Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ, વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર

ટેસ્ટ અને વન-ડે ટીમમાં મળીને કુલ ૪ નવા ખેલાડીઓને તક અપાઈ

વન-ડે અને ટેસ્ટ બંને ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલને સોંપાઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૯ મે ૨૦૨૬ — અફઘાનિસ્તાન સામેની આગામી ટેસ્ટ અને વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. વન-ડે અને ટેસ્ટ બંને ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલને સોંપાઈ છે.
ટેસ્ટ અને વન-ડે ટીમમાં મળીને કુલ ૪ નવા ખેલાડીઓને તક અપાઈ છે. તેમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમનું

આઈપીએલમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અફઘાનિસ્તાન સામેની આ સિરીઝમાં કુલ ૪ નવા ચહેરાને તક મળી છે, જેમાં માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવ સામેલ છે. હર્ષ દુબે અને ગુરનૂર બ્રારનો ટેસ્ટ અને વન-ડે બંને ટીમમાં સમાવેશ કરાયો છે, જ્યારે પ્રિન્સ યાદવ માત્ર વન-ડે ટીમમાં છે.

રિષભ પંતને વન-ડે સ્ક્વોડમાં સ્થાન મળ્યું નથી. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ફિટનેસ ક્લિયર થયા બાદ વન-ડે સિરીઝમાં હશે. કે. એલ. રાહુલ જ વન-ડે સિરીઝમાં વિકેટ કીપિંગની જવાબદારી સંભાળશે. ટેસ્ટ અને વન-ડે બંને સિરીઝ માટે શુભમન ગિલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.

ટેસ્ટમાં કેએ. એલ. રાહુલ વાઈસ કેપ્ટન રહેશે, જ્યારે રિષભ પંત પાસેથી વાઈસ કેપ્ટન પદ છીનવાઈ ગયું છે. યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલ જેવા બેટ્‌સમેનો પર મોટી જવાબદારી રહેશે. વિકેટ કીપિંગની જવાબદારી રિષભ પંત અને ધ્રુવ જુરેલ સંભાળશે. ટેસ્ટમાં બોલિંગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિધ કૃષ્ણા અને કુલદીપ યાદવ અનુભવી વિકલ્પો હશે, જ્યારે યુવા ખેલાડીઓને પણ પોતાની જાતને સાબિત કરવાની તક મળશે.

અફઘાનિસ્તાન સામે ભારતની ટેસ્ટ સ્ક્વોડઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટ કીપર), દેવદત્ત પડિક્કલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર).

અફઘાનિસ્તાન પ્રવાસ માટે ભારતની વન-ડે સ્ક્વોડઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે.

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ (હોમ સિરીઝ)
૬ થી ૧૦ જૂનઃ એકમાત્ર ટેસ્ટ, મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)
૧૪ જૂનઃ પ્રથમ વનડે, ધર્મશાલા
૧૭ જૂનઃ બીજી વનડે, લખનઉ
૨૦ જૂનઃ ત્રીજી વનડે, ચેન્નઈ

Related posts

ઇન્જરીના કારણે આખેઆખી વનડે સીરિઝ ગુમાવશે વિરાટ કોહલી

Master Admin

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો

Master Admin

વડોદરામાં BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ક્વોલિફાયરનું સમાપન

Master Admin

Leave a Comment

Translate »