Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં યુવકનો હંગામો

યુવતીની છેડતી આરોપમાં લોકોએ મેથીપાક ચખાડ્યો

લોકોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો આ અંગે પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯ જૂન ૨૦૨૬ — અમદાવાદના નિકોલ વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક યુવકે જાહેરમાં હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. નિકોલની ચાણક્ય સ્કૂલ નજીક બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા જાગી છે. શરૂઆતમાં એવા આક્ષેપો થયા હતા કે આ યુવકે ત્યાંથી પસાર થતી એક યુવતીની છેડતી કરી હતી. ઘટના સમયે એક યુવતી અને અન્ય લોકો બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે નશામાં ધૂત આ યુવક તેમની ગાડી સાથે અથડાયો હતો. આ બાબતને લઈને આસપાસના સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ યુવકને ઘટનાસ્થળે જ પકડી લીધો હતો અને જાહેરમાં તેનો બરાબરનો ’મેથીપાક’ ચખાડ્યો હતો. ત્યારબાદ લોકોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. આ અંગે પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ નજીક એક યુવતી અને અન્ય કેટલાક લોકો બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે દારૂના નશામાં ચાલતા આવતા આ યુવકે તેની કારને ટક્કર મારી હતી. ત્યારબાદ યુવકે યુવતીની છેડતી કરી હોવાથી આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ આ યુવકને ઘટનાસ્થળે જ ઝડપી લીધો હતો અને જાહેરમાં તેને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરી દીધો હતો.

આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ૈઁં એ જણાવ્યું કે, ’વાઈરલ થયેલા વીડિયો અંગે અમે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી દીધો છે.

યુવક સામે અટકાયતી પગલાં પણ લઈ લીધા છે. આ ઘટનામાં કોઈ છેડતીનો બનાવ બન્યો નથી, પરંતુ માત્ર ધક્કો વાગ્યો છે. હકીકતમાં, છોકરી અને અન્ય લોકો બાઈક પર જતા હતા અને આ સ્થાનિક યુવક, જે કદાચ પીધેલી હાલતમાં હતો, તે ચાલતો ચાલતો આવીને તેમની ગાડી સાથે અથડાયો હતો. સ્થાનિકોએ તેને માર માર્યો હોવાની બાબતે પણ અમે અરજી લીધી છે અને જરૂરી અટકાયતી પગલાં લીધેલા છે.’

Related posts

ઓઢવમાં બે દીકરીના પિતાએ નજીકમાં રહેતી બાળકીને અડપલા કરી બચકાં ભર્યાં

Master Admin

ગાયબ થયેલા ૭૫,૦૦૦ ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા

Master Admin

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા ૬ વર્ષમાં ૧.૩૦ કિલોનો જથ્થો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »