Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

કૃષ્ણ મૃત્યુ છે, પરંતુ કૃષ્ણકથા અમૃત છે.

રામ મૃત્યુ પણ છે, જીવન પણ છે,રામકથા અમૃત છે.

શિવ સાક્ષાત મૃત્યુ છે, શિવકથા અમૃત છે.

જે હનુમાન રામને વશમાં રાખતા એને આજે વશમાં રાખવાનાંપ્રત્નો થઇ રહ્યા છે!

વ્યાસપીઠ એ જીવનપીઠ છે.

જ્ઞાનમાં પહેલા જાણવાનું અને પ્રેમમાંમાનવાનું હોય છે.

કોઈ સાથે તો શું, પોતાનાં તકદીર સાથે પણ સાધુ તકરાર કરતો નથી.

છેવાડાનાં રાજ્ય કેરલનીપ્રકૃતિથીઓપતીકોચ્ચિની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાંચોથા દિવસ, મંગળવારે વ્યાસપીઠ ઉપર અનેક પ્રશ્નો આવ્યા એક વ્યક્તિએ પૂછ્યું છે કે બાપુ!તમે મૃત્યુ લોકનું મહિમા ગાન કરી રહ્યા છો,મૃત્યુને મહોત્સવ કહી રહ્યા છો, સાંભળવામાં અને વર્ણન કરવામાં સારું લાગે છે.પણસ્વિકાર કરવું મુશ્કેલ છે.

બાપુએ કહ્યું કે જૂનાગઢના કવિ-જે હવે નથી રહ્યા એ-શ્યામ સાધુ,જ્યારે હું થોડા દિવસ વીરપુર રોકાયેલો એ વખતે મળવા આવેલા.નાદુરસ્ત તબિયત હતી.એણે કહેલું કે મૃત્યુ ઉપર ખૂબ વિચાર્યું. વાતો પણ કરી,મૃત્યુની રચનાઓ કરી,લખ્યું, સંમેલનોમાં પ્રસ્તુત પણ કર્યું.પરંતુ જ્યારે સામે મૃત્યુ દેખાય છે ત્યારે ડર લાગે છે.બાપુએ કહ્યું કે આવા સ્વિકારને પણ સલામ છે.ખૂબઊંડાણપૂર્વક વિચારવું પડશે.

કારણ કે મૃત્યુથી પાર થઈ જવું,તરી જવું,છલાંગ લગાવી પેલે પાર જવું,મૃત્યુનું મંથન કરવું કે મૃત્યુને પી જવું-રામચરિતમાનસના એક-એક વ્યક્તિએ આવું કર્યું છે ,પણ મુશ્કેલ લાગે છે.

બાપુએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને કૃષ્ણને તમે પરમાત્મા માનો છો?કદાચ સનાતન-વૈદિક ધર્મનાં વિરોધી હોય તો ન માનતા હોય.પણ લગભગ બધા જ માને છે કૃષ્ણ સાક્ષાત ભગવાન,પરમાત્મા છે. જ્ઞાનમાં પહેલા જાણવાનું અને પ્રેમમાંમાનવાનું હોય છે .એ કૃષ્ણ તમારી ઘરે આવે,કોઈ પણ રૂપમાં આવે, વાંસળી વગાડીને,સુદર્શન લઈને કે પીતાંબર પહેરીને આવે.તમે સ્વાગત કરશો.એ જ કૃષ્ણ મૃત્યુના રૂપમાં ઘરે આવે તો આપણે સ્વિકાર કરી લેશું.ગીતામાં કહ્યું છે અમૃત પણ હું છું,મૃત્યુ પણ હું છું.આમૃત્યુલોકમાં કૃષ્ણ મૃત્યુ પણ છે અને અમૃત પણ છે.યાદ રાખજો કૃષ્ણ મૃત્યુ છે એનું શાસ્ત્ર પ્રમાણ છે.કોને-કોને કૃષ્ણ કયા રૂપમાં દેખાયો એ ભાગવતમાં લખેલું છે.કૃષ્ણ મૃત્યુ છે પરંતુ કૃષ્ણકથા અમૃત છે.બીજા કોઈ લોકમાં એ બ્રહ્મ,પરબ્રહ્મના રૂપમાં હશે પણ મૃત્યુલોકમાં મૃત્યુ બનીને પણ આવ્યા છે.આવે તો આપણે સ્વિકાર કરવા પડશે.એ પહેલા થોડી તૈયારી કરવી પડશે.કારણ કે મૃત્યુ વેડિંગ-લગ્ન છે એવું રૂમી કહે છે રામને તમે ઈશ્વર માનો છો?રામ બ્રહ્મ,પરબ્રહ્મ, પરાત્પર તત્વ.એ રામ પણ મૃત્યુ છે અને રામ જીવન પણ છે.શાસ્ત્ર કહે છે રામકથા અમૃત છે.

મને દાદા કહેતા કે વ્યાસપીઠ પર કથા કરવા જા ત્યારે શંકરના હૃદયમાં જે છે એ જીવથી કાઢીને જીભ ઉપર અને જીભથી વ્યાસપોથી જીવનમાં લાવવીપડશે.વ્યાસપીઠ એ જીવનપીઠ છે.

બાપુએ એ પણ કહ્યું કે સનાતન ધર્મને તોડવા માટે ઘણા જ પ્રયત્નો થઈ રહ્યા છે.જે હનુમાન રામને વશમાં રાખતા હતા એ જ હનુમાનને આજે વશમાં કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે!

શંકરાચાર્ય,વિવેકાનંદ,ગાંધીજી,ટોલસ્ટોય,નરસિંહ મહેતા વગેરેને નાત બહાર મૂકવાનાપ્રયત્નોની વાત પણ કરી.શંકરાચાર્ય પરમ પૂજ્ય પણ છે અને પરમ પ્રિય પણ છે.

સાધુનું એક લક્ષણ છે:સ્વિકાર અને બીજું લક્ષણ છે કોઈ સાથે તકરાર નહીં.કોઈ સાથે તો શું,પોતાની તકદીર સાથે પણ સાધુ તકરાર કરતો નથી.

શંકરને માનો છો?શંકર મૃત્યુ છે.શિવકથા અમૃત છે આ ત્રણેય મૃત્યુલોકમાં આવ્યા છે.

તો મૃત્યુનો સ્વિકાર કઈ રીતે કરીએ?શ્રવણ શૃંગાર છે પહેલા સાંભળો.શ્રવણથી સમર્પણ ભાવ આવે છે. મરણ પછી શરણ,પરમ બુદ્ધપુરુષની શરણાગતિ,એ મરણ પછી સંસ્મરણ બાકી વધે છે.કોઈ બુદ્ધ પુરુષના ચરણમાં જવાથી મૃત્યુ અમૃત બને છે.

પ્રમાદીમધ્યાન્…- નામનો એક મંત્ર કે જે મહાદેવ વિશે કહે છે.એમાં કહેવાયું છે કે તમે જ આદિ તમે જ મધ્ય છો.બીજા રૂપમાં તમે આદિ નહીં અનાદિ, મધ્ય પણ નહીં અને તમારો અંત પણ નથી.આ બધું જ મહાદેવને લાગુ પડે છે.આવામહાદેવનો આશ્રય કરવાથી મૃત્યુલોકમાંથી મુક્તિ મળે છે.

પ્રેમનું મૂળ શબ્દ છે.મનરાગને,બુદ્ધિ વૈરાગને,ચિત્ત યોગને,અહંકાર રોગને જન્મ આપે છે.પણ હૃદય અનુરાગને જન્મ આપે છે.

મૃત્યુલોકની પહેલા મહામંત્ર અસ્તિત્વમાં આવ્યો અને મંત્ર દ્વારા જ કદાચ લોકનું સર્જન થાય છે.

== સમાપ્ત ==

Related posts

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

Master Admin

અતિવૃષ્ટિ અને અકસ્માતની ઘટનાઓમાં સંવેદના સાથે સહાયતા રાશિ અર્પણ કરતા મોરારી બાપુ

Master Admin

ગીતા અને રામાયણ આપણી મા છે એ ભૂલશો નહીં. – મોરારીબાપુ

Master Admin

Leave a Comment

Translate »