Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

વાતો કરતા યુવક પર છરી વડે હુમલો કરી લૂંટી લેવાયાં

ભાવનગરમાં વાગ્દત્તા સાથે વાતો કરતો હતો યુવક

ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર, તા.૩ એપ્રિલ ૨૦૨૬ — ભાવનગરમાં મોડી રાત્રે વાગ્દત્તા સાથે બહાર નીકળેલા એક યુવક પર બે અજાણ્યા બુકાનીધારી શખસોએ છરી વડે જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી.આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતા મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.૨૫) ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં પોતાની વાગ્દત્તા સાથે સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બાઈક ઊભું રાખી તેઓ વાતો કરી રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા બે શખસોએ છરી બતાવી તેમની પાસે રહેલી તમામ વસ્તુઓ માંગી હતી. સામનો કરતા હુમલાખોરોએ મનદિપસિંહને ડાબા પડખે છરીના બે ઘા ઝીંકી દીધા હતા અને મનદિપસિંહનું વોલેટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી ૮થી ૧૦ હજારની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.યુવતીએ જણાવ્યું હતું કે, તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે બે શખસો છરી સાથે આવ્યા હતા. તેમણે પૈસાની માંગણી કરતા મનદિપસિંહે પૈસા આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. દિશાબેને વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા જ લૂંટારુઓએ મનદિપસિંહને છરી મારીને લૂંટી ચલાવી હતી.

Related posts

AM/NS ઇન્ડિયા BITS પિલાની સાથે ક્ષમતા નિર્માણમાં અગ્રેસર, મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં પ્રથમ MBA બેચના ગ્રેજ્યુએશનની ઉજવણી કરી

Master Admin

૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા, ૨૨ બાળકોના મોત, તંત્ર એલર્ટ

Master Admin

ઓરિસ્સા એએમ/એનએસ ઈન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરનાં ત્રણ એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

Master Admin

Leave a Comment

Translate »