Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessEducationGujarat

એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પરહસ્તાક્ષર કર્યા

  • ભાગીદારીનો ઉદ્દેશ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત કરવા, કાર્યબળ પરિવર્તનને વેગ આપવા અને ભારતની ઔદ્યોગિક વૃદ્ધિને સરળ બનાવવા માટે એપ્લાઇડ સંશોધન હાથ ધરવાનો છે.
  • એએમ/એનએસ ઈન્ડિયા આ સહયોગ હેઠળ સંયુક્ત શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ-જોડાણ પહેલને આગળ વધારવા માટે તેની ઉદ્યોગ-સંકલિત શૈક્ષણિક પહેલ, નામટેક (ન્યુ એજ માર્કર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)નો લાભ ઉઠાવશે.

સુરત, ગુજરાત | ૦૯ જૂન ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી (આઇઆઇટી રૂરકી)એ શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ જોડાણમાં સહયોગ માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

આ ભાગીદારી એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને વૈશ્વિક ઉત્પાદન ફૂટપ્રિન્ટ અને આઇઆઇટી રૂરકીની શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાને એક સાથે લાવે છે, જે કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, ટેકનોલોજી નવીનીકરણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા માટે એક મંચનું સર્જન કરે છે.

સમજૂતી કરારનાં માળખાં હેઠળ ભાગીદારો નીચેની બાબતોમાં તકો શોધશેઃ

  • શૈક્ષણિક કાર્યક્રમો, એક્ઝિક્યુટિવ શિક્ષણ, વ્યાવસાયિક વિકાસના અભ્યાસક્રમો અને કાર્યદળ પરિવર્તન પહેલોનો સંયુક્ત વિકાસ અને ડિલિવરી
  • ઉદ્યોગ-કેન્દ્રીત કન્સલ્ટિંગ, ટેકનિકલ સલાહકાર સેવાઓ, સમસ્યાનાં ઉકેલનાં જોડાણો અને ટેકનોલોજીની આકારણીઓ
  • સહયોગી સંશોધન, નવીનીકરણ, ટેકનોલોજી વિકાસ, પ્રકાશનો, બૌદ્ધિક સંપત્તિનું સર્જન, અને ટેકનોલોજી પરિવર્તન પહેલો.

એએમ/એનએસ ઈન્ડિયા કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, પહેલ, અને ઉદ્યોગ જોડાણમાં ભાગીદારીના ઉદ્દેશો પૂર્ણ કરવા માટે એક મંચ તરીકે તેની ઉદ્યોગ-સંકલિત શિક્ષણ પહેલ નામટેકનો ઉપયોગ કરશે. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે તફાવત દૂર કરવા માટે સ્થાપિત નામટેક ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું સર્જન કરવા અને સંશોધનને ઔદ્યોગિક અસરમાં રૂપાંતરિત કરવા માટે પ્રાયોગિક શિક્ષણ, ઉદ્યોગ આધારિત અભ્યાસક્રમ અને વાસ્તવિક વિશ્વના ઉદ્યોગ ઉકેલ એક સાથે લાવે છે.

ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવા અને અદ્યતન ઉત્પાદન તથા ઔદ્યોગિક નવીનીકરણમાં ભારતની ક્ષમતાઓને મજબૂત કરવા માટે સહિયારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે. તેવિદ્યાર્થીઓ, સંશોધકો, ફેકલ્ટી અને ઔદ્યોગિક વ્યાવસાયિકોને વાસ્તવિક વિશ્વના પડકારો પર એક સાથે કાર્ય કરવા અને દેશની લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા માટેની તકોનું સર્જન કરે એવી અપેક્ષા છે.

આ પ્રસંગે વાત કરતા એએમ/એનએસ ઈન્ડિયાના સીઇઓ શ્રીમાન દિલિપ ઓમેને જણાવ્યું હતું કેઃ“ભારતનાં ઔદ્યોગિક પરિવર્તન માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ઊંડા સહયોગની આવશ્યકતા પડશે. આઇઆઇટી રૂરકી સાથે આ વ્યુહાત્મક સહયોગ મારફતે અને અમારા ઉદ્યોગ-સંકલિત શિક્ષણ અને નવીન મંચ તરીકે નામટેકનો લાભ ઉઠાવીને અમે ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવાનો, એપ્લાઇડ સંશોધનને વેગ આપવાનો અને ભારતનાં ઉત્પાદન અને સ્ટીલ ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા અને ટકાઉતાને મજબૂત કરે એવા અસરદાર ઉકેલોનો વિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.”

આઇઆઇટી રૂરકીના નિર્દેશક ડો. કે. કે. પંતે જણાવ્યું હતું કેઃ“આ સહયોગ શૈક્ષણિક સંશોધનને ઉદ્યોગસંબંધિત પરિણામોમાં રૂપાંતરિત કરવા માટેનું એક મહત્ત્વૂપર્ણ પગલું છે. આઇઆઇટી રૂરકીનાં સંશોધનની ક્ષમતાઓને એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને નામટેકના ઔદ્યોગિક સંકલિત શિક્ષણ ઇકોસિસ્મટની સાથે સંયોજિત કરીને અમારો ઉદ્દેશ શિક્ષણ, ટેકનોલોજી વિકાસ અને વ્યુહગોઠવણ, અને નવીનીકરણથી ચલિત વ્યવહારું, સ્કેલેબલ અને લાગુ કરી શકાય એવા ઉકેલો મારફતે વિકસિત ભારતનાં વિઝનની સાથે સંરેખિત કરીને ટકાઉતાને આગળ વધારવાનો છે.”

નામટેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય શ્રીમાન સંજય શર્માએ ઉમેર્યું હતું કેઃ“નામટેકની સ્થાપના ભવિષ્ય માટે કૌશલ્ય તૈયાર કરવામાં ઉત્પાદન અને શિક્ષણ સહયોગની રીતને પુનઃવ્યાખ્યાયિત અને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. આ ભાગીદારી અનુભવલક્ષી શિક્ષણ, એપ્લાઇડ સંશોધન, અને નવીનીકરણથી ચલિત પરિણામો માટે નવા માર્ગોનું સર્જન કરવામાં સહાય કરશે, જે ઉદ્યોગની વિકસિત જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સાથે નજીકથી સંરેખિત છે.”

સમજૂતીકરાર સહયોગ માટે લાંબા ગાળાનું માળખું સ્થાપિત કરે છે અનેકૌશલ્યનો વિકાસ કરવા, નવીનીકરણને વેગ આપવા, અને ભારતનાં ઉત્પાદન તથા સ્ટીલ ક્ષેત્રો સામે ઉભરતા પડકારોનો સામનો કરી શકાય તે માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ટકાઉ જોડાણ માટેનાં મંચનું સર્જન કરે છે.

== સમાપ્ત ==

Related posts

હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ૪૦ ગામોમાં રોગચાળાનું જોખમ

Master Admin

Adishwar Auto Ride Announces Special Offers on its Global Range of Benelli and Zontes Superbikes

Reporter1

Toyota Kirloskar Motor Advances Community Well-Being with the Inauguration of Water Units in Mysore District

Reporter1

Leave a Comment

Translate »