Nirmal Metro Gujarati News
Uncategorized

પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં સ્ટોર શરૂ કરીને રિટેલ પ્રેઝન્ટનું વિસ્તરણ કર્યું

અમદાવાદ: પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં પોતાના નવા સ્ટોરની
શરૂઆત કરી છે. આ સ્ટોર ગાંધીનગરના કુડાસણ ખાતે સ્થિત છે અને ગુજરાતની રાજધાનીમાં હેલ્થ અને
વેઇટ વેલનેસ રિટેલમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
પ્રોટીનવર્સ માત્ર એક સ્ટોર નથી પણ, આરોગ્ય, સુંદરતા અને સુખાકારીની તમામ જરૂરિયાતોને પહોંચી
વળવા માટે ડિઝાઈન કરવામાં આવેલો છે, જે એક ક્યુરેટેડ અનુભવ પણ પ્રદાન કરે છે. આ સ્ટોર એક
અનોખા હેલ્થ કેફે સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્તઓની વ્યાપક રેન્જશને જોડે છે જે તેને ઉત્સાહીઓ અને નિષ્ણાતો
બંને માટે એક સ્વર્ગ જેવો અનુભવ પ્રદાન કરે છે.
આ સ્ટોર લોન્ચ અંગે વાત કરતા ફિટનેસ બેન્કર અને પ્રોટીનવર્સના ફાઉન્ડર લકી વાલેચાએ કહ્યુ કે, “અમે
ડિસેમ્બરમાં અમદાવાદમાં મણિનગર ખાતે અમારો પ્રથમ સ્ટોર શરૂ કર્યો હતો અને આજે ગાંધીનગરમાં
અમારો બીજો સ્ટોરના પ્રારંભ પર ગર્વ અનુભવીએ છીએ. પ્રોટીનવર્સ એ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સંબંધિત
તમામ બાબતો માટે એક યુનિક સિંગલ-સ્ટોપ સોલ્યુશન છે અને આરોગ્ય અને સુખાકારી સબંધિત કોઈપણ
વ્યક્તિ માટે મુલાકાત લેવી જોઈએ. અમને અમદાવાદમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને
વિશ્વાસ છે કે, અમે ગાંધીનગરના લોકો સાથે પણ સારી રીતે જોડાઈ શકીશું.”
ભવિષ્યમાં પ્રોટીનવર્સ અમદાવાદ અને અન્ય શહેરોમાં વધુ સ્ટોર્સ ખોલીને તેના માઈલસ્ટોનને વધુ વિસ્તૃત
કરવાની યોજના ધરાવે છે.
"આ વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય અને સુખાકારી ઉત્પાદનો અને સેવાઓને
વ્યાપક પ્રેક્ષકો માટે વધુ સુલભ બનાવવાનો છે," શ્રી વાલેચાએ કહ્યું કે, જેમણે ગયા વર્ષે પ્રોટીનવર્સની
સ્થાપના કરીને ફિટનેસ માટેના તેમના જુસ્સાને અનુસરવા માટે આંતરરાષ્ટ્રીય બેંકમાં પ્રતિષ્ઠિત નોકરી છોડી
હતી.
પ્રોટીનવર્સ હેલ્થ, બ્યુટી અને વેલનેસને લગતા ઉત્પાદનોની વિવિધ રેન્જ ઓફર કરે છે. પ્રીમિયમ પ્રોટીન
સપ્લિમેન્ટ્સથી લઈને સ્કિનકેર અને બ્યુટી પ્રોડક્ટ્સ સુધી સ્ટોરમાં એક છત નીચે ટોચની બ્રાન્ડ્સની ક્યુરેટેડ
પસંદગી દર્શાવે છે
. સ્ટોરની અંદર હેલ્થ કાફે એક યુનિક સ્પર્શને જોડે છે. જેમાં ગ્રાહકોને પોતાના મનપસંદ
સ્વાસ્થ્ય ઉત્પાદનોની ખરીદી કરતી વખતે પૌષ્ટિક પીણાંનો આનંદ પણ માણી શકે છે
પ્રોટીનવર્સની વિસ્તૃત રેન્જ ઉપરાંત જે વાત આને યુનિક હેલ્થ અને વેલનેસથી અલગ પાડે છે એ તેની
વ્યક્તિગત કન્સલ્ટન્સી સેવાઓ છે. એક્સપર્ટ કન્સલટન ગ્રાહકોને પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્ય અને
સુખાકારીના ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરવા માટે અનુરૂપ સલાહ પ્રદાન કરવા માટે ઉપલબ્ધ છે.
પ્રોટીનવર્સ પ્રોડક્ટ્સ એમેઝોન પર પણ ઉપલબ્ધ છે, જે દેશભરના ગ્રાહકોને સેવા પ્રદાન કરે છે. દેશભરના
ગ્રાહકો સ્ટોર દ્વારા ઓફર કરાયેલ પ્રીમિયમ ઉત્પાદનો અને નિષ્ણાત માર્ગદર્શનને ઍક્સેસ કરી શકે છે.
પ્રોટીનવર્સ પર કન્સલ્ટન્સી સેવાઓ સુનિશ્ચિત કરે છે કે, ગ્રાહકો તેમના આરોગ્ય અને સુખાકારીના લક્ષ્યોને
અનુરૂપ વ્યક્તિગત સલાહ પ્રાપ્ત કરે છે.
પ્રોટીનવર્સ માટે શ્રી વાલેચાનું વિઝન એક સમુદાય કેન્દ્રિત બ્રાન્ડ બનાવવાનું છે, જે વ્યક્તિઓને સ્વસ્થ
જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. ગુણવત્તા અને ગ્રાહક સંતુષ્ટિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ
પ્રોટીનવર્સની સફળતાને પ્રોત્સાહન આપ્યું છે જે તેને આરોગ્ય ઉત્સાહીઓ માટે એક લોકપ્રિય સ્થળ બનાવે
છે.

Related posts

EDII’s દ્વારા યુવા અને બાળકોની આંત્રપ્રિન્યોરશિપ શિબિર……એક પ્લેટફોર્મ જે વિજેતા ગુણો પ્રદાન કરે છે

Reporter1

હિરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનએ દેશનું વીજળીકરણ કરવા માટે હાથ મિલાવ્યા

Master Admin

ભારતમાં Meta AIનું આગમન: AI આસિસ્ટન્ટને તમારી આંગળીના ટેરવે ધકેલે છે

Reporter1
Translate »