Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Automobilebusinessnational

નવી ઊંચાઈ તરફ આગળ વધતું પગલું: Skoda Auto India દ્વારા H1 2026માં રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન

  • સતત બીજા વર્ષે બ્રાન્ડે અર્ધવાર્ષિક વેચાણમાં નવો રેકોર્ડ નોંધાવ્યો.
  • H1 2025ની સરખામણીએ 5% વૃદ્ધિ સાથે કુલ 38,894 યુનિટ્સનું વેચાણ નોંધાયું.

અમદાવાદ, ગુજરાત | ૦૪ જુલાઈ ૨૦૨૬ | Skoda Auto India એ 2025ના પોતાના અત્યાર સુધીના સૌથી સફળ વર્ષ પછી 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પણ પોતાની તેજ ગતિ યથાવત રાખી છે. કંપનીએ કુલ 38,894 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જે ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં 7.5%નો વધારો દર્શાવે છે. 2025 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બ્રાન્ડે ભારતમાં પોતાના 25 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ અર્ધવાર્ષિક વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. H1 2026 સાથે કંપનીએ તે સિદ્ધિને પણ પાછળ છોડી વધુ એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

ઐતિહાસિક સિદ્ધિ અંગે Skoda Auto India ના Brand Director, આશિષ ગુપ્તા જણાવ્યું: “અમારું રેકોર્ડબ્રેકિંગ અર્ધવાર્ષિક વેચાણ ગ્રાહકો દ્વારા Skoda બ્રાન્ડ પર મૂકવામાં આવેલા વધતા વિશ્વાસ અને ભરોસાનું પ્રતિબિંબ છે. વર્ષ 2026 દરમિયાન અમે કેન્દ્રિત પ્રોડક્ટ સ્ટ્રેટેજી, ગ્રાહક-કેન્દ્રિત પહેલો અને શ્રેષ્ઠતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા દ્વારા આ જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે. નવી Kushaq, અપડેટેડ Kodiaq અને સંપૂર્ણ નવી Kodiaq RS, જે માત્ર છ મિનિટમાં સંપૂર્ણ વેચાઈ ગઈ હતી, તેની માંગ બજારમાં રહેલી મજબૂત ગતિ દર્શાવે છે. બીજી તરફ Kylaq સતત વેચાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે અને Slavia અમારી સેડાન પરંપરાને વધુ મજબૂત બનાવી રહી છે. ભારતમાં લાંબા ગાળાની ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે અમે વિશિષ્ટ પ્રોડક્ટ્સ, પારદર્શક સંચાર અને આનંદદાયક માલિકી અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

વિસ્તરતું નેટવર્ક

Skoda Auto India એ સમગ્ર દેશમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરીને હવે 340 થી વધુ ટચપોઇન્ટ્સ સ્થાપ્યા છે, જેના કારણે બ્રાન્ડ દેશભરના ગ્રાહકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ બની છે. તાજેતરમાં બ્રાન્ડે Skoda Express Care નું પણ ઉદ્ઘાટન કર્યું છે, જે ગ્રાહકોને વધુ સુવિધા, પારદર્શિતા અને નિશ્ચિંતતા પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 

પ્રદર્શન દ્વારા નવી સિદ્ધિઓ

વિકાસની આ સફરમાં કંપનીએ પોતાની રેસિંગ DNA અને મોટરસ્પોર્ટ્સની સમૃદ્ધ પરંપરા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. Slavia Monte Carlo, Kushaq Monte Carlo, Kylaq, Kodiaq અને મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ Octavia RS સહિત Skoda Auto India ના તમામ પાંચ મોડલોએ મળીને ‘સર્કિટ પર એક જ ઉત્પાદકની અનેક કારો દ્વારા સૌથી ઝડપી રિલે’ માટે India Book of Records અને Asia Book of Records માં સ્થાન મેળવ્યું. ડ્રાઇવર બદલવાના સમય સહિત તમામ પાંચ કારોએ  કોઇમ્બતુર સ્થિત CoASTT ટ્રેક પર કુલ 12:30.97 મિનિટ નો લેપ સમય નોંધાવ્યો હતો. આ સિદ્ધિ સાથે બ્રાન્ડે પોતાના ‘Greatest On A Track is a Skoda On A Track’ અભિયાનની પણ શરૂઆત કરી, જે તેની ઉત્તમ એન્જિનિયરિંગ ક્ષમતા અને ગતિશીલ પ્રદર્શનને ઉજાગર કરે છે તેમજ તેના સતત વિકાસના વેગને વધુ મજબૂત બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન

Master Admin

PNB MetLife, Truhome Finance (formerly known as Shriram Housing Finance Ltd) to Offer Credit Life Insurance to Homeowners

Reporter1

Tata Motors’ CSR Initiatives Transform 1 Million Lives in FY24,  Releases its 10th Annual CSR Report

Reporter1

Leave a Comment

Translate »