Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

CISF દેશના મુખ્ય એરપોર્ટના ફેસિયલ રેકગ્નિશન ડેટાને એકત્ર કરશે

દિલ્હીમાં “ડેટા ફ્યુઝન સેન્ટર”નું નિર્માણ થશે

CISF ને દેશના મુખ્ય અને ગૌણ સમુદ્રી બંદરોની સુરક્ષાની જવાબદારી પણ સોંપવામાં આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ જૂન ૨૦૨૬ — કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દેશના મુખ્ય એરપોર્ટોમાંથી મળતા ફેસિયલ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) ડેટાને એકત્ર કરવા માટે દિલ્હીમાં એક “ડેટા ફ્યુઝન સેન્ટર” સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. CISF ના મહાનિર્દેશક (ડીજી) પ્રવીર રંજનના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ હાલમાં ગૃહ મંત્રાલયના વિચારાધીન છે.તેઓ પાટનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા, જ્યાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે અર્ધલશ્કરી દળના નવા હેડક્વાર્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. રંજને જણાવ્યું, “દિલ્હીમાં ડેટા ફ્યુઝન સેન્ટર સ્થાપવાનો પ્રસ્તાવ છે, જેના અંતર્ગત મુખ્ય એરપોર્ટોના ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમોને પરસ્પર જોડવાની યોજના છે. આ પ્રસ્તાવ ગૃહ મંત્રાલયના વિચારાધીન છે. આગામી દિવસોમાં CISF ની સુરક્ષા હેઠળની વિવિધ એકમોમાં સ્થાપિત લગભગ ૧.૫૦ લાખ CCTV કેમેરાઓને પણ એકીકૃત કરવાની યોજના છે.” CISF ના ડીજીએ વધુમાં જણાવ્યું હતું કે કે દળ તેની સુરક્ષા હેઠળની મહત્વપૂર્ણ સંસ્થાઓમાં એક સંકલિત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર પણ સ્થાપી રહ્યું છે. હાલમાં CISF ની સુરક્ષા હેઠળ કુલ ૩૫૯ એકમો છે, જેમાં એરોસ્પેસ, પરમાણુ અને વીજ ઉત્પાદન કેન્દ્રો ઉપરાંત ૭૩ નાગરિક એરપોર્ટોનો સમાવેશ થાય છે. રંજનએ જણાવ્યું કે તાજેતરમાં CISF ને દેશના મુખ્ય અને ગૌણ સમુદ્રી બંદરોની સુરક્ષાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ માટે ત્રણ નવી બટાલિયન ઊભી કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ CISF ૧૨ મુખ્ય સમુદ્રી બંદરોની સુરક્ષા કરે છે, જ્યારે ભારતમાં કુલ ૨૫૦ જેટલા બંદરો છે.

Related posts

પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના: કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, ૯ શ્રમિકોના મોત

Master Admin

કારીગરો પર છટણીની તલવાર! જ્વેલરી બજારમાં ભારે હડકંપ

Master Admin

૧લી એપ્રિલથી નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ થશે

Master Admin

Leave a Comment

Translate »