Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

1.50 લાખથી વધુ ગ્રાહકો કરી રહ્યા છે ‘MGVCL Smart Meter’ એપનો ઉપયોગ

રોજનો વીજ વપરાશ જોઈ પોતાના વીજ વપરાશને કરી રહ્યા છે ક્રંટ્રોલ

વડોદરા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | MGVCL વિસ્તારમાં 1.50 લાખથી વધુ ગ્રાહકો “MGVCL Smart Meter” મોબાઇલ એપ દ્વારા પોતાના રોજના વીજ વપરાશ વિશેની માહિતી મેળવી રહ્યા છે. એટલું જ નહીં તેઓ પોતાનો વીજ વપરાશ જોઇને, વપરાશને ક્રંટ્રોલ કરી વીજળી પણ બચાવી રહ્યા છે. “MGVCL Smart Meter” એપ ગ્રાહકોને Real-Time વીજ વપરાશ જોવામાં, ઓનલાઇન બિલ ભરવામાં, ફરિયાદ નોંધાવવામાં અને તેનું સ્ટેટસ જોવામાં મદદ કરે છે. સોલર ગ્રાહકો માટે Import-Export યુનિટની માહિતી પણ એપમાં ઉપલબ્ધ છે.

સ્માર્ટ મીટરથી ગ્રાહકોને શું લાભ મળશે?

▪️ મોબાઇલ એપ દ્વારા પોતાનો દરરોજનો વીજ વપરાશ જોઈ શકાશે

▪️ પોતાના વીજ વપરાશની પેટર્ન જાણીને વપરાશ કંટ્રોલ કરી શકાશે

▪️ ઓનલાઇન બિલ પેમેન્ટ અને ફરિયાદ કરવી સરળ બનશે

▪️ ડેઈલી વપરાશને મોનિટર કરીને વીજળીની બચતનું આયોજન કરી શકાશે

▪️ સેફ્ટી, પ્લાન્ડ પાવર સપ્લાઈ આઉટેઝ અને અનિયમિત વપરાશજાણી શકાશે

▪️ ગ્રાહકને પોતાના વીજ વપરાશ-બિલિંગ અંગેની માહિતીની આધુનિક ડિજિટલ સેવા મળશે

▪️ ખોટા બિલની શક્યતા ઘટશે

▪️ ફરિયાદ નોંધાવવી અને ટ્રેક કરવી સરળ બનશે.

== સમાપ્ત ==

Related posts

ભારતીય બાંધકામ સાધન ઉદ્યોગે FY26માં સ્થિતિસ્થાપકતા દર્શાવી; નિકાસ 31.5% વધી, માળખાગત સુવિધાના અમલીકરણમાં મંદીના કારણે ઘરેલું માંગમાં 7%નો ઘટાડો થયો

Master Admin

Galaxy A26 5G, Samsung’s Most Affordable AI-Powered Smartphone, Launches in India Starting at Just INR 22999

Reporter1

Samsung Expands Its Galaxy Wearables Ecosystem in India to Bring Premium Healthcare Experience with Galaxy Ring Starting INR 38999

Reporter1

Leave a Comment

Translate »