Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

જર્મનીમાં હાઈ-એલર્ટઃ સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં ૫ લોકોના મોત

યુથ સેન્ટર લોહીથી લથપથ

ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આ મામલે ૨ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)
જર્મની, તા.૨૯ જૂન ૨૦૨૬ — જર્મનીના સ્ટેડ શહેરમાં યુથ સેન્ટરમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૫ લોકોના મોત થયા છે. સોમવારે બનેલી આ ઘટનામાં પોલીસે ૨ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. હેમ્બર્ગ નજીકના આ શહેરમાં પોલીસનું મોટું સર્ચ ઓપરેશન ચાલુ છે. હુમલાનો હેતુ હજુ અસ્પષ્ટ છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જર્મનીના ઉત્તરી ભાગમાં આવેલા સ્ટેડ શહેરમાં સોમવારે જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર થવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ હિંસક હુમલામાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આ મામલે ૨ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ગોળીબાર સેન્ટ્રલ સ્ટેડ વિસ્તારમાં આવેલા એક યુથ સેન્ટર (યુવા કેન્દ્ર)માં થયો હતો. ઘટનાને નજરે જોનારા કેટલાક લોકોનું કહેવું છે કે હુમલો કરનારાઓની સંખ્યા ૧થી વધુ હતી. જો કે, પોલીસ દ્વારા હજી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ હુમલો કેમ કરવામાં આવ્યો અને તેની પાછળનો હેતુ શું હતો, તે અંગે પોલીસે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી. હાલમાં પોલીસ દ્વારા સ્ટેડ શહેરના મુખ્ય કેન્દ્રની બહારના વિસ્તારોમાં એક મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સ્ટેડ શહેર હેમ્બર્ગની પશ્ચિમમાં આવેલું છે, જેની વસ્તી અંદાજે ૫૦,૦૦૦ જેટલી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Related posts

ભારત ક્રૂડની ખરીદી બંધ કરશે તેવું ટ્રમ્પ સિવાય કોઇએ કહ્યું નથી

Master Admin

ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં

Master Admin

નાઇજિરિયાના સૈન્યે ભૂલથી બજાર પર બોમ્બ ઝીંકાતાં ૩૦૦ નાગરિકોનાં મોત

Master Admin

Leave a Comment

Translate »