પ્રવૃત્તિઓ તેમજ શાનદાર ઓફર્સનો લાભ લેતા દુબઈને વધુ નજીકથી જાણો.
- ‘દુબઈએક્સપિરિયન્સ’ દ્વારા તૈયાર કરવામાં આવેલા 24 અને 48 કલાકના ખાસ પ્રવાસ કાર્યક્રમો સાથે તમારી દરેક પળનો ભરપૂર આનંદ માણો.
રાષ્ટ્રીય | ૨૪મી જૂન ૨૦૨૬ | એમિરેટ્સ દ્વારા દુબઈની મુસાફરી કરનારા અથવા દુબઈ થઈને પ્રવાસ કરનારા મુસાફરો માટે વિશેષ ઓફર્સ સાથે ઉનાળુ વેકેશનની શરૂઆત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત 5-સ્ટાર જેડબલ્યુમેરિયટમાર્ક્વિસમાં મફત રોકાણથી લઈને લોકપ્રિય ‘માય એમિરેટ્સ પાસ’ દ્વારા સેંકડો આકર્ષક ડિસ્કાઉન્ટ સુધી, મુસાફરો હવે દુબઈનીસફરનો આનંદ માણતા વધુ લાભ મેળવી શકે છે, ભલે તેઓ લાંબી રજાઓ માટે આવ્યા હોય કે પછી માત્ર એક નાના સ્ટોપઓવર માટે.
દરેક ઋતુ માટે અનુકૂળ દુબઈ એક જ સ્થળે વિવિધ અનુભવોની અજોડ શ્રેણી પ્રદાન કરે છે, જેનાથી કોઈપણ પ્રકારની પ્રવાસ શૈલી અને સમયગાળાને અનુરૂપ તમારા ઉનાળુ વેકેશનનું આયોજન કરવાનું સરળ બની જાય છે. મુસાફરો મનોરંજન, પ્રેરણા અને જ્ઞાન આપતી ઇન્ડોર તેમજ આઉટડોર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે; વિશ્વની પ્રસિદ્ધ ઇમારત બુર્જખલીફાની મુલાકાત લઈ શકે છે; થીમપાર્કમાં રોમાંચક અનુભવોનો હિસ્સો બની શકે છે; અથવા દુબઈનામ્યુઝિયમો અને ઇન્ટરેક્ટિવ આર્ટ ગેલેરીઓમાં સમય વિતાવીને ગરમીથી રાહત મેળવી શકે છે. વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાતાશહેરોમાંનું એક દુબઈ પોતાની પ્રખ્યાત મહેમાનગતિ, ઉષ્મા અને સુરક્ષા સાથે વૈશ્વિક પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે.
એમિરેટ્સના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને ચીફ કોમર્શિયલ ઓફિસર અદનાનકાઝિમએ જણાવ્યું હતું કે, “મુસાફરો આરામ, રોમાંચ, મનોરંજન કે પછી આ ત્રણેયનાસમન્વયનીશોધમાં હોય, દુબઈ કોઈપણ ઉનાળુ વેકેશનની આદર્શ શરૂઆત છે. અમે પ્રવાસીઓને મફત હોટેલ રોકાણનો લાભ લેતા દુબઈના શ્રેષ્ઠ શોપિંગ, મનોરંજન, સ્વાદિષ્ટ ભોજન અને પરિવાર-અનુકૂળ અનુભવોનો આનંદ માણવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ, ભલે તેઓ તેમના પ્રવાસ દરમિયાન દુબઈમાં રોકાઈ રહ્યા હોય કે પછી દુબઈ જ તેમનું અંતિમ ગંતવ્ય હોય.”
જેડબલ્યુ મેરિયટ માર્ક્વિસમાં લક્ઝરી અનુભવ
એમિરેટ્સમુસાફરોને તેમના સ્ટોપઓવરને એક યાદગાર સિટી બ્રેકમાંબદલવાની અથવા તેમના ઉનાળુ વેકેશનને વધુ લંબાવવાની તક આપી રહ્યું છે. આ અંતર્ગત દુબઈના હાર્દ સમાન વિસ્તારમાં આવેલી શાનદાર 5-સ્ટાર જેડબલ્યુમેરિયટમાર્ક્વિસમાં મફત રોકાણની સુવિધા આપવામાં આવી રહી છે. અહીં મહેમાનોવિશ્વભરની વાનગીઓ પીરસતા એવોર્ડ વિજેતા રેસ્ટોરન્ટ્સ અને બારનો આનંદ માણી શકે છે, પ્રાચીન પરંપરાઓથી પ્રેરિત સરાયસ્પા માં શાંતિની પળો વિતાવી શકે છે, અત્યાધુનિકજીમ અને બોડીબેઝ સ્ટુડિયોમાં ફિટનેસ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે અથવા દુબઈની મનમોહક સ્કાયલાઇનનાનજારા સાથે આઉટડોર સ્વિમિંગ પૂલમાંતરોતાજા થઈ શકે છે.
આ અંતર્ગત 22 જૂનથી 12 જુલાઈ સુધી એમિરેટ્સની ફર્સ્ટ ક્લાસ અથવા બિઝનેસ ક્લાસમાં રિટર્ન ટિકિટ ખરીદનારામુસાફરોને બે રાત્રિનું મફત રોકાણ મળશે, જ્યારે પ્રીમિયમઇકોનોમી અને ઇકોનોમીક્લાસનામુસાફરોને એક રાત્રિનું મફત રોકાણ આપવામાં આવશે. આ ખાસ ઓફર એ તમામ રિટર્ન ટિકિટો પર લાગુ પડે છે જેમાં દુબઈ અંતિમ ગંતવ્ય હોય અથવા 24 કલાકથી વધુ સમયનો સ્ટોપઓવર સામેલ હોય. આ સુવિધા 25 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે પ્રવાસ કરનારા મુસાફરો માટે ઉપલબ્ધ છે.
દુબઈ એક્સપિરિયન્સ સાથે તમારા સ્ટોપઓવરનો મહત્તમ લાભ લો
જેડબલ્યુમેરિયટમાર્ક્વિસમાંલક્ઝરી સ્ટે ઉપરાંત, પસંદગીનાબજારોનાગ્રાહકોએમિરેટ્સના ‘દુબઈએક્સપિરિયન્સ’ પ્લેટફોર્મનો લાભ ઉઠાવીને પોતાના સ્ટોપઓવરને વધુ યાદગાર બનાવી શકે છે. આ પ્લેટફોર્મ તમામ પ્રકારના પ્રવાસીઓ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા 24 અને 48 કલાકના પ્રવાસ કાર્યક્રમો ઉપલબ્ધ કરાવે છે.
માય એમિરેટ્સ પાસ સાથે મેળવો શાનદાર ઓફર્સ
એમિરેટ્સનો લોકપ્રિય ‘માય એમિરેટ્સ પાસ’ ઉનાળા2026 માટે ફરી પાછો આવ્યો છે. આ અંતર્ગત દરેક એમિરેટ્સ બોર્ડિંગ પાસ પર 600 થી વધુ વિશેષ ઓફર્સ ઉપલબ્ધ છે. મુસાફરો માત્ર પોતાનો ફિઝિકલ અથવા ડિજિટલ બોર્ડિંગ પાસ અને માન્ય ઓળખપત્ર દર્શાવીને સ્પા, રેસ્ટોરન્ટ્સ, અગ્રણી રિટેલસ્ટોર્સ અને અન્ય ઘણા સ્થળોએ આકર્ષક ડિસ્કાઉન્ટ તેમજ વિશેષ સુવિધાઓનો લાભ મેળવી શકે છે.
પોતાના 28મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલું ‘દુબઈ સમર સરપ્રાઇઝિસ’ 2026 પહેલાં કરતાં પણ વધુ મોટા કાર્યક્રમો અને ઓફર્સ સાથે પરત ફરી રહ્યું છે. 2 જુલાઈથી30 ઓગસ્ટ સુધી સ્થાનિક રહીશો અને પ્રવાસીઓ ‘બીટ ધ હીટ ડીએક્સબી’ કોન્સર્ટસિરીઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો, હેલ્થ અને ફિટનેસ પ્રવૃત્તિઓ, ખાસ ડિસ્કાઉન્ટ તેમજ મર્યાદિત સમય માટેના અનોખાઅનુભવોનો આનંદ માણી શકશે.
એમિરેટ્સ વર્તમાન સમયમાં વિશ્વભરના138 થી વધુ સ્થળો માટે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે અને ગ્રાહકોને ફ્લેક્સિબલરિબુકિંગ નીતિઓ સાથે વધારાની સુવિધા આપી રહ્યું છે. 2 એપ્રિલ 2026 પછી કરવામાં આવેલા તમામ બુકિંગમાં તમામ કેબિનશ્રેણીઓ માટે એક વખત મફતમાં તારીખ બદલવાની સુવિધા સામેલ છે. આ સાથે જ, ‘હોલ્ડ માય ફેર’ સુવિધા ગ્રાહકોને તેમની ઉનાળુ મુસાફરીની અન્ય તૈયારીઓ પૂરી કરતી વખતે ટિકિટના ભાડાને સુરક્ષિત રાખવાની તક આપે છે. આ ઉપરાંત, એમિરેટ્સ દ્વારા તાજેતરમાં જ પસંદગીનાબજારોમાં ઉદ્યોગની અગ્રણી ‘કોમ્પ્રીહેન્સિવટ્રાવેલ કવર’ વીમા યોજના પણ શરૂ કરવામાં આવી છે, જે મુસાફરોને આ ઉનાળામાં વધુ સુરક્ષા અને આત્મવિશ્વાસ સાથે પ્રવાસ કરવામાં મદદ કરશે.
વધુ માહિતી અથવા ટિકિટ બુકિંગ માટે emirates.com ની મુલાકાત લો. ટિકિટનું બુકિંગ એમિરેટ્સ એપ, એમિરેટ્સ રિટેલ સ્ટોર્સ, એમિરેટ્સ કોન્ટેક્ટ સેન્ટર અથવા અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સના માધ્યમથી પણ કરી શકાય છે.
== સમાપ્ત ==

