Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

હેવમોરે બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન લોન્ચ કર્યો, અને તમન્ના ભાટિયાના કેમ્પેઇન સાથે ચોકલેટનો આનંદ વધુ ખાસ બન્યો.

અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | હેવમોર આઈસક્રીમ, જે LOTTE ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડનો એક ભાગ છે, તેણે તેની સૌથી લાજવાબ ચોકલેટ નવીનતા ‘બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન’ રજૂ કર્યો છે. આ પ્રોડક્ટના પ્રચાર માટે અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે દેશવ્યાપી ઈમ્પૅક્ટ ફુલ આઉટડોર કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ચોકલેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન પ્રથમ બાઇટથી જ અનોખો અને ભરપૂર ચોકલેટ અનુભવ આપે છે. તેની અંદર સમૃદ્ધ અને અત્યંત સ્મૂથ ટેક્સ્ચરવાળી લક્ઝુરિયસ ચોકલેટ આઈસ્ક્રીમ છે, જેને નવીન મોલ્ટન ચોકલેટ સેન્ટર ફિલ વધુ ખાસ બનાવે છે, જેથી દરેક લિક અને બાઇટ સાથે ચોકલેટનો આનંદ અનેક ગણો વધી જાય છે.

આ લાજવાબ અનુભવને જીવંત બનાવે છે તમન્ના ભાટિયા, જે આ કેમ્પેઇનના મુખ્ય ચહેરા તરીકે વિશાળ આઉટડોર અભિયાનમાં દેખાય છે. આ કેમ્પેઇન તે અણનમ ક્ષણને દર્શાવે છે, જ્યાં ચોકલેટનો સ્વાદ લેતા વ્યક્તિ સંપૂર્ણ રીતે તેમાં ડૂબી જાય છે—દરેક બાઇટ પર રોકાઈ જાય છે, આંખો બંધ કરી દે છે અને શુદ્ધ ચોકલેટી આનંદમાં ખોવાઈ જાય છે. તમન્ના દ્વારા રજૂ કરાયેલ તેની અભિવ્યક્તિઓમાં ચોકલેટનો ભરપૂર આનંદ સ્પષ્ટ દેખાય છે, ખાસ કરીને લુભાવનારા મોલ્ટન ચોકલેટ સેન્ટર ફિલનો સ્વાભાવિક આનંદ, જે આ કેમ્પેઇનનું મુખ્ય અને યાદગાર સેન્સરી સંકેત બની જાય છે.

લોન્ચ અંગે કોમેન્ટ કરતાં તમન્ના ભાટિયાએ કહ્યું, “બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન દરેક બાઇટમાં શુદ્ધ આનંદ આપે છે. મને સૌથી વધુ ગમે છે કે તેનો અનુભવ કેટલો સમૃદ્ધ, ડૂબી જવાની લાગણી આપતો અને સંપૂર્ણપણે ચોકલેટથી ભરપૂર છે આ એવો ટ્રીટ છે જેને તમે ખરેખર રોકાઈને ધીમે ધીમે માણવા માંગો છો.”

મોટા ફોર્મેટનું આઉટડોર ઝુંબેશ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મુંબઈ, બેંગલુરુ અને પુણે સહિતના મુખ્ય રિજનમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ઉપનગરીય રિજન પણ શામેલ છે, જે બ્રાન્ડના આનંદ-આધારિત સંદેશાવ્યવહારને મોટા પાયે વિસ્તૃત કરે છે.

આ અનુભવની શરૂઆત ચોકલેટ કૂકીના ટુકડાઓથી ભરપૂર અને લલચાવનારી થીક ચોકલેટ ડિસ્કથી થાય છે, જે એક મલ્ટી-લેયર્ડ સેન્સરી જર્નીની શરૂઆતનો માહોલ તૈયાર કરે છે. રેગ્યુલર કોનના બદલે, તેમાં ક્રિસ્પી ચોકલેટ બેકરી કોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડીપ કોકોની રીચનેસ અને સંતોષકારક ક્રંચ ઉમેરે છે. આ કોન આઈસ્ક્રીમની વેલ્વેટી સ્મુથનેસ અને ગૂઇ ચોકલેટ કોર સાથે સંપૂર્ણ સંતુલન બનાવે છે. બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોનના દરેક એલિમેન્ટને અત્યંત વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોને ચોકલેટનો ડીપલી ઇમર્સિવ, મલ્ટી-ટેક્સ્ચરલ અનુભવ મળી રહે. હેવમોરના પોર્ટફોલિયોમાં આ કોન ફ્લેગશિપ ચોકલેટ કોન તરીકે સ્થાન ધરાવે છે અને ચોકલેટના અવિસ્મરણીય આનંદની સાચી ઉજવણી કરે છે..

== સમાપ્ત ==

Related posts

POVA Curve 2 વિશાળ બેટરી પાવર સાથે સ્લિમ, અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇનમાં સત્તાવાર રીતે લોન્ચ

Master Admin

Nestlé India unveils KITKAT®Professional Spread: An innovative addition to culinary creations

Reporter1

હોળી પહેલા ગુજરાતમાં બસ બુકિંગમાં 34% વૃદ્ધિની રેડબસની અપેક્ષા

Master Admin

Leave a Comment

Translate »