16 જૂનથી, L50s Pro Ultraઅને L50 Ultra CEઅનુક્રમે ₹79,999 અને ₹64,999 ની કિંમતે એમેઝોન ઈન્ડિયા (Amazon India),ડ્રીમ ટેક્નોલોજી ઈન્ડિયાની વેબસાઈટ, ક્રોમા (Croma)અને પસંદગીના રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે.
નવી દિલ્હી, ભારત | ૧૬ જૂન ૨૦૨૬ | સ્માર્ટ હોમ ઈનોવેશનમાં વૈશ્વિક લીડર ડ્રીમ ટેક્નોલોજી (Dreame Technology) એઆજે ભારતમાં બે પ્રીમિયમ રોબોટિક વેક્યૂમ ક્લીનર્સ, ‘ Dreame L50s Pro Ultra’અને ‘DreameL50 Ultra CE’લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આધુનિક ભારતીય પરિવારોની સફાઈની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરાયેલા આ નવા મોડલ્સ, Dreameની ઉદ્યોગ-અગ્રણી Vormax™સક્શન ટેક્નોલોજી, એડવાન્સ ઓબ્સ્ટેકલ એવોઈડન્સ, ખૂણા-ખાંચાની સફાઈ અને સ્માર્ટ કાર્પેટ ક્લીનિંગ સોલ્યુશન્સનું સંયોજન પ્રદાન કરે છે, જેથી ઘરની સફાઈનો વ્યાપક અને સરળ અનુભવ મળી શકે.
L50 સિરીઝના આ નવા લાઇન-અપમાં ઇન્ટેલિજન્ટ મેપિંગ, AI-સંચાલિત નેવિગેશન, એપ-આધારિત કંટ્રોલ્સ અને વોઇસ આસિસ્ટન્ટ સપોર્ટ જેવી સુવિધાઓ છે, જે યુઝર્સને વધુ ફ્લેક્સિબિલિટી અને સુવિધા સાથે તેમનો સફાઈનો અનુભવ પર્સનલાઇઝ કરવાની મંજૂરી આપે છે. આ ડ્રીમના ભવિષ્યવાદી પ્રોડક્ટ્સ બનાવવા અને સ્માર્ટ-હોમ ઇકોસિસ્ટમને સક્ષમ કરવાના વચનને પ્રતિબિંબિત કરે છે.
ડ્રીમ ટેક્નોલોજી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ શર્માએ જણાવ્યું હતું કે, “ભારતીય ગ્રાહકો તેમના ઘરની વ્યવસ્થા રાખવા માટે અદ્યતન અને કાર્યક્ષમ ઓલ-ઈન-વન સોલ્યુશન્સ શોધી રહ્યા છે, સાથે જ એવી ટેક્નોલોજી ઈચ્છે છે જે તેમની દિનચર્યામાં સરળતાથી જોડાઈ જાય. L50s Pro Ultraઅને L50 Ultra CE ના લોન્ચ સાથે, અમે ગ્રાહકોના રોજિંદા જીવનમાં સ્માર્ટ સોલ્યુશન્સ પ્રદાન કરીને સ્માર્ટર લિવિંગના અમારા વિઝનને વધુ આગળ ધપાવી રહ્યા છીએ. પાલતુ પ્રાણીઓ ધરાવતા ઘરો, કાર્પેટ, વિવિધ પ્રકારના ફ્લોરિંગ અથવા બહુમાળી મકાનો હોય, આ નવા મોડલ્સ દરેક પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. ભારતમાં રોબોટ વેક્યૂમની વધતી જતી સ્વીકૃતિ જોઈને ડ્રીમ માટે આ ઘણો રોમાંચક સમય છે. જેમ જેમ અમે ભારતમાં અમારો પોર્ટફોલિયો વિસ્તારવાનું ચાલુ રાખીએ છીએ, તેમ અમારું ધ્યાન એવા ઈનોવેશન્સ આપવા પર છે જે ઘરનું સંચાલન સરળ બનાવે, સમય બચાવે અને રોજિંદા જીવનશૈલીને શ્રેષ્ઠ બનાવે.”
Dreame L50s Pro Ultra:
- શ્રેષ્ઠ સફાઈ માટે 30,000Pa Vormax™ સક્શન: ડ્રીમની અદ્યતન Vormax™ સક્શન ટેક્નોલોજી દ્વારા સંચાલિત, L50s Pro Ultra અદભૂત 30,000 Pa સક્શન પાવર આપે છે, જે હાર્ડ ફ્લોર, કાર્પેટ અને પહોંચવા મુશ્કેલ હોય તેવી જગ્યાઓ પરથી ધૂળ, કચરો, પાલતુ પ્રાણીઓના વાળ અને ઝીણા કણોને અસરકારક રીતે ખેંચી લે છે.
- EasyLeap™ 40mm ઓબ્સ્ટેકલ ક્રોસિંગ સિસ્ટમ: ઘરના જટિલ વાતાવરણમાં નેવિગેટ કરવા માટે ડિઝાઇન કરાયેલું, L50s Pro Ultra 40mm સુધીની ઊંચાઈ ધરાવતા ઉંબરા અને અવરોધોને સરળતાથી ઓળંગી શકે છે, જે અલગ-અલગ રૂમ અને ફ્લોર પર અવિરત સફાઈ સુનિશ્ચિત કરે છે.
- 100°C ThermoHub™ સેલ્ફ-ક્લીનિંગ મોપ સિસ્ટમ: અદ્યતન હોટ-વોટર ક્લીનિંગ સિસ્ટમ ધરાવતું, L50s Pro Ultra મોપ પેડ્સને અસરકારક રીતે સાફ કરવા, ગ્રીસ અને કચરો દૂર કરવા, દુર્ગંધ ઘટાડવા અને ન્યૂનતમ માનવ પ્રયત્નો સાથે શ્રેષ્ઠ સ્વચ્છતા જાળવવા માટે ૧૦૦°C સુધી ગરમ થયેલા પાણીનો ઉપયોગ કરે છે.
- HyperStream™ DuoBrushએન્ટી-ટેંગલ ટેક્નોલોજી: વાળની ગૂંચવણો ઘટાડવા માટે એન્જિનિયર્ડ ડ્યુઅલ-બ્રશ સિસ્ટમ ધરાવતી આ ટેક્નોલોજી ધૂળ, પાલતુ પ્રાણીઓના વાળ અને કચરાને કુશળતાપૂર્વક પકડી લે છે, જ્યારે હવાનો પ્રવાહ અને સફાઈની કામગીરી સતત જાળવી રાખે છે.
- સ્માર્ટ મલ્ટીફંક્શનલ PowerDock™: આ ઓલ-ઈન-વન ડોકિંગ સ્ટેશન ઓટોમેટિક ધૂળ કલેક્શન, વોટર રીફિલિંગ, ગરમ પાણીથી મોપ વોશિંગ, ગરમ હવાથી ડ્રાઈંગ, સોલ્યુશન ડિસ્પેન્સિંગ અને સેલ્ફ-ક્લીનિંગ મેઇન્ટેનન્સને સપોર્ટ કરે છે, જેનાથી મેન્યુઅલ મેઇન્ટેનન્સ ખૂબ ઘટી જાય છે.
- એજ-ટુ-કોર્નર સફાઈ સાથે Dual Flex Arm ટેક્નોલોજી: આગળ વધી શકે તેવા સાઇડ બ્રશ અને મોપ સિસ્ટમથી સજ્જ આ રોબોટ ફ્લોરના સંપૂર્ણ કવરેજ માટે ફર્નિચરની આસપાસના ખૂણા, કિનારીઓ અને ખાલી જગ્યાઓ સુધી અસરકારક રીતે પહોંચે છે.
- એડવાન્સ AI નેવિગેશન અને ઓબ્સ્ટેકલ એવોઈડન્સ: 220 થી વધુ ઓબ્જેક્ટ પ્રકારોને ઓળખવામાં સક્ષમ ઇન્ટેલિજન્ટ ઓબ્જેક્ટ રેકગ્નિશન સાથે Smart Pathfinder™ ટેક્નોલોજીનું સંયોજન કરીને, L50s Pro Ultra ઘરના અવરોધોની આસપાસ કાર્યક્ષમ રીતે નેવિગેટ કરે છે અને સફાઈના રૂટ્સને ઓપ્ટિમાઇઝ કરે છે.
- સ્માર્ટ કાર્પેટ ક્લીનિંગ સ્ટ્રેટેજી: આ રોબોટ ઓટોમેટિકલી કાર્પેટને શોધી કાઢે છે, ઊંડી સફાઈ માટે સક્શન પાવર વધારે છે અને કાર્પેટ ભીનું ન થાય તે માટે જરૂર પડ્યે પોતાના બ્રશ અને મોપને ઉપર ઉઠાવી લે છે.
- પેટ-ફ્રેન્ડલી ક્લીનિંગ એક્સપિરિયન્સ: પાલતુ પ્રાણીઓ ધરાવતા ઘરો માટે ખાસ ડિઝાઇન કરાયેલું, L50s Pro Ultra પાલતુ પ્રાણીઓના વાળ, લિટર અને રોજિંદા કચરાને શક્તિશાળી અને સતત સક્શન સાથે હેન્ડલ કરે છે.
Dreame L50 Ultra CE:
- પાવરફુલ ક્લીનિંગ માટે 25,000Pa Vormax™ સક્શન: ડ્રીમના 6th-જનરેશન TurboForceમોટર દ્વારા સંચાલિત, L50 Ultra CE 25,000Pa સુધીનો સક્શન પાવર આપે છે, જે હાર્ડ ફ્લોર અને કાર્પેટ પરથી ધૂળ, પાલતુ પ્રાણીઓના વાળ અને મોટા કચરાને અસરકારક રીતે સાફ કરે છે.
- હેન્ડ્સ-ફ્રી મેઇન્ટેનન્સ સાથે મલ્ટીફંક્શનલ PowerDock™:આ ઓલ-ઇન-વન ડોકિંગ સ્ટેશન ઓટોમેટિકલી ધૂળ ખાલી કરે છે, પાણી રીફિલ કરે છે, ગરમ હવાથી મોપ્સ સૂકવે છે અને 80°C ગરમ પાણીનો ઉપયોગ કરીને મોપ્સ ધોવે છે, જેથી મેન્યુઅલ જાળવણીમાં ભારે ઘટાડો થાય છે.
- વ્યાપક કવરેજ માટે Dual Flex Arm ટેક્નોલોજી: એક્સટેન્ડેબલ સાઇડ બ્રશ અને MopExtend™ RoboSwingટેક્નોલોજી ધરાવતું, L50 Ultra CE વધુ ઊંડાણપૂર્વકની સફાઈ માટે ફર્નિચરની આસપાસના ઊંડા ખૂણાઓ, કિનારીઓ અને જગ્યાઓ સુધી અસરકારક રીતે પહોંચે છે.
- સરળ સેલ્ફ-ક્લીનિંગ માટે AceClean™ DryBoard:20 સ્પ્રે નોઝલ સાથે સંકલિત સેલ્ફ-ક્લીનિંગ વૉશબોર્ડ સિસ્ટમ ડોક પ્રક્રિયાની કાર્યક્ષમ સફાઈ સુનિશ્ચિત કરે છે, કચરો જામતો અટકાવે છે અને અપ્રિય ગંધ ઘટાડવામાં મદદ કરે છે.
- સ્માર્ટ કાર્પેટ ક્લીનિંગ: આ રોબોટ આપમેળે કાર્પેટ શોધી કાઢે છે, સક્શન પાવર વધારે છે અને કાર્પેટ ભીના ન થાય તેની ખાતરી કરતી વખતે ઊંડી સફાઈ કરવા માટે તેના મોપ્સને 10.5mm સુધી ઉપર ઉઠાવે છે.
- પેટ-ફ્રેન્ડલી ક્લીનિંગ એક્સપિરિયન્સ: પાલતુ પ્રાણીઓ ધરાવતા ઘરો માટે સજ્જ, L50 Ultra CE મજબૂત ક્લીનિંગ પર્ફોર્મન્સ જાળવી રાખીને પાલતુ પ્રાણીઓના વાળ, ગંદકી અને રોજિંદા કચરાને અસરકારક રીતે સાફ કરે છે.
આફ્ટર-સેલ્સ સર્વિસીસ અને વોરંટી
Dreame L50s Pro Ultra અને L50 Ultra CE બંને 1 વર્ષની વોરંટી સાથે આવે છે જે સર્વિસ-સંબંધિત સપોર્ટને આવરી લે છે. ગ્રાહકો ભારતના 160 થી વધુ શહેરોમાં ઉપલબ્ધ સમર્પિત કસ્ટમર હેલ્પલાઇન અને સર્વિસ નેટવર્ક દ્વારા ડ્રીમના આફ્ટર-સેલ્સ સપોર્ટનો લાભ મેળવી શકે છે. કંપની પાત્ર લોકેશન્સ માટે પિક-અપ અને ડ્રોપ સર્વિસ તેમજ ઓન-સાઇટ ઇન્સ્ટોલેશન સપોર્ટ પણ ઓફર કરે છે.
== સમાપ્ત ==

