Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ

અમરનાથ યાત્રા આજથી શરૂ

અમરનાથ યાત્રા ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી ચાલશે : હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ, તા.૩ જૂન ૨૦૨૬ — અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ છે અને બાબા બરફાનીના દર્શન કરવા આતુર છે. અમરનાથ યાત્રા ૨૦૨૬ ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી રક્ષાબંધન સુધી ચાલશે.જેને લઈ લુધિયાણાથી હજારો શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અમરનાથ યાત્રા માટે શિવ ભક્તોને ૧૪ કિલોમીટર સુધી પગપાળા જવાનું હોય છે. અમરનાથ યાત્રા માટે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૦ વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓને આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નથી.

આ વર્ષે, વહીવટીતંત્રે અમરનાથ યાત્રા અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. દર વર્ષે યાત્રા માટે યાત્રાળુઓ અમરનાથ યાત્રા માટે નીલગ્રંથથી પંચતરણી અને પહેલગાંવથી પંચતરણી સુધી પગપાળા, ઘોડા પર અને હવાઈ માર્ગે મુસાફરી કરતા હતા. પરંતુ આ વખતે અમરનાથ યાત્રા પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સુરક્ષાના કારણથી યાત્રા માર્ગને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે.

૧૩ થી ૭૦ વર્ષની અંદરના કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. છ અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓને મુસાફરી કરવાની પરવાનગી નથી. આ વખતે આરોગ્ય તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે,

પહલગામ રુટ ૪૮ કિમીના આ રસ્તા ખુબ લાંબા છે પરંતુ તેનું ચઢાણ ખુબ સરળ છે. પહેલી વખત યાત્રા કરનાર માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.માત્ર ૧૪ કિલોમીટર લાંબો નાનકડો રસ્તો ખુબ પડકારજનક છે. તેમજ ચઢાઈ વાળો છે. અનુભવી ટ્રેકર્સ હંમેશા આ બાલતાલ રુટનો રસ્તો પસંદ કરે છે. જો ગુફા સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને ૪૮ કિલોમીટર લાંબા પહેલગામનો રુટ પસંદ કરવાનો રહે છે. યાત્રા પૂર્ણ થતાં અંદાજે ૪ થી ૫ દિવસનો સમય લાગે છે. તેમજ ૧૪ કિલોમીટર લાંબો રુટ તમે પસંદ કરો છો. તો ગુફા સુધી પહોંચવામાં ૨ દિવસ લાગે છે. જે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા નહી કરી શકાત તેઓ ખચ્ચરનો ઉપયોગ કરે છે.

Related posts

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

Master Admin

વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.

Master Admin

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે, ત્યારે કરુણા બને છે.

Master Admin

Leave a Comment

Translate »