Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessHealth Care

મલ્ટિડિસિપ્લિનરી કેર અને એડવાન્સ સર્જરીની મદદથી એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલમાં ઓસ્ટિઓસારકોમા ના યુવાન દર્દીને રેમિશન થવામાં સફળતા મળી.

  • સમયસર નિદાન, મલ્ટિડિસિપ્લિનરી કેર અને અદ્યતન લિમ્બ-સાલ્વેજ સારવારની મદદથી યુવાન દર્દીએ ગ્રેડ ૩ ઓસ્ટિઓસારકોમા પર વિજય મેળવ્યો.

અમદાવાદ, ગુજરાત | ૦૯ જૂન ૨૦૨૬ | એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલે રાજસ્થાનની એક ૧૨ વર્ષની બાળકીમાં જોવા મળેલા ગ્રેડ ૩ ઓસ્ટિઓસારકોમા ના જટિલ કેસની સફળતાપૂર્વક સારવાર કરી છે. આ સફળતા કિમોથેરાપી, સ્પેશિયલાઇઝ્ડ લિમ્બ-સાલ્વેજ સર્જરી અને અદ્યતન સપોર્ટિવ કેર સહિતના વ્યાપક મલ્ટિડિસિપ્લિનરી સારવાર અભિગમ દ્વારા પ્રાપ્ત થઈ છે.

દર્દી અનાયા શર્માને (નામ બદલ્યું છે) સૌપ્રથમ ઓગસ્ટ 2025 તેણીની ડાબી જાંઘ અને ઘૂંટણમાં સતત સોજો અને અસહ્ય દુખાવો થવાનું શરૂ થયું હતું. પ્રારંભિક તપાસમાં તેની સાથળના હાડકામાં ટ્યુમર હોવાનું બહાર આવ્યું હતું. જો કે, ત્યાં મર્યાદિત સ્પેશિયલાઇઝ્ડ ઓન્કોલોજી સુવિધાઓ હોવાને કારણે અને ચોક્કસ નિદાન ન થઈ શકવાને લીધે, પરિવારજનોએ અમદાવાદની એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલ ખાતે નિષ્ણાતોની સારવાર લેવાનું નક્કી કર્યું.

પીડિયાટ્રિક હેમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ ડો. ક્રિશા શાહ, ઓર્થોપેડિક ઓન્કો-સર્જન ડો. મયુર કામાણી અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડો. કિંજલ જાનીની દેખરેખ હેઠળ, દર્દીની વધુ તપાસ અને બાયોપ્સી કરવામાં આવી હતી, જેમાં સાથળના હાડકા ના ગ્રેડ ૩ ઓસ્ટિઓસારકોમા ના નિદાનની પુષ્ટિ થઈ હતી.

મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ દ્વારા વિગતવાર મૂલ્યાંકન કર્યા પછી, એચસીજી ની મેડિકલ ટીમે એક પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કર્યો. જેમાં નિયોએડજુવન્ટ કિમોથેરાપીની 4 સાયકલ, ત્યારબાદ ટ્યુમર એક્સિઝન સર્જરી અને અંતે એડજુવન્ટ કિમોથેરાપીનો સમાવેશ થાય છે.

સારવારના લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને, કિમોથેરાપી આપતી વખતે વારંવાર નસોમાં સોય ભોંકવાની પીડામાંથી બચાવવા માટે દર્દીને શરૂઆતમાં PICC (પેરિફેરલી ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેથેટર) લાઇન આપવામાં આવી હતી. જો કે, સારવાર દરમિયાન તેણીને PICC લાઇન સંબંધિત કેટલીક જટિલતાઓઊભી થઈ હતી, જેના કારણે તે લાઇનને દૂર કરવી પડી હતી. ત્યારબાદના કિમોથેરાપીના સાયકલ દરમિયાન વારંવાર સામાન્ય IV લાઇન દાખલ કરીને આગળનું મેનેજમેન્ટ અને સારવાર કરવામાં આવી હતી.

શરૂઆતની ૪ સાયકલ દરમિયાન, દર્દીને કિમોથેરાપી સંબંધિત સાઇડ ઇફેક્ટ્સ જેવી કે તાવ, ઉબકા, ઊલટી, નબળાઈ, ભૂખ ઓછી થવી અને વજનમાં નોંધપાત્ર ઘટાડો થવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ શારીરિક અને ભાવનાત્મક પડકારો હોવા છતાં, તેના પરિવાર અને મેડિકલ ટીમના સતત સહકારથી તેણીએ અદ્ભુત મનોબળ અને સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું.

તેણીની સારવારની સફરમાં એક મોટો વળાંક કિમોથેરાપીના ચોથા સાયકલની પૂર્ણાહુતિ પછી આવ્યો, જ્યારે તેણીની અત્યંત વિશિષ્ટ એવી ‘લિમ્બ-સાલ્વેજ સર્જરી’ કરવામાં આવી. આ પ્રક્રિયામાં ડો. કિંજલ જાની દ્વારા ટ્યુમર રિસેક્શન ની સાથે એક્સ્ટ્રાકોર્પોરિયલ ઇરેડિયેશન એન્ડ રીઇમ્પ્લાન્ટેશન થેરાપી (ECRT) અને ત્યારબાદ પ્લેટિંગનો સમાવેશ થતો હતો. આ એક અદ્યતન સર્જિકલ અભિગમ છે જેનો હેતુ કેન્સરની અસરકારક સારવાર કરવાની સાથે પ્રભાવિત અંગ ને કાપવામાંથી સુરક્ષિત બચાવી લેવાનો છે.

આ સર્જરી ડૉ. મયુર કામાણીની કુશળતા હેઠળ અને રેડિયેશન ઓન્કોલોજી ટીમના સહયોગથી કરવામાં આવી હતી. આ સંયુક્ત પ્રયાસથી દર્દીની મોબિલિટી અને લાંબા ગાળાના જીવનની ગુણવત્તા જાળવી રાખીને ચોકસાઇ-આધારિત સારવાર સુનિશ્ચિત થઈ. તેમણે એપ્રિલ 2026 માં કીમોથેરાપીના બાકીના ચાર સાયકલ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. મે 2026 માં હાથ ધરવામાં આવેલા ત્યારબાદના PET-CT સ્કેનથી સક્રિય રોગના કોઈ પુરાવા મળ્યા ન હતા, અને દર્દી હાલમાં સંપૂર્ણપણે રેમિશનમાં છે.

એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલના પીડિયાટ્રિક હેમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ ડો. ક્રિશા શાહે જણાવ્યું હતું કે: “ઓસ્ટિઓસારકોમા એ હાડકાનું એક આક્રમક કેન્સર છે જે સામાન્ય રીતે બાળકો અને કિશોરોને અસર કરે છે, જેના કારણે વહેલું નિદાન અને સમયસર સારવાર અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ કેસમાં, સારવાર સંબંધિત અનેક પડકારો હોવા છતાં, દર્દીએ તેની સમગ્ર સફર દરમિયાન અસાધારણ હિંમત બતાવી હતી. એક સંકલિત મલ્ટિડિસિપ્લિનરી સારવાર અભિગમે આપણને સકારાત્મક ક્લિનિકલ પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરી છે, અને સાથે જ ભવિષ્યમાં તેની હલનચલન કરવાની ક્ષમતા તથા જીવનની ગુણવત્તા જાળવી રાખવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સર્જિકલ પ્રક્રિયા વિશે વાત કરતા, એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલના ઓર્થોપેડિક ઓન્કો-સર્જન ડો. મયુર કામાણીએ જણાવ્યું હતું કે: “વિકસતા બાળકોમાં હાડકાના કેન્સરની સારવાર માટે અત્યંત સંતુલિત અભિગમની જરૂર હોય છે, જ્યાં અમારો ઉદ્દેશ્ય માત્ર કેન્સર પર નિયંત્રણ મેળવવાનો જ નથી, પરંતુ પ્રભાવિત અંગની કાર્યક્ષમતા અને દર્દીની આત્મનિર્ભરતા જાળવી રાખવાનો પણ હોય છે. અદ્યતન લિમ્બ-સાલ્વેજ પ્રક્રિયાઓ હવે આપણને આવા જટિલ કેસોની વધુ ચોકસાઈ સાથે સારવાર કરવાની મંજૂરી આપે છે, જે યુવાન દર્દીઓને આત્મવિશ્વાસ સાથે તેમનું દૈનિક જીવન ચાલુ રાખવામાં મદદ કરે છે.

સારવારની આ સફરમાં એચસીજી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી આર્થિક સહાયથી મોટો ટેકો મળ્યો હતો, જેણે તબીબી ખર્ચના ૯૦% હિસ્સાને આવરી લેવામાં મદદ કરી અને અદ્યતન કેન્સર સારવાર વિના કોઈ અવરોધે સતત મળતી રહે તે સુનિશ્ચિત કર્યું. આ ગંભીર સારવાર ચાલતી હોવા છતાં, દર્દીએ ઓનલાઈન ક્લાસ દ્વારા પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને જ્યારે પણ સ્વાસ્થ્ય પરવાનગી આપે ત્યારે પરીક્ષાઓ પણ આપી હતી. તેણી હાલમાં ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન મેળવી રહી છે અને આગામી મહિનાઓમાં ફરીથી સ્કૂલે જવા માટેની તૈયારી કરી રહી છે.

પોતાનો અનુભવ શેર કરતા અનાયા શર્માએ (નામ બદલ્યું છે) જણાવ્યું હતું કે: “જ્યારે હું પહેલીવાર હોસ્પિટલ આવી ત્યારે હું ખૂબ જ ડરી ગયેલી હતી અને આગળ શું થશે તેની મને ખબર નહોતી. પરંતુ એચસીજી ના ડોક્ટરો, નર્સો અને સ્ટાફે મારી સારવારની સમગ્ર સફર દરમિયાન મને સતત પ્રોત્સાહિત કરી અને મારો સાથ આપ્યો. તેમણે મારા સૌથી મુશ્કેલ દિવસોમાં મને હિંમત આપી અને હંમેશા મારામાં આશા જગાડી રાખી. આજે, હું આભારી છું કે હું ધીમે ધીમે મારા સામાન્ય જીવનમાં પાછા ફરી રહી છું.

નિષ્ણાતોએ એ વાત પર ખાસ ભાર મૂક્યો હતો કે સારવાર પૂર્ણ થયા પછી પણ નિયમિત ફોલો-અપ્સ અને લાંબા ગાળાની દેખરેખ અત્યંત મહત્વપૂર્ણ છે, ખાસ કરીને શરૂઆતના પ્રથમ બે વર્ષ દરમિયાન, કારણ કે આ સમયગાળામાં કેન્સર ફરીથી થવાનું જોખમ સૌથી વધુ હોય છે. પીડિયાટ્રિક કેન્સર દર્દીઓની સંપૂર્ણ રિકવરી અને લાંબા ગાળાની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે સતત રિહેબિલિટેશન, પોષણયુક્ત આહારની કાળજી અને સારવાર સંબંધિત આડઅસરો પર નજર રાખવી પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

== સમાપ્ત ==

Related posts

Hydration, Refreshment, and Connection—Coca-Cola India’s Signature at Maha Kumbh 2025

Reporter1

A DECADE OF FUN: MOXY HOTELS CELEBRATES 10TH ANNIVERSARY WITH SPIRITED EXPANSION IN ASIA PACIFIC

Reporter1

HERO MOTOCORP CONCLUDES CALENDAR YEAR 2024 WITH SALES OF MORE THAN 59 LAKH (5.9 MILLION) MOTORCYCLES AND SCOOTERS GEARS UP FOR 2025 WITH A SLEW OF PRODUCT LAUNCHES 

Reporter1

Leave a Comment

Translate »