Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા

કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ!

સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૧ જૂન ૨૦૨૬ –– અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થયાની ઘટના સામે આવી છે. એક શખ્સને ધારદાર હથિયારના ઘા મારીને તેની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને પગલે કારંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો અને મૃતક શખ્સનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે.

અમદાવાદના કાલુપુર અને લાલદરવાજાને જોડતા સૌથી વ્યસ્ત એવા રિલીફ રોડ પર સનસનાટીભરી ઘટના ઘટી છે.

ભીડભાડવાળા જાહેર રસ્તા પર જ એક વ્યક્તિ પર અજાણ્યા હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધોળા દિવસે થયેલા આ ખૂની ખેલને પગલે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

વાતો કરતા યુવક પર છરી વડે હુમલો કરી લૂંટી લેવાયાં

Master Admin

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

Master Admin

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »