Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratHealth Care

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિઝ દ્વારા અમદાવાદ સ્થિત એચસીએફ હોસ્પિટલમાં અદ્યતન નેત્રરોગ વિભાગનું લોકાર્પણ

અમદાવાદ, ગુજરાત | ૨૩ જૂન ૨૦૨૬ | આરોગ્યસંભાળની સુવિધાઓને મજબૂત બનાવવાની અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, એચડીબીફાઇનાન્શિયલ સર્વિસિઝ એ અમદાવાદ સ્થિતહેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન હોસ્પિટલખાતે અદ્યતન અને આધુનિકનેત્રરોગ ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સની સ્થાપનામાં સહયોગ આપ્યો છે. નવી રચાયેલ આ સુવિધાનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં HDBFS અને HCF હોસ્પિટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.HDBFSના સહયોગથી હોસ્પિટલમાં અદ્યતન નેત્રચિકિત્સા સાધનોની ખરીદી અને સ્થાપના શક્ય બની છે. તેમાંસ્લિટ લેમ્પ, ઓટો રિફ્રેક્ટોમીટર/કેરાટોમીટર, નોન-કોન્ટેક્ટ ટોનોમીટર, A-સ્કેન, YAG લેસર, ઓપરેશન થિયેટર કેમેરા સિસ્ટમ, OT ટેબલ, ઓટોક્લેવ મશીનો, અલ્ટ્રાસોનિક ક્લેન્ઝર, સ્ટ્રેચર તેમજ વિઝન ચાર્ટ સાથેની ચેર યુનિટસહિતના મહત્વપૂર્ણ સાધનોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે એચડીબીફાઇનાન્શિયલ સર્વિસિઝના ચીફ – પીપલ એન્ડ ઓપરેશન્સ, આશિષ ઘાટનેકરએ જણાવ્યું હતું:“ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુધી પહોંચ સમુદાયના સર્વાંગી વિકાસના સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભોમાંથી એક છે. HCF હોસ્પિટલના નેત્રરોગ વિભાગ માટે આપેલા અમારા સહયોગ દ્વારા અમે આરોગ્યસંભાળની મહત્વપૂર્ણ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અને હજારો વ્યક્તિઓ તથા પરિવારોને સમયસર અને પરવડે તેવી આંખોની સારવાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છીએ. અમારો વિશ્વાસ છે કે સારી દ્રષ્ટિ વધુ સારા અવસર, જીવનની ગુણવત્તામાં સુધારો અને વધુ સશક્ત સમુદાયોના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

HCF હોસ્પિટલના ચેરમેન અને ટ્રસ્ટી, નિપમ શાહએ જણાવ્યું હતું:“HCF હોસ્પિટલમાં અમારી દૃષ્ટિ હંમેશાં એ રહી છે કે ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે, ભલે તેની આર્થિક સ્થિતિ કેવી પણ હોય. આ નવી સુવિધાની શરૂઆત અમારી આ યાત્રામાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે. આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં અને અદ્યતન નેત્રચિકિત્સાને વધુ સુલભ બનાવવામાં અમારા સહયોગી તરીકે જોડાવવા બદલ અમે HDB ફાઇનાન્શિયલ સર્વિસિઝના આભારી છીએ. આ સહયોગ હજારો દર્દીઓને તેમના નિવાસસ્થાનની નજીક સમયસર તપાસ અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે, સાથે જ સમુદાયની કરુણા, ગૌરવ અને ઉત્તમતા સાથે સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.”

આ નવનિર્મિત વિભાગ દ્વારા દર વર્ષે અંદાજે20,000 બાહ્ય દર્દીઓનેસારવાર સેવા આપવામાં આવશે અને લગભગ3,000 આંખની સર્જરીઓહાથ ધરવામાં આવશે તેવી અપેક્ષા છે. તેમાંના આશરે50 ટકા લાભાર્થીઓ આર્થિક રીતે નબળા વર્ગોમાંથીહશે તેવી સંભાવના છે.

HCF હોસ્પિટલએકNABH-માન્યતા પ્રાપ્તઆરોગ્યસંસ્થા છે, જે ખાસ કરીને જન્મજાત વિકૃતિઓથી પીડાતા બાળકોને અત્યંત સહાયભૂત દરે ગુણવત્તાસભર તબીબી સારવાર અને પુનર્વસન સેવાઓ પૂરી પાડવા માટે જાણીતી છે. નેત્રરોગ વિભાગની શરૂઆતથી હોસ્પિટલની વિશિષ્ટ આરોગ્યસેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા વધુ વિસ્તરશે.

આ વિભાગવયસ્ક મોતીયાબિંદ સર્જરી, બાળ મોતીયાબિંદ સારવાર, ગ્લૂકોમા મેનેજમેન્ટ, રેટિના સેવાઓ, ડાયાબેટિક રેટિનોપેથીની સારવાર, ઓક્યુલોપ્લાસ્ટી પ્રક્રિયાઓ, રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી (ROP)ની સારવાર તેમજ કોર્નિયલ ગ્રાફ્ટિંગસહિતની વ્યાપક આંખોની સારવાર સેવાઓ પ્રદાન કરે છે. સમય પહેલાં જન્મેલા શિશુઓમાંરેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટીથી પીડાતા બાળકોનીઓળખથી લઈને સંપૂર્ણ સારવારસુધીની HCF હોસ્પિટલની વિશિષ્ટ પહેલ હેઠળઅમદાવાદ, મહેસાણા, ધોળકા, સુરત અને કચ્છજિલ્લાઓમાં આવેલા100થી વધુ NISCUમાં દાખલ હજારો પ્રીમેચ્યોર શિશુઓને આવરી લેવામાં આવે છે, જેના કારણે હજારો બાળકોને અંધત્વથી બચાવવામાં મદદ મળે છે.

આ નવી સુવિધા દ્વારા અમદાવાદ અને આસપાસના જિલ્લાઓના નાગરિકોને એક જ છત હેઠળ અદ્યતનડાયગ્નોસ્ટિક, મેડિકલ અને સર્જિકલ સેવાઓઉપલબ્ધ થશે, જેના પરિણામે વિશિષ્ટ નેત્રચિકિત્સા સુધી પહોંચમાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે. આથી દર્દીઓને દૂર આવેલા તૃતીયક તબીબી કેન્દ્રોમાં જવાની જરૂરિયાત ઘટશે અનેવહેલું નિદાન, સમયસર સારવાર તથા વધુ સારા ક્લિનિકલ પરિણામોસુનિશ્ચિત થઈ શકશે.

આવી પહેલો દ્વારાHDBFSસતત સમુદાય વિકાસ અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરતું રહ્યું છે, જેથી વંચિત વર્ગોને વધુ સારા આરોગ્ય પરિણામો મળે અને તેમના જીવનની ગુણવત્તામાં સકારાત્મક વધારો થાય.

== સમાપ્ત ==

Related posts

Toyota Kirloskar Motor Reopens Booking for Innova Hycross ZX& ZX (O) Grades

Reporter1

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે

Reporter1

Samsung Launches 4-Hour Installation & Demo Service for Festive Season

Reporter1

Leave a Comment

Translate »