Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessHealth Care

કાફે આકાસાની તેના યોગ દિવસના વિશેષ ભોજનની ચોથી આવૃત્તિ સાથે સુખાકારીની ભાવનાની ઉજવણી

રાષ્ટ્રીય | ૧૦ જૂન ૨૦૨૬ | આકાસા એરની ઓનબોર્ડ ભોજન સેવા કાફે આકાસાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે યોગ દિવસના તેના વિશેષ ભોજનની ચોથી આવૃત્તિ લોન્ચ કરી છે. યોગને આધાર આપતા સુખાકારી, સંતુલન, અને સભાન જીવન જીવવાના સિદ્ધાંત્તોને પ્રતિબિંબિત કરવા માટે સમજી-વિચારીને તૈયાર કરવામાં આવેલા વિશેષ ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓને તાજગીપૂર્ણ સ્વાદ સાથે સંયોજિત કરવામાં આવી છે, જે ફ્લાઇટમાં પૌષ્ટિક ડાઇનિંગ અનુભવનું સર્જન કરે છે.

યોગ દિવસનાં વિશેષ ભોજનમાં એવોકાડો, દાડમ અને બેસિલ સાથે મિલેટ સલાડ સામેલ છે, જેને બેરી મુસલી યોગર્ટ પારફેટની સાથે પિરસવામાં આવે છે અને સાથે પસંદગીનું પીણું આપવામાં આવે છે. પોષકતત્વોથી ભરપૂર મિલેટ્સ, તાજા ફળો, દહીં અને વાઇબ્રન્ટ મોસમી સામગ્રીઓની શ્રેષ્ઠતાને એક સાથે લાવીને આ ભોજન પ્રવાસીઓને હળવો, પરંતુ સંતોષકારક વિકલ્પઆપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે સ્વાદ સાથે સમાધાન કર્યા વિના જાગૃત્ત આહારની ઉજવણી કરે છે.

આકાસા એર નેટવર્કમાં જૂન 2026 દરમિયાન ઉપલબ્ધ, વિશેષ મેનુ આકાસા એરની વેબસાઇટ www.akasaair.com અને મોબાઇલ એપ પર સરળતાથી પ્રિ-બુક કરી શકાય છે.

યોગ વિશ્વભરમાં સ્વસ્થ જીવનશૈલી અને જાગૃત્ત પસંદગીઓને પ્રેરિત કરવાનું જારી રાખતો હોવાથી આ વિશેષ રીતે તૈયાર કરેલી ઓફર પ્રવાસીઓને હરતા-ફરતા પણ સુખાકારીને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરીને આ પ્રસંગની ભાવનાને દર્શાવે છે. પોતાના પોષક મૂલ્યો અને ભારતીય ખાદ્ય પરંપરાઓ સાથે ઊંડા મૂળ જોડાણને ઓળખીને મિલેટ્સનો સમાવેશ શરીર અને મન બંનેને પોષણ આપતા સ્વસ્થ, સમતુલિત ભોજનની વધતી પસંદગીઓને વધુ પ્રતિબિંબિત કરે છે.

હવે પોતાના ચોથા વર્ષમાં, યોગ દિવસ માટે વિશેષ ભોજન, સમજી-વિચારીને તૈયાર કરેલા આહારના અનુભવો મારફતે કાફે આકાસાની સાંસ્કૃત્તિક અને મોસમી પ્રસંગોને યાદ કરવાની પરંપરાને જારી રાખવામાં આવે છે.

ઓગસ્ટ 2022માં કામગીરી શરૂ કર્યા પછી આકાસા એર વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશિષ્ટતાઓને પ્રતિબિંબિત કરતા વિશેષ રીતે તેયાર કરેલા ભોજનના વિકલ્પો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે. મકરસંક્રાંતિથી લઈને વેલેન્ટાઇન્સ ડે, હોળી, ઇદ, ઇસ્ટર, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નવરોઝ, ઓનમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી, બાળ દિવસ અને નાતાલ સુધી, કાફે આકાસા તહેવારના ભોજનો સાથે ઉડાનનો અનુભવ વધારવાનું જારી રાખે છે. એરલાઇન એવા ફ્લાયર્સ માટે તેના નિયમિત મેનુ પર કેકની પૂર્વ-પસંદગી પણ ઓફર કરે છે, જેઓ આકાશમાં પોતાના પ્રિયજનો સાથે વિશેષ પ્રસંગોની ઉજવણી કરવા માગે છે.

કાફે આકાસાનું વારંવાર રિફ્રેશ થતું મેનુ ઘણા પ્રકારના સ્વાદીષ્ટ ભોજનો, સ્નેક્સ અને તાજગી આપતા પીણાંને સામેલ કરીને સમજી-વિચારીને બનાવવામાં આવ્યું છે, જેથી સુનિશ્ચિત થાય છે કે વ્યાપક શ્રેણીના આહાર અને આહાર તૈયાર કરવાની પસંદગીઓ પૂરી પાડવા માટે કંઈક હોય. મેનુ 45થી વધુ ભોજનના વિકલ્પો ઓફર કરે છે, જેમાં ફ્યુઝન ભોજન, રિજનલ ટ્વીસ્ટ સાથે એપેટાઇઝર્સ અને સ્વાદિષ્ટ મિઠાઇઓ સામેલ છે, આ તમામને ભારતભરના પ્રતિષ્ઠિત શેફ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

== સમાપ્ત ==

Related posts

ક્લાસિક લિજેન્ડ્સે ટેકનિકલ ક્ષમતા અને સર્વિસ ઉત્કૃષ્ટતાને આગળ લઈ જવા માટે નેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

Master Admin

Samsung Galaxy Tab S10FE Series Goes on Sale in India with Exciting Introductory Offers

Reporter1

Samsung Galaxy Z Fold7, Z Flip7, Z Flip7 FE, Watch8, Watch8 Classic Go on Sale in India Starting Today

Reporter1

Leave a Comment

Translate »