Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

૩ મહિના બાદ આખરે અમેરિકા-ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી

કરાર બાદ બંને દેશો વચ્ચે ૬૦ દિવસ માટે યુદ્ધવિરામ લાગુ થઈ જશે અને ત્યારબાદ પરમાણુ કરાર માટે આગળની ટેકનિકલ વાતચીત શરૂ કરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૧૫ જૂન ૨૦૨૬ — અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લા ૧૦૭ દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો આખરે અંત આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્‌્રુથ’ પર આ ઐતિહાસિક શાંતિ સમજૂતીની સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ પર આગામી શુક્રવારે સ્વિટ્‌ઝર્લેન્ડમાં ઔપચારિક મહોર મારવામાં આવશે. આ કરાર બાદ બંને દેશો વચ્ચે ૬૦ દિવસ માટે યુદ્ધવિરામ લાગુ થઈ જશે અને ત્યારબાદ પરમાણુ કરાર માટે આગળની ટેકનિકલ વાતચીત શરૂ કરાશે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ઇરાન સાથે સમજૂતી સંપૂર્ણ રીતે પાકી થઈ ગઈ છે. આ ડીલમાં સામેલ તમામ પક્ષોનો હું આભાર માનું છું અને સૌને ખૂબ-ખૂબ અભિનંદન.” તેમણે વધુમાં મોટી જાહેરાત કરતા લખ્યું કે, “હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને ટોલ-ળી ખોલવાની જાહેરાત કરું છું. આ સાથે જ હોર્મુઝની ખાડીમાંથી અમેરિકન નૌસેનાની ઘેરાબંધી પણ હટાવી લેવામાં આવશે. દુનિયાના તમામ જહાજો હવે પોતાના એન્જિન સ્ટાર્ટ કરી લે અને ક્રૂડ ઓઇલનો બિઝનેસ શરૂ થવા દે.” શુક્રવારે સત્તાવાર સહીઓ થયા બાદ હોર્મુઝની ખાડીને તમામ જહાજો માટે ખુલ્લી મૂકી દેવાશે.બીજી તરફ, ઇરાને સ્પષ્ટ કર્યું છે કે આ શાંતિ સમજૂતી આગળ વધારવી અમેરિકાના વલણ પર નિર્ભર રહેશે. ઇરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સરકારી મીડિયા મારફતે જણાવ્યું કે, શુક્રવારના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બાદ શરૂ થનારી ૬૦ દિવસની વાટાઘાટો ત્યારે જ સફળ થશે જ્યારે અમેરિકા તેના ત્રણ વચનો પૂરા કરશે. ઇરાને જણાવ્યું છે કે અમેરિકા ખાસ કરીને નાણાકીય શરતો પૂરી કરશે અને ઇરાન તેની પુષ્ટિ કરી લેશે, ત્યારબાદ જ બંને દેશો વચ્ચે ટેકનિકલ વર્કિંગ-ગ્રુપની વાતચીત શરૂ થશે.અમેરિકા અને ઇરાન વચ્ચે આ ડીલ કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, “લાંબી વાટાઘાટો બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ છે તેની જાહેરાત કરતા અમને ખૂબ આનંદ થાય છે. બંને પક્ષો લેબનાન સહિત તમામ મોરચે તાત્કાલિક અને કાયમી ધોરણે યુદ્ધ રોકવા માટે સંમત થયા છે.”

Related posts

અમેરિકા-તુર્કી નજીક આવ્યા તેનાથી ઇઝરાયેલને ડર લાગ્યો

Master Admin

કુવૈત એરપોર્ટ પર ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાથી મચી તબાહી

Master Admin

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ૧૦ વિમાનો તોડી પાડ્યા

Master Admin

Leave a Comment

Translate »