Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

વિડા ઇવૂટર વીએક્સ2 પ્લસ 4.4 kWhના લોન્ચ સાથે વિડાનો એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રવેશ

  • પ્રભાવશાળી187 કિમી ભારતીય ડ્રાઇવિંગ સાઇકલ (આઇડીસી) શ્રેણીની સાથે, આ લાંબી શ્રેણીનું વેરિઅન્ટ મુશ્કેલી રહિત, ચિંતામુક્ત અને લાંબા અંતરની સફરને સક્ષમ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
  • ‘ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા લાંબા ગાળાની સફર’ માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું.
  • નવી દિલ્હીમાં રૂ. 1,43,990*ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ.

નવી દિલ્હી | ૧૦મી જુલાઈ ૨૦૨૬ | હીરો મોટોકોર્પ દ્વારા સંચાલિત વિડાએ તેના નવા વિડા ઇવૂટર વીએક્સ2 પ્લસ 4.4 kWhની રજૂઆત સાથે તેની ઇલેક્ટ્રિક શ્રેણીને મજબૂત બનાવી છે. આ લાંબી-શ્રેણીનાં વેરિઅન્ટને બ્રાન્ડનાં વિઝન ‘ઘર ઘર ઇવૂટ’ને વેગ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉમેરા સાથે, વિડા હવે ભારતીય રાઇડર્સની વૈવિધ્યસભર જીવનશૈલીઓ અને જરૂરિયાતોને અનુરૂપ ચાર અલગ અલગ વીએક્સ2 વેરિઅન્ટ્સ ઓફર કરે છે. આ નવા લાંબી શ્રેણીનાં વેરિઅન્ટે એક ઐતિહાસિક ક્રોસ-કન્ટ્રી અભિયાન મારફતે તેનું અજોડ ધૈર્ય સાબિત કર્યું છે, અને ‘ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા લાંબા ગાળાની સફર’ માટે ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સત્તાવાર રીતે સ્થાન સુરક્ષિત કર્યું છે.

વિડા ઇવૂટર વીએક્સ2 પ્લસની કિંમત રૂ. 1,43,990* છે, જેમાં ડ્યુઅલ 2.2 kWhના દૂર કરી શકાય એવા યુનિટ્સ દ્વારા 4.4 kWhની બેટરી ક્ષમતા છે, જેને 187 કિમીની આઇડીસી-પ્રમાણિત શ્રેણી પ્રાપ્ત કરી છે. આ વેરિઅન્ટ  1 kW પોર્ટેબલ ચાર્જ સાથે આવે છે, જે 3 કલાક અને 30 મિનિટમાં 0%થી 80% ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે. ચાલતા-ફરતા રાઇડર્સ માટે આ હાઇ-સ્પીડ ડીસી ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, જે બેટરીને 65 મિનિટમાં 0%થી 80% સુધી ચાર્જ કરે છે. આ ઉપરાંત, વિડાના 6,000થી વધુના ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન્સનાં વ્યાપક નેટવર્ક અને 700થી વધુ સર્વિસ ટચપોઇન્ટ્સની સાથે રાઇડર્સને માર્ગ પર કોઇ પણ સમયે પહોંચક્ષમ અને વિશ્વસનીય સહાયની બાંયધરી મળે છે. શહેરની ચપળતા અને લાંબા અંતરની વિશ્વસનીયતા માટે બનાવવામાં આવેલા વિડા વીએક્સ2 પ્લસ 4.4 kWh ગતિશીલ, પરંતુ બહુમુખી અનુભવ પૂરો પાડે છે. ઇવૂટર 6 kWh પીક પાવર અને 26 Nm ટોર્ક દ્વારા સમર્થિત 90 કિમી/કલાકની ટોચની સ્પીડ સુધી પહોંચે છે – અને તે ત્રણ અલગ અલગ રાઇડિંગ મોડ્સ ધરાવે છે – ઇકો, રાઇડ અને સ્પોર્ટ્સ. આ પ્રદર્શનની સાથે તે 4.3 ઇંચ ટીએફટી ડિસ્પ્લે, સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને ઓટીએ અપડેટ્સ સહિતની અત્યાધુનિક ટેકનોલોજી પણ ધરાવે છે. ઇલેક્ટ્રિક ઇવૂટરમાં 27.2 લિટરનું અન્ડર-સીટ સ્ટોરેજ અને ભારતીય માર્ગની સ્થિતિનો સામનો કરવા માટે વિશેષ રીતે ટ્યુન કરેલી સીબીએસ બ્રેકિંગ સિસ્ટમ છે, જે રાઇડરની ઉપયોગિતા પર ભાર મૂકે છે.

હીરો મોટોકોર્પના ઇમર્જિંગ મોબિલિટી બિઝનેસ યુનિટના ચીફ બિઝનેસ ઓફિસર કૌશલ્યા નંદાકુમારે આ લોન્ચ વિશે જણાવ્યું હતું કે: ”અમે જે અમારું નવીનીકરણ લાવીએ છીએ તે અમારા ગ્રાહકોની જરૂરિયાતનું સીધું પ્રતિબિંબ છે. લાંબી, અવરોધ રહિત સફર અને ઝડપી ચાર્જિંગ માટેની માગ ઇવી અપનાવવા માટેની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે. વિડા વીએક્સ2 પ્લસ 4.4 kWh વેરિઅન્ટની સાથે, અમે એક લાંબી શ્રેણી ઓફર કરી રહ્યા છીએ, જે રાઇડરની લાંબા ગાળાની આકાંક્ષાઓને સંપૂર્ણપણે પૂરી કરે છે અને ક્યાંય પણ ચાર્જ કરવાની અજોડ સરળતાથી ચાર્જિંગની સુધારેલી ઝડપ પૂરી પાડે છે. અમારા પોર્ટફોલિયોને ચાર અલગ અલગ વોરિઅન્ટમાં વિસ્તૃત્ત કરીને, અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે ‘ઘર ઘર ઇવૂટર’ દરેક માટે એક ઉકેલ નથી, પરંતુ ગ્રાહકના ઊંડા વિશ્વાસ અને પૂરવાર થયેલી એન્જિનિયરિંગની ટકાઉતા દ્વારા સમર્થન મેળવેલી પસંદગી છે.”

વિડાએ 12,111 કિમીની અસાધારણ સફર પૂર્ણ કર્યા પછી “ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા સૌથી લાંબી સફર” માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં તેનું સ્થાન સત્તાવાર રીતે સુરક્ષતિ કર્યું છે. એક ઉત્સાહી રાઇડર અને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ચાહક ગિરિશ શેટ સાથે ભાગીદારી કરીને, આ ઐતિહાસિક 52 દિવસની સતત સફર બેંગલુરુથી શરૂ થઈ હતી અને દિલ્હીમાં સમાપ્ત થઈ હતી, જેમાં કેકેઆરની તમામ મેચ આયોજિત કરનારા શહેરોથી પસાર થતો રૂટ હતો. આ અભિયાનને નવા 4.4 kWh વેરિઅન્ટની વિશ્વસનીયતાને સફળતાપૂર્વક માન્ય કરવામાં આવી હતી, જેનાથી લાંબી માર્ગ યાત્રા દરમિયાન અજોડ ધૈર્ય અને ચાર્જિંગમાં સરળતા જોવા મળી હતી.

આ ઉપરાંત, વિડા બેટરી-એઝ-અ-સર્વિસ (BaaS) યોજનાઓ પણ ઓફર કરી રહી છે, જે સુનિશ્ચિત કરે છે કે ઇલેક્ટ્રિક ગતિશીલતા દરેક માટે લવચિક અને પરવડી શકે એવી છે. વિડા વીએક્સ2 પ્લસ 4.4 kWh જુલાઈ 2026ના અંત સુધીમાં દેશવ્યાપી અધિકૃત્ત ડીલરશીપ પર ઉપલબ્ધ થશે.

** નવી દિલ્હીમાં અમલી એક્સ-શોરૂમ કિંમત, પ્રવર્તમાન સબસિડી અને ઓફર્સ બાદ કરીને

== સમાપ્ત ==

Related posts

HERO MOTOSPORTS TEAM RALLY SECURES AN IMPRESSIVE 7TH PLACE OVERALL FINISH AT DAKAR RALLY 2025

Reporter1

Kerakoll દ્વારા H40 ફેમિલીનું વિસ્તરણ – H40 જેલની સફળ વારસાને વધુ મજબૂત બનાવતા ભારતમાં નવી પેઢીના ટાઇલ એડહેસિવ સોલ્યુશન્સ લોન્ચ

Reporter1

ઇન્ટેલીસ્માર્ટ દ્વારા ડીજીવીસીએલ પ્રોજેક્ટ અંતર્ગત પાલસાણા, ગુજરાત ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન

Reporter1

Leave a Comment

Translate »