Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકાનો ૨૪ કલાકમાં ઈરાન પર બીજો મોટો હુમલો

ટ્રમ્પે આપી ધમકી, કહ્યું અસ્તિત્વ ખતમ

અમેરિકાએ બીજીવાર ઈરાન પર સૈન્ય હુમલો કર્યો, જેનાથી પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૨૮ જૂન ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં એકવાર ફરી તણાવ વધી ગયો છે. અમેરિકાએ શનિવારે ઈરાનના વધુ એક સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો. આ કાર્યવાહી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે પનામાના ધ્વજવાળા એક તેલ ટેન્કર પરથયેલા હુમલા બાદ કરવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને યુદ્ધવિરામ સમજુતિનું ઉલ્લંઘન કર્યું, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન નહીં માને તો તેનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે.

અમેરિકાએ શનિવારે સતત બીજા દિવસે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી છે. આ હુમલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે એક તેલ ટેન્કર પર ડ્રોન હુમલા બાદ કરવામાં આવ્યો. તેનાથી બે સપ્તાહ પહેલા થયેલા શાંતિ કરાર છતાં બંને દેશો વચ્ચે ફરી તણાવ વધી ગયો છે.

અમેરિકી સેના અનુસાર સવારે આશરે ૪.૩૦ કલાકે પનાનાના ઝંડાવાળા તેલ ટેન્કર એમ/ટી કિકુ પર ડ્રોન હુમલો થયો. આ ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે બે મિલિયનથી વધુ બેરલ કાચુ તેલ લઈને પસાર થઈ રહ્યું હતું. અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે નિવેદન જાહી કરી કહ્યું કે રાષ્ટ્રપતિના નિર્દેશ પર આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી. સેન્ટકોમ પ્રમાણે એક દિવસ પહેલા પણ ઈરાન સાથે જોડાયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ કાર્યવાહી કરી હતી, પરંતુ ઈરાનને યુદ્ધવિરામનું પાલન કરવાની તક આપવામાં આવી. તેમ છતાં ઈરાની સેનાએ ડ્રોન હુમલો કર્યો, જેથી અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ઈરાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે અમેરિકી વિમાનોએ યુદ્ધવિરામ સમજુતિનું વારંવાર ઉલ્લંઘન કરવા પર ઈરાનની મિસાઈલ, ડ્રોન ભંડાર અને રડાર સિસ્ટમ પર હુમલો કર્યો છે.

ટ્‌ર્મ્પે કહ્યું કે જો ઈરાન પોતાની હરકતો રોકતું નથી તો અમેરિકા આગળ મોટી સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે ચેતવણી આપી કે જો તેમ થયું તો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું અસિત્વ સમાપ્ત થઈ શકે છે.

સતત બીજા દિવસે થયેલી અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને ઈરાન પર લાગેલા આરોપો બાદ બે સપ્તાપ પહેલા થયેલી યુદ્ધવિરામ સમજુતિ ગંભીર સંકટમાં પડી ગઈ છે. પશ્ચિમ એશિયામાં સ્થિતિ ફરી ખરાબ થઈ રહી છે અને દુનિયાની નજર હવે ઈરાન અને અમેરિકાના આગામી પગલાં પર ટકી છે.

Related posts

ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૪૫ દિવસ માટે યુદ્ધ વિરામ લંબાયું

Master Admin

યુદ્ધ વચ્ચે ૧૬૫ વર્ષમાં પહેલીવાર અમેરિકામાં બદલાશે પરંપરા

Master Admin

હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ, ૫ાંચ ક્રૂ મેમ્બર્સ લાપતા

Master Admin

Leave a Comment

Translate »