Nirmal Metro Gujarati News
Uncategorized

સેમસંગ દ્વારા આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

ગુરુગ્રામ, ભારત, ૧લી જુલાઈ, ૨૦૨૪: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે
જણાવ્યું છે કે ગ્રાહકો હવે વહેલી પહોંચ અને વિશેષ ઓફરો માટે પાત્ર બનવા તેના આગામી
ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ પ્રી-રિઝર્વ કરી શકે છે.

ગ્રાહકો Samsung.com, સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, Amazon.in, Flipkart.com અને
ભારતભરમાં અગ્રણી રિટેઈલ આઉટલેટ્સમાં રૂ. 2000ની ટોકન રકમ ચૂકવીને આગામી
ગેલેક્સી Z સિરીઝ ફોલ્‍ડેબલ સ્માર્ટફોન્સ પ્રી-રિઝર્વ કરી શકે છે. આગામી ગેલેક્સી Z સિરીઝ
સ્માર્ટફોન્સ પ્રી-રિઝર્વ કરનારા ગ્રાહકોને આ પ્રોડક્ટોની ખરીદી પર રૂ. 7000 સુધી મૂલ્યના
લાભો મળશે.

સેમસંગ દ્વારા તાજેતરમાં ઘોષણા કરવામાં આવી હતી કે તે 10 જુલાઈના રોજ તેની વૈશ્વિક
ઈવેન્ટમાં ગેલેક્સી Z સિરીઝ સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ ડિવાઈસીસની આગામી પેઢી લોન્ચ
કરશે. ગેલેક્સી અનપેક્ટ ઈવેન્ટ પેરિસમાં યોજાશે, જ્યાં પ્રતિકાત્મક સાંસ્કૃતિક કડી અને પ્રવાહનું
કેન્દ્રબિંદુ અમારા નવીનતમ અત્યાધુનિક ઈનોવેશન્સ રજૂ કરવા માટે ઉત્તમ પાર્શ્વભૂ બને છે.

“ગેલેક્સી AIની આગામી ફ્રન્ટિયર આવી રહી છે. ગેલેક્સી AIની શક્તિ જોવા માટે તૈયાર રહો, જે
હવે ગેલેક્સી Z સિરીઝ અને સંપૂર્ણ ગેલેક્સી ઈકોસિસ્ટમમાં દાખલ કરવામાં આવી છે. તો અમે
મોબાઈલ AIના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે શક્યતાઓની દુનિયા માટે
તૈયાર રહો,” એમ કંપનીએ ઉમેર્યું હતું.

સેમસંગ ઈન્ડિયાએ આગામી સેમસંગ ગેલેક્સી વેરેબલ અને હિયરેબલ ડિવાઈસીસ માટે પ્રી-
રિઝર્વની ઘોષણા પણ કરી છે. ગ્રાહકો રૂ. 1999ની ટોકન રકમ સાથે સેમસંગની આગામી
ગેલેક્સી ઈકોસિસ્ટમ પ્રોડક્ટો પ્રી-રિઝર્વ કરી શકે છે અને આ પ્રોડક્ટોની ખરીદી પર રૂ. 6499
સુધી મૂલ્યના લાભો મેળવી શકે છે.

સેમસંગ સંપૂર્ણ નવો અને અજોડ AI અનુભવ પ્રદાન કરવા માટે આગામી ફોલ્ડેબલ ડિવાઈસીસ
માટે ગેલેક્સી AI અનુભવ મહત્તમ બનાવશે.

Related posts

જેકે મેક્સ પેંટ્સ એ હોમ બ્યુટિફિકેશન પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે  #SingleBrandSharmaJi કેમ્પેઇન લોન્ચ કર્યું

Reporter1

Morari Bapu’s tributes and assistance to victims of Kuwait fire tragedy, UP road accident

Reporter1

સેમસંગે ભારતમાં નેક્સ્ટ જનરેશન AI ઇન્વર્ટર કોમ્પ્રેસર વાળા ત્રણ નવા રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યા

Reporter1
Translate »