બંગાળ CM સુવેન્દુ અધિકારીએ કહ્યું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગેની માહિતી શેર કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૮ જૂન ૨૦૨૬ — પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગેની માહિતી શેર કરી હતી. રવિવારે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થાપિત હોલ્ડિંગ સેન્ટરોમાંથી આશરે ૪,૮૦૦ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે અને આવા ૮૩૬ વ્યક્તિઓ હજુ ડિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બંગાળના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન એક મુખ્ય મુદ્દો છે અને તેમની સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદને સુરક્ષિત કરવા માટે જરૂરી ૫૫૬ કિલોમીટરમાંથી લગભગ ૧૦૦ કિલોમીટર વાડ કરવા માટે સરહદ સુરક્ષા દળ (BSF) ને જમીન સોંપી છે.
તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જમીન ટ્રાન્સફર જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત કરવી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ભાજપના ખાસ તાલીમ શિબિરની તૈયારી માટેની બેઠકને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “વાડ માટે જરૂરી ૫૫૬ કિલોમીટર જમીનમાંથી અમે આશરે ૧૦૦ કિલોમીટર જમીન સરહદ સુરક્ષા દળ (BSF) ને સોંપી દીધી છે અને ઉત્તર બંગાળમાં ચિકન નેક કોરિડોરને પ્રાથમિકતા આપી છે.”
ચિકન નેક સત્તાવાર રીતે સિલિગુડી કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે તે ઉત્તર બંગાળમાં જમીનનો એક સાંકડો પટ્ટો છે, જે આશરે ૨૦-૨૨ કિલોમીટર પહોળો અને લગભગ ૬૦ કિલોમીટર લાંબો છે, જે બાકીના ભારતને ઉત્તરપૂર્વીય રાજ્યો સાથે જોડે છે. તે સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માનવામાં આવે છે. બધા રાજ્યોમાંથી પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે કુલ ૪,૦૯૬ કિલોમીટરમાંથી ૨,૨૧૭ કિલોમીટર સુધી ફેલાયેલી છે. શુવેન્દુએ કહ્યું કે જે લોકો નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) ના કાર્યક્ષેત્રમાં આવતા નથી તેમને સીધા મ્જીહ્લને સોંપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશના અન્ય રાજ્યોમાં કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં પશ્ચિમ બંગાળમાં અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકારે તેનો અમલ કર્યો ન હતો, અને ઉમેર્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાજ્યની જેલોમાં રાખવામાં આવ્યા હતા અને કરદાતાઓના ખર્ચે સુવિધાઓનો લાભ લેવામાં આવ્યો હતો.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, “રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થાપિત હોલ્ડિંગ સેન્ટરોમાંથી લગભગ ૪,૮૦૦ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવ્યા છે. તે સિવાય આવા ૮૩૬ લોકોના દેશનિકાલની પ્રક્રિયા ચાલી રહી છે. ઉત્તર ૨૪ પરગના જિલ્લાના હકીમપુર સરહદ પર લોકોની અવરજવર તરફ ઈશારો કરતા અધિકારીએ કહ્યું કે ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પહેલાથી જ પોતાની મેળે ત્યાંથી નીકળી ગયા છે. અધિકારીએ આરોપ લગાવ્યો કે અગાઉની ટીએમસી સરકારે રાજ્યમાં વસ્તી ગણતરીનું કામ શરૂ કર્યું ન હતું અને કહ્યું કે ભાજપ સરકારે પ્રક્રિયા શરૂ કરી છે અને ૧ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ઘરે-ઘરે સર્વે કરવામાં આવશે.

